શુ આવા દિવસો જોવા માટે જ મોટો કર્યો હતો દીકરાને? 95 વર્ષના પિતાને એમનો પુત્ર જ મારી રહ્યો છે ઢોર માર.

કહેવાય છે કે સપૂત કપૂત થઈ શકે પણ માવતર ક્યારેય કમાવતર ન થાય, અને આ કહેવત બરાબર જેને લાગુ પડે છે એવા વલસાડમાં એક કપૂત કળિયુગી પુત્રની શરમજનક ઘટના સામે આવી છે અને એ પછી ચકચાર મચી ગઇ છે.

image source

વલસાડના મૂળી ગામમાં રહેતા એક 95 વર્ષના વૃદ્ધ પિતાને તેમના દીકરાએ જ બેરહેમીપૂર્વક માર માર્યાનો વીડિયો વાયરલ થયો છે. આ 95 વર્ષના વૃદ્ધને બે દીકરા છે, જેમાંથી આ પિતાને મોટો દીકરો હેરાન કરતો હતો. એટલે આ લાચાર વૃદ્ધ પિતા મોટા દીકરાની ફરિયાદ કરવા નાના દીકરાના ઘરે ગયા હતા. જ્યારે મોટા દીકરાને આ વાતની જાણ થઈ તો એનાથી આ વાત સહન ના થતા એ નાના દીકરાના ઘરે પહોંચી ગયો અને પોતાના પિતાને ઢોર માર મારવા લાગ્યો. એટલું જ નહીં જાણે એના પિતા કોઈ મોટા ગુનેગાર હોય તેમ મોટો દીકરો એમને ક્રુરતાથી મારવા લાગ્યો.

image source

જ્યારે મોટો દીકરો પોતાના વૃદ્ધ પિતાને આમ ઢોર માર મારી રહ્યો હતો એ આખી ઘટનાનો પૌત્ર એ વીડિયો ઉતારી વલસાડ રૂરલ પોલીસ મથકે જઇ પોતાના સગા કાકા સામે ફરિયાદ નોંધાવી. પૌત્રએ વીડિયો એવિડન્સ સાથે રૂરલ પોલીસ મથકે જઇ રજૂઆત કર્યા બાદ FIR નોંધાવી.

95 વર્ષીય ભીખાભાઈ સોમાભાઈ હળપતિ વલસાડ તાલુકાના મૂળી ગામના મહેતા ફળિયામાં રહે છે. ભીખાભાઇ સોમાભાઈ હળપતિના બે દીકરા શંકરભાઈ અને રમણભાઈ એક જ ફળિયામાં રહે છે. ભીખાભાઈ તેમના દીકરા રમણભાઈ સાથે રહેતા આવ્યા છે.

image source

14 જૂન 2021ના રોજ સવારે ભીખાભાઇ દીકરા શંકરના ઘરે આવ્યા અને પોતાના પૌત્ર રાજુને મળ્યા અને તેના કાકા રમણભાઈ તેમને માર મારી રહ્યા હોવાનું તેમજ તેમની સારવાર કરાવી ન રહ્યા હોવાની ફરિયાદ પોતાના પૌત્રને કરી રહ્યા હતા. આ વૃદ્ધે હવેથી પોતાના દીકરા શંકરભાઈના ઘરે જ રહેવા આવી ગયા હોવાનું પણ જણાવ્યું હતું. આ દરમિયાન વૃદ્ધનો દીકરો રમણભાઈ અચાનક આવી જતા તેને પોતાના પિતા ભીખાભાઈને માર માર્યો હતો.

image source

પોતાના સગા બાપ ભીખા ભાઈને જ્યારે એમનો દીકરો રણમભાઈ ઢોર માર મારી રહ્યા હતા ત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો પૌત્ર રાજુએ બનાવ્યો હતો અને બનાવ અંગે દાદાને મારનાર પોતાના સગા કાકા રમણભાઈ વિરૂધ્ધ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.