આ કેવો સમાજ છે? જે સ્ત્રીના અંતિમ સંસ્કારમાં કોઈ ન આવ્યું, એના શ્રાદ્ધ ભોજમાં આવ્યા 150 લોકો

આ કેવો સમાજ છે? જે સ્ત્રીના અંતિમ સંસ્કારમાં કોઈ ન આવ્યું, એના શ્રાદ્ધ ભોજમાં આવ્યા 150 લોકો

બિહારના અરરિયામાંથી એક એવી ખબર સામે આવી છે જેને બતાવ્યું કે આપણે આવા સમાજમાં જીવી રહ્યા છે, જેના પર ઘણા સવાલો ઉભા થાય છે. જ્યાં માનવતાનો કોઈ આધાર નથી.વાત જાણે એમ છે કે હાલમાં જ એક ફોટો સોશિયલ મીડિયા વાયરલ થયો હતો જેમાં એક છોકરી પીપીઈ કીટ પહેરીને પોતાની માતાના શબને દફનાવી રહી હતી. એની માતાના અંતિમ સંસ્કારમાં કોઈ પણ સામેલ નહોતું થયું ત્યારે એને એકલા જ એની માતાના શબને દફનાવવું પડ્યું હતું. પણ હવે જ્યારે એને એની માતાનું શ્રાદ્ધ કર્મ કર્યું તો એમાં 150 લોકો પહોચી ગયા હતા.

image source

તમને જણાવી દઈએ કે માતાની પહેલા આ છોકરીના પિતાનું નિધન થઈ ગયું હતું. આ મામલો વિશનપુર પંચાયતના વોર્ડ નંબર 14નો છે. સોનીના પિતા મેડિકલ સ્ટોર ચલાવતા હતા. એમની તબિયત બગડી અને થોડા દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી એમની મોત થઈ ગઈ, 4 દિવસ પછી એની માતાનું પણ મૃત્યુ થઈ ગયું હતું. એનાથી લોકોમાં એવો ડર ફેલાઈ ગયો હતો કે કોઈ એમની લાશ પણ ઉચકવા ન આવ્યું.

માતા પિતાના નિધન પછી 3 બાળકો બચ્યા.મળેલી માહિતી અનુસાર સોનીએ માતાના અંતિમ સંસ્કાર માટે લોકોને બોલાવ્યા હતા પણ કોઈ પણ એમની મદદ માટે નહોતું આવ્યું. એ પછી એને ઘરના વરંડામાં જ ખાડો ખોદયો અને એની માતાને દફનાવી દીધી હતી. એ પછી એમને ઘણી બધી તકલીફ સહન કરવી પડી.

image source

પણ પછીથી સોનીને મદદ મળવાની શરૂ થઈ ગઈ. જિલ્લા પ્રસાશન તરફથી પણ એને આર્થિક મદદ મળી. એનાથી જ એને પોતાના માતા પિતાને શ્રાદ્ધ અને બ્રાહ્મણભોજનું આયોજન કર્યું. આ આયોજનમાં ગામના 150 લોકો સામેલ થયા અને બધાએ ભોજન કર્યું.

આ એક ખૂબ જ વિચિત્ર ઘટના છે. ખાસ કરીને એ દ્રષ્ટિએ કે એ ગામડાને લઈને આપના મનમાં વસેલી છબીને તોડી નાખે છે. એક જમાનો હતો જ્યારે ગામના લોકો અન્ય લોકોના બધા દુઃખમાં સાથે ઉભા રહેવા માટે જાણીતા હતા. ત્યારે ગામડામાં કોઈ પોતાને એકલું નહોતું સમજતું. એક વિશ્વાસ હતો કે લોકો કરશે જ, કોઈ સંકટમાં એકલા નહિ મૂકે.

image source

પણ આ ઘટનાએ આપણને સમજાવ્યું કે હાલના થોડા વર્ષોમાં આપણા ગામડાનું ચિત્ર બદલાઈ ગયું છે. હવે જ્યારે કોઈ વ્યક્તિ કે પરિવાર દુઃખી હોય કે કોઈ તકલીફમાં હોય તો એનો સાથ આપવા માટે કોઈ સામે નથી આવતું. લોકો જાત જાતના બહાના કરવા લાગે છે. પણ જ્યાં પોતાના ફાયદાની વાત આવે તો એ દરેક રીતનું જોખમ લેવા તૈયાર થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *