શું તમારે લેવી છે Covid- 19 વેક્સિન? તો આ એપની મદદથી જાણી લો તમારી નજીક ક્યાં આવેલું છે વેક્સિનેશન સેન્ટર

આખા દેશમાં કોરોના વાયરસ વેક્સિન (Coronavirus Vaccine)નું બીજું ચરણ આખા દેશમાં તા. ૧ માર્ચ, ૨૦૨૧ના દિવસથી શરુ થઈ ગયું છે તો એવામાં હવે આપ પોતાના ઘરે બેઠા બેઠા આ જાણી શકો છો કે, આપના ઘરની આસપાસ કોરોના વાયરસની રસી ક્યાં મુકવામાં આવી રહી છે. એના માટે આપને કોઈને પૂછવાની કે પછી જાણકારી લેવાની જરૂરિયાત છે નહી,ઉપરાંત આપને મોબાઈલ દ્વારા જ એના વિષે જાણકારી મેળવી શકો છો. મેપ માય ઈન્ડિયા મુવ (mapmyindia Move) એપની મદદથી આપ કોરોના વાયરસના વેક્સિનેશન સેન્ટરની લોકેશન વિષે જાણી શકો છો.

image source

આપને જણાવી દઈએ કે, આ એપની મદદથી કોરોના વાયરસ વેક્સિનના સેન્ટર ક્યાં ક્યાં આવેલા છે એના વિષે પૂરી જાણકારી આપવામાં આવી છે. તો હવે આપના પોતાના કોઇપણ પરિવારના સભ્યને વેક્સિન મુકાવવા માટે વેક્સિનેશન સેન્ટર વિષે સરળતાથી જાણી શકશે.

પોર્ટલ અને એપ પર આપવામાં આવી છે પૂરી જાણકારી.

મેપ માઈ ઈન્ડિયાના પોર્ટલ Https://maps.mapmyindia.com અને https://mapmyindia.com/move એપ પર આખા દેશના નજીકના કોરોના વાયરસ વેક્સિનેશન સેન્ટરની જાણકારી આપવામાં આવી છે.

image source

આપને જણાવી દઈએ કે, મીનીસ્ટ્રી ઓફ હેલ્થ તરફથી તમામ સેન્ટરની આખી લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે અને એને મેપ માઈ ઈન્ડિયાની એપ પર મેપ કરવામાં આવ્યા છે, જેનાથી આપને બધી જ જાણકરી પ્રાપ્ત થઈ જશે. મેપ માઈ ઈન્ડિયા મુવ દ્વારા કોરોના વાયરસની વેક્સિન ક્યાં લગાવવામાં આવી રહી છે, જેને જાણવું ખુબ જ સરળ છે.

image source

આવી રીતે લોકેશન વિષે જાણો-

-આપને mapmyindia Move એપને ઇન્સ્ટોલ કરવાની છે.

image source

-ત્યાર બાદ કોવિડ- 19 વાળા સેક્શનમાં જઈને આપે પોતાની લોકેશન નાખવાની છે.

-ત્યાર બાદ આપને તરત જ પોતાના ઘરની નજીકના કોરોના વાયરસ વેક્સિનેશન સેન્ટર વિષે જાણકારી મળી જશે.

image source

આપને જણાવી દઈએ કે, MapmyIndiaના મેપમાં ભારતના અંદાજીત બધા ૭.૫ લાખ ગામડાઓ, ૭૫૦૦ કર“તા વધારે શહેરોના રસ્તા, બિલ્ડીંગને કવર કરે છે આ સાથે જ આખા દેશના તમામ ૬૩ લાખ કિલોમીટર રોડ નેટવર્કની ડીટેલ આપવામાં આવી છે મેપ માઈ ઈન્ડિયા અંદાજીત ૩ કરોડ જેટલા સ્થાનોની જાણકારી ઉપલબ્ધ કરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!