શું તમારા પેઢામાંથી પણ નિકળે છે લોહી? તો આ તકલીફમાંથી છુટકારો મેળવવા કરો આ વસ્તુનું સેવન, થઇ જશે રાહત

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે વિટામિન-સી એ હૃદયરોગ થવાની સંભાવનાઓને ઘટાડે છે. હાઈ બ્લડપ્રેશરનું સંચાલન કરવામા સહાયતા મળી રહે છે. શરીરમા લોહતત્વની ઉણપને અટકાવવામા સહાયતા મળી રહે છે અને લોહીમા યુરિક એસિડના સ્તરમા ઘટાડો થાય છે પરંતુ, શું તમે જાણો છો કે, વિટામિન-સી અનેકવિધ લાક્ષણિકતાઓવાળા તમારા મૌખિક સ્વાસ્થ્ય માટે અનેકવિધ રીતે ફાયદાકારક છે? વિટામિન-સી થી ભરપૂર ભોજન પેઢામાથી લોહી નીકળવાની સમસ્યાને અટકાવી શકે છે.

image source

જો તમારા પેઢામાથી લોહી નીકળી જતુ હોય તો તમારે દિવસમા બે વાર બ્રશ અવશ્યપણે કરવુ જોઈએ કારણકે, તે જીંજીવાઇટિસની સમસ્યાનુ પ્રારંભિક લક્ષણ હોય શકે છે. જો કે, આ સિવાય આપણા શરીરમા વિટામિન-સીનો અભાવ હોય ત્યારે પણ ઘણીવાર પેઢામાથી લોહી નીકળવાની સમસ્યા જોવા મળે છે.

image source

જ્યારે પણ કોઈ વ્યક્તિને દાંત અથવા પેઢામાથી લોહીની સમસ્યા ઉદ્ભવતી હોય છે ત્યારે એવુ કહી શકાય છે કે, તે વ્યક્તિ વ્યવસ્થિત રીતે બ્રશ નથી કરતો અથવા તો તે વધારે વખત બ્રશ કરે છે પરંતુ, આ વાત જાણવી તમારા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે કે, પેઢામાંથી લોહી બહાર શા માટે નીકળે છે? શું તમારા શરીરમા વિટામીન-સી તેની ઉણપનુ સંભવિત કારણ છે? ચાલો આ તમામ બાબતો વિશે માહિતી મેળવીએ.

image source

જો વિટામીન-સીની ઉણપથી તમને પેઢામાંથી લોહી નીકળે છે તો વિટામિન-સી થી ભરપૂર વસ્તુઓનુ સેવન તમને આ સમસ્યામાથી મુક્તિ મેળવી શકે છે. એક અભ્યાસ મુજબ પેઢામાથી લોહી નીકળવુ અથવા તો આંખમાંથી લોહી નીકળતુ હોય તો તેને રેટિનલ હૈમરેજિંગની સમસ્યા તરીકે ઓળખવામા આવે છે. જો તમે તમારા રોજીંદા ભોજનમા વિટામીન-સી યુક્ત વસ્તુઓનુ સેવન કરો છો તો તમને અનેકવિધ બીમારીઓમાંથી મુક્તિ મળી શકે છે.

image source

જે લોકો ૧૮-૬૫ વર્ષની વચ્ચેની વય ધરાવતા હોય છે તો તેવા લોકોએ નિયમિત ૪૦ મિલિગ્રામ વિટામિન-સી સેવન કરવુ અત્યંત આવશ્યક છે. વિટામિન-સી એ શરીરમાં સંગ્રહિત કરી શકાતુ નથી. તેથી, તમારે રૂટીન ડાયટમા અમુક વસ્તુઓનો સમાવેશ અવશ્યપણે કરવો પડે છે.

image source

આ વસ્તુઓ જેમકે, નારંગી, મોસંબી, લીંબુ, આમળા, કીવી જેવા અનેકવિધ ખાટા ફળો તથા પપૈયા, બ્લેકકોરન્ટ, કેપ્સિકમ, સ્ટ્રોબેરી, બ્લેકબેરી, બ્લુબેરી, રાસબરી,બ્રોક્લી વગેરે જેવા ફળોનુ સેવન તમારા માટે લાભદાયક સાબિત થઇ શકે છે. આ સિવાય અન્ય વિટામિન્સનુ સંતુલન પણ તમારા શરીરમા જળવાઈ રહે, તે અત્યંત આવશ્યક છે. જો તમારા શરીરમા દરેક પોષકતત્વનુ પ્રમાણ યોગ્ય માત્રામા એટલે કે સંતુલિત રહે તો તમને શરીરમા કોઈપણ પ્રકારની સમસ્યા સર્જાતી નથી અને તમારુ શરીર નીરોગી અને તંદુરસ્ત રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત