શું ત્રીજી લહેર આવી રહી છે? અમદાવાદમાં અચાનક 28 કોરોના ટેસ્ટિંગ ડોમ શરૂ થતા અનેક તર્ક વિતર્ક

કોરોનાની ત્રીજી લહેરનો ડર દેશની સામે ઉભો છે, કોરોનાની બીજી લહેરમાં લોકોની હાલત તેવી થઈ હતી તે બધા જાણે છે. સૌથી મોટો સવાલ એ છે કે જો ત્રીજી લહેર આવશે ક્યારે ? જો તે આવશે તો તે કેટલી જોખમી હશે? જો આપણે રાજધાની દિલ્હીથી શરૂઆત કરીએ, તો પછી 18 જુલાઈએ, દિલ્હીમાં કોવિડ -19 ને કારણે એક પણ મૃત્યુ થયું નથી. આ લગભગ ચાર મહિના પહેલા થયું હતું જ્યારે 2 માર્ચ, 2021 ના રોજ કોવિડને કારણે એક પણ જીવ ગુમાવ્યો ન હતો. પરંતુ બરાબર 2 માર્ચ પછી એક મહિના, એટલે કે એપ્રિલના પહેલા અઠવાડિયામાં, એક સ્થિતિ બદલાઈ અને માર્ચ 2021 ના મહિનામાં, જ્યારે દેશ પ્રથમ લહેર પસાર થવાની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે બીજી લહેર આતંક મચાવવાની તૈયારીમાં હતી. અને હવે જુલાઈમાં પણ પહેલા જેવી જ સ્થિતિ જોવા મળી રહી છે.

image source

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, એકલા કેરળમાં ભારતમાં કુલ કોરોના કેસનો 30.3% હિસ્સો છે, જ્યારે એપ્રિલમાં આ આંકડો માત્ર 6.2% હતો અને જૂનમાં તે અનુક્રમે 10.6% અને 17.1% થયો છે. આવી જ સ્થિતિ મહારાષ્ટ્રની છે. દેશના કુલ કેસોમાં મહારાષ્ટ્રનો હિસ્સો 20.8% છે. એપ્રિલમાં તે માત્ર 26.7% હતા, જ્યારે બીજી લહેર તે સમયે ટોચ પર હતી. આ સાથે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશાએ પણ એપ્રિલ-મેની તુલનામાં હાલમાં ભારતમાં કુલ કેસોનો હિસ્સો વધાર્યો છે. મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આંધ્રપ્રદેશ જેવા પૂર્વોત્તર રાજ્યોમાં પણ કોવિડ -19 કેસમાં વધારો જોવા મળ્યો છે.

તો બીજી તરફ ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે તાજા જાહેર કરેલા આંકડા મુજબ બુધવારે છેલ્લા 24 કલાકમાં ભારતમાં 42,015 નવા કેસ અને 3,998 લોકોનાં મોત થયાં હતાં. આ ઉપરાંત કુલ સાજા થયેલા કેસ વધીને 3,03,90,687 પર પહોંચી ગયા છે, જ્યારે મૃત્યુઆંક 4,18,480 પર પહોંચી ગયો છે.

image source

તો બીજી તરફ ગુજરાતમાં હાલમાં રોજના 30-40 કેસ આી રહ્યા છે. મોતના આંક પણ હાલ નિયંત્રણમાં છે. જો કે હાલમાં સૌથી નવાઈની વાત એ છે કે હાલમાં પરિસ્થિતિ કાબુમાં હોવા છતા અમદાવાદ મ્યુનિસિપલએ શહેરમાં અચાનક કોરોના ટેસ્ટિંગ માટેના 28 ડોમ શરૂ કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા દોઢ મહિના પછી ફરીવાર નિષ્ક્રિય પડેલા ડોમ શરૂ કરવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે, હાલમાં આ ડોમ પર આરટી-સીપીસીઆર અને એન્ટિજન ટેસ્ટ કરવામાં આવશે. જો આપણે હાલમાં અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વિશે વાત કરીએ તો રોજના કોરોનાના 10 થી નીચે કેસ આવી રહ્યા છે.

જેની સામે હવે અમદાવાદમાં 28 ડોમમની અંદર રોજના 100 ટેસ્ટ કરવા માટેની તૈયારી કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે 50 રેપિડ એન્ટિજન અને 50 આરટી-પીસીઆર કરાશે. તમને જણાવી દઈએ કે, આતતી કાલ એટલે કે, ગુરુવારથી આ તમામ ડોમમાં ટેસ્ટિંગ કરવા માટેની કામગીરી પૂર્ણ ક્ષમતા સાથે શરૂ કરવામાં આવશે, આ અંગે મળીતી માહિતી પ્રમાણે સ્ટાફની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. નોંધનિય છે કે, અમદાવાદમાં અચાનક જ ટેસ્ટિંગ માટે ડોમ શરૂ કરવાનો નિર્ણય લેવાતાં આવતાં લોકોમાં અનેક તર્ક-વિતર્કો શરૂ થઈ ગયા છે.

image source

આ દ્રશ્યો પરથી ઘણા લોકો કહી રહ્યા છે કે, સરકાર ત્રીજી લહેર માટે તૈયારી કરી રહી છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં હજુ મંગળવારે એક જ દિવસમાં સૌથી વધુ 44,819 લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી. જે સૌથી વધુ હતી. તમને જણાવી દઈએ કે, મંગળવારના દિવસે અંદાજે 44,819ને રસી આપવામાં આવી હતી, આ રસી લેનારા લોકોમાં મોટા ભાગના યુવાનો હતા તેમાં અંદાજે 23,980 યુવાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 34,28,627 લોકોને રસી આપવામા આવી છે, જેમાં 26.97 લાખને પહેલો ડોઝ અને 7.31 લાખને બીજો ડોઝ અપાય ચુક્યો છે. જે વિસ્તારમાં આ ડોમ શરૂ કરાયા છે તેમા વસ્ત્રાપુર, ઘાટલોડિયા સહિતનાં 18 સ્થળે ટેસ્ટિંગ ડોમ શરૂ થયા હતા. આ ઉપરાંત દાણાપીઠ મ્યુનિ. કચેરી, અંકુર, થલતેજ, પાલડી ટાગોર હોલ, ગોતા, કાંકરિયા, સાબરમતી, સહિતનાં કેટલાંક સ્થળે ડોમ શરૂ કરવામાં આવશે. જો કે હાલમાં સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા દર્શાવવામાં આવી રહી છે.

સૌથી મહત્વની વાત

image source

હાલમાં ચાલી રહેલા તમામ સંશોધન અને આગાહીઓ અને નિષ્ણાતોમાં એક સમાન બાબત છે કે ત્રીજી લહેર આવશે જ. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ત્રીજી લહેર અન્ય બે લહેરો કરતા વધુ ભયંકર હશે. બીજી લહેર કરતા પણ વધુ ઘાતક હશે. આ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે આવશે, જેનો દેશમાં પહેલો કેસ મહારાષ્ટ્રમાં જોવા મળ્યો હતો. આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલના કહેવા પ્રમાણે, જ્યારે વાયરસમાં મ્યૂચેશન આવે છે. પછી તેની શક્તિ વધે છે. જ્યારે ઘણા કિસ્સાઓ હોય છે, તો પછી તેના પરિવર્તનની સંભાવના પણ વધારે છે. આ કિસ્સામાં, સાવધાની એકમાત્ર શસ્ત્ર છે. માસ્ક અને બે ગજનુ અંતર સાથે રસીકરણ પણ જરૂરી છે.