શું ઘરમા રહેલા ઉંદરથી ત્રાસી ગયા છો? તો આજે જ અજમાવી જુઓ આ ઉપાય, તુરંત દુર થશે આ સમસ્યા…

મિત્રો, ઉંદર એ એક એવો જીવ છે કે, જે અંધકારમા રહેવાનુ વધુ પડતું પસંદ કરે છે એટલે જ તેને અંધકારમય પ્રાણી તરીકે ઓળખવામા આવે છે. તે મોટાભાગે બિલમા છુપાયેલો રહે છે અને આ કારણોસર જ તેને નકારાત્મક અને અજ્ઞાની શક્તિઓનુ પ્રતીક પણ માનવામા આવે છે.

image source

આ અંધકારમય પ્રાણીમા આ નકારાત્મક શક્તિઓ હોવાના કારણે તે જ્ઞાન અને પ્રકાશથી ભયભીત થઇ જાય છે અને તેનાથી દૂર ભાગવાનો પ્રયાસ કરે છે. જો આ જીવ તમારા ઘરમા આમતેમ ફર્યા રાખે છે તો તેનાથી તમારા ઘરમા રહેતા લોકોની બુદ્ધિનો વિનાશ થાય છે. આ સિવાય તે તમારા ઘરમા રહેલી વસ્તુઓને નુકસાન પહોંચાડવાનુ કામ પણ કરે છે.

image source

આ જીવ વધુ પડતો ગંદવાળમા રહે છે અને જો તે ગંદવાડમાંથી આપણા ઘરમા પ્રવેશે છે તો તે આપણા ઘરમા ગરીબી લઈને આવે છે. આ સિવાય તેના કારણે ઘરે બીમારીઓ ફેલાવવાનો ભય પણ વધી જાય છે. જો તમે આ જીવને માર્યા વિના તેને ઘરેથી દૂર ભગાડવા માંગતા હોવ તો અમારા આ લેખમા જણાવેલા ઘરેલુ ઉપાયો વિશે જાણો અને તુરંત જ ઉંદરની આ સમસ્યામાંથી મુક્તિ મેળવો, તો ચાલો જાણીએ.

ઘરેલુ ઉપાય :

image source

જો તમે આ જીવને ઘરમાથી દૂર ભગાડવા ઈચ્છતા હોવ તો તમે પેપરમિન્ટનો ઉપયોગ કરી શકો કારણકે, આ જીવને તેની ગંધ જરાય પણ ગમતી નથી. તેથી, તેને ઘરની બહાર રાખવા માટે ઘરના દરેક ખૂણા પર રૂ મા પીપરમેન્ટ લઈને રાખો. આની ગંધ આવતા તુરંત જ તે ઘરના જે ખૂણામા હશે ત્યાંથી નાસીપાસ થશે.

image source

આપણે જે ખાવામા લાલ મરચાનો ઉપયોગ કરીએ છીએ તે પણ ઉંદરને દૂર ભગાડવા માટેની એક શ્રેષ્ઠ અને અસરકારક રીત છે. તમારા ઘરમા જે જગ્યાએ ઉંદરની અવરજવર વધુ પડતી હોય તે જગ્યા પર આ લાલ મરચાનો પાવડર મૂકી દો. ઉંદર જ્યારે પણ આ ભાગમા પ્રવેશશે અને તેને આ લાલ મરચાના પાવડરની સુગંધ આવશે કે તે તુરંત જ તે જગ્યાએથી દૂર જવાનો પ્રયાસ કરશે અને તમારા ઘરની બહાર નીકળી જશે.

image source

આ સિવાય જો તમને ઘરે પ્રાણીઓને પાળવાનો શોખ હોય તો તમે ઘરમા એક બિલાડીને પાળી શકો છો. બિલાડી અને ઉંદર એ બંને એકબીજાના કટ્ટર દુશ્મન છીએ એ વાત તો આપણે ખુબ જ સારી રીતે જાણીએ છીએ. જો તમે તમારા ઘરમા બિલાડી પાળશો તો ઉંદર તેના ભયથી તમારા ઘરમા પ્રવેશશે નહિ. તો આ હતા અમુક સરળ ઉપાયો જેને અજમાવીને તમે ઉંદરને માર્યા વિના પણ ઘરની બહાર ભગાડી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત