શું આવે છે લગ્નમાં વિઘ્ન, તો આજથી જ કરો આ રીતે હરિદ્રા માળાનો ઉપયોગ…

મિત્રો, આપણી હિન્દુ પૂજા પ્રણાલીમા હળદરનો ઉપયોગ અત્યંત પવિત્ર, શુભ અને વિશેષ માનવામા આવે છે. વાસ્તવમા પ્રભુની ઉપાસના દરમિયાન વપરાયેલી દરેક વસ્તુનુ પોતાનુ એક વિશેષ મહત્વ હોય છે. શરૂઆતથી જ હળદરનો ઉપયોગ અમુક શુભ કાર્ય માટે કરવામા આવે છે તથા તેને સારા ભાગ્યનુ સૂચક પણ માનવામા આવે છે. તે જીવનની અનેકવિધ પ્રકારની સમસ્યાઓ સામે તમને રાહત આપે છે.

image source

જ્યોતિષ શાસ્ત્ર અને તંત્ર શાસ્ત્રમા તેનુ વિશેષ મહત્વ સ્વીકારવામા આવ્યુ છે. આ શાસ્ત્રોમાં હળદરની ગાંઠના અનેકવિધ ઉપયોગો જોવા મળે છે, જેના દ્વારા આપણને પૈસા, સંપત્તિ, સુખ, સંપત્તિ, વૈવાહિક સુખ પ્રાપ્ત થઈ શકે છે પરંતુ, આજે આ લેખમા આપણે ફક્ત લગ્નજીવનમા આવતી સમસ્યાઓને દૂર કરવામા તે કેટલુ અસરકારક સાબિત થાય છે? તેના વિશે માહિતી મેળવીશું.

image source

જ્યોતિષશાસ્ત્ર મુજબ હળદર એ ગુરુ ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. લગ્નજીવનની તમામ ખુશીઓ તમને ફક્ત ગુરુની શુભ સ્થિતિમા જ પ્રાપ્ત થાય છે અને જો તમારી જન્મકુંડળીમા ગુરુ ગ્રહ અશુભ હોય તો લગ્નજીવનની ખુશીઓમા અનેકવિધ પ્રકારના અવરોધ જણાય છે તેથી, ગુરુવારના રોજ વ્રત રાખીને પીળા વસ્ત્રો ધારણ કરવા અથવા તો પીળી વસ્તુઓનુ દાન કરવાની સલાહ આપવામાં આવે છે, હળદરથી બનેલી આ માળા મુખ્યત્વે ગુરુ ગ્રહ સાથે સંકળાયેલ ખામીઓને દૂર કરવા માટે વપરાય છે.

image source

આ હરિદ્ર માળાનો સૌથી મોટો અને અસરકારક ઉપયોગ લગ્નજીવનમા આવતી સમસ્યાઓને દૂર કરવાનો છે. જો કોઈ યુવક કે યુવતીના લગ્નમા અવારનવાર કોઈ ને કોઈ સમસ્યા ઊભી થતી હોય તો તેમણે હરિદ્ર માલા ધારણ કરવી જોઈએ. આ સિવાય ગુરુવારના રોજ પ્રભુ લક્ષ્મીનારાયણની પૂજા કરો અને હરિદ્ર માલા ધારણ કરો. આ ઉપાય અજમાવવાથી તમારા ભાગ્ય ખુલશે અને તમારા વિવાહમા આવતી તમામ અડચણો દૂર થશે.

image source

આ ઉપરાંત જેમનુ ભાગ્ય નબળુ હોય છે, સમસ્યાઓ ક્યારેય પણ તેમનો પીછો છોડતી નથી, સખત મહેનત કરવા છતાં પણ તેમને લાભ મળતો નથી, તેમણે દર બુધવારે ભગવાન શ્રીગણેશજીને સતત એક વર્ષ સુધી હરિદ્ર માળા પહેરાવવી જોઈએ. આ માળામા ૨૭ ગાંઠો હળદર હોવી જરૂરી છે, તે નક્ષત્રોનુ પ્રતીક છે.

ગળામાં હરિદ્ર માળા પહેરવાથી ઉંમર અને આરોગ્યમા પણ વૃધ્ધિ થાય છે. તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે તેમજ શ્વસન રોગો દૂર થાય છે. તે હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસની અસરોથી બચાવવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત આ માળા ધારણ કરવાથી કરજમાથી મુક્તિ મળે છે. અમાવસ્યના દિવસે, પીપળના ઝાડના મૂળમાં કાચુ દૂધ ચડાવી અને આ ઝાડની ડાળી પર હરિદ્રાની માળા મૂકો અને ભગવાન લક્ષ્મીનારાયણને સંપત્તિ માટે પ્રાર્થના કરો તો તમારી તમામ આર્થિક સમસ્યાઓનો અંત આવશે.

image source

આ માળા તમારા મગજને શાંત રાખવામા પણ મદદગાર સાબિત થાય છે. જો તમારું મન શાંત નથી. નિર્ણય લેવો મુશ્કેલ છે. જો મન ભટકે છે અથવા તો વિચલિત થાય છે તો સોમવાર ના રોજ આ માળા ધારણ કરો. આ માળાનો ઉપયોગ શત્રુઓને પરાજિત કરવામા પણ થાય છે. જો તમે આ માળાને ગળામાં ધારણ કરી લો તો જીવનમા તમને ક્યારેય દુશ્મનનો ભય નથી રહેતો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ