શું કપૂર, લવિંગ અને અજમાની પોટલી સૂંઘવાથી ખરેખર વધે છે ઓક્સિજન લેવલ? જાણો શું કહે છે આ વિશે ડોક્ટર

આખા દેશમાં કોરોના વાયરસની લહેર ફેલાઈ ચુકી છે અને ઝડપથી આગળ પણ વધી રહી છે. દરરોજ કોરોના સંક્રમણમાં આવતા લોકોની સંખ્યા વધી રહી છે. સાથે જ દેશમાં ઓક્સિજન વાયુની પણ અતિ ભારે અછત ઉભી થવા લાગી છે. ત્યારે આવા સમયે સરકારથી માંડી સામાન્ય લોકો સૌ કોઈ પોતપોતાની રીતે લોકોની મદદ કરવા આગળ આવી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે ઇન્ટરનેટ પર એક પોસ્ટ વાયુવેગે આગળ વધી રહી છે જેમાં લોકોને ઓક્સિજનનું લેવલ વધારવા માટે એક ઘરેલુ નુસખને અજમાવવા માટે કહેવામાં આવ્યું છે.

સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પોસ્ટ

image source

અસલમાં આ વાયરલ થયેલ પોસ્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે, કપૂર, લવિંગ અને અજમાનું મિશ્રણ કરી તેને નિલગીરીના તેલમાં મેળવીને સૂંઘવાથી ઓક્સિજન લેવલ વધે છે. નવાઈની વાત તો એ છે કે લોકો આ વાયરલ પોસ્ટને સાચી માની તેને ધડાધડ આગળ શેયર કરી રહ્યા છે.

આવો દાવો કરવામાં આવ્યો છે

આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ” કપૂર, લવિંગ અને અજમાનું મિશ્રણ બનાવી તેના પર નિલગીરીના તેલના થોડા ટીપાં નાખી એક પોટલી બનાવી લો, આ પોટલીને તમે તમારા કામકાજ દરમિયાન વારંવાર સૂંઘતા રહો, આમ કરવાથી તમારા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહેશે. આ પ્રકારની પોટલી લદ્દાખ ફરવા માટે આવતા પર્યટકોને આપવામાં આવે છે કારણ કે ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે ”

પોસ્ટમાં કરવામાં આવેલ દાવો ખોટો છે

image source

આ પોસ્ટમાં જે દાવો કરવામાં આવ્યો છે તે સાચો છે કે ખોટો તે જાણવા માટે જ્યારે નિષ્ણાંત ડોકટરો સાથે વાત કરવામાં આવી તો તે નવાઈ પમાડે તેવી હતી. ડોકટર અનુજા લકરા કે જેઓ મનીપાલ હોસ્પિટલમાં ઇન્ટરનલ મેડિસિન ડિપાર્ટમેન્ટમાં કન્સલ્ટન્ટ છે તેઓએ જણાવ્યું કે ઉપરોક્ત દાવો 100 ટકા ખોટો છે. આવો કોઈ નુસખો ઓક્સિજન લેવલ વધારવામાં મદદ કરે તેવું સાબિત નથી.

ઓક્સિજન લેવલ જાળવી રાખવા માટે આ કસરત કરવી

image source

ડોકટર અનુજા લકરાએ જણાવ્યું હતું કે કોઈપણ સ્વસ્થ માણસ જો તેના શરીરનું ઓક્સિજન લેવલ જાળવી રાખવા માંગે તો તે એરોબિક્સ એક્સરસાઇઝ કરે. જેમ કે સ્વિમિંગ, જોગિંગ, દોરડા કુદ, સાયકલિંગ વગેરે.. તેઓએ જણાવ્યું કે એરોબિક્સ એક્સરસાઇઝના કારણે ઓક્સિજન સારી માત્રામાં શરીરમાં પહોંચે છે અને તેનાથી હદય તેમજ ફેફસા મજબૂત બને છે.

લોકોને એક સલાહ

હાલના દિવસોમાં સોશ્યલ મીડિયા પર અલગ અલગ પ્રકારના મેસેજ અને પોસ્ટ વાયરલ થઈ રહ્યા છે જેમાં કોરોના બીમારીથી રક્ષણ માટેના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમે વાંચકોને વિનંતી કરીએ છીએ કે આવા કોઈપણ નુસખાને તમે જાણો અને સમજો પરંતુ તેના પર અમલ કરતા પહેલા એક વખત ડોકટર કે કોઈ નિષ્ણાંતની સલાહ અવશ્ય લેજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *