શું તમે જાણો છો આ ત્રણ મોટી ભૂલોથી ગુમાવી શકો છો તમારા આંખો ની દ્રષ્ટિ, જાણો તેના વિષે વિશેષ..

મિત્રો, આખા શરીરમા આંખ એ એકમાત્ર એવુ અંગ છે કે, જે પ્રકાશ પ્રત્યે ખુબ જ વધારે પડતુ સંવેદનશીલ છે. તે પ્રકાશને સંસુચિત કરીને ચેતાકોષો દ્વારા તેને ઇલેક્ટ્રો-કેમિકલ સેન્સિટુમાં રૂપાંતરિત કરે છે. ઉચ્ચ શક્તિશાળી પ્રાણીઓની આંખો એક જટિલ ઓપ્ટિકલ મિકેનિઝમ જેવી હોય છે, જે આસપાસના વાતાવરણમાથી પ્રકાશ એકત્રિત કરે છે.

image source

આંખમાં પ્રવેશતા પ્રકાશની તીવ્રતાને નિયંત્રિત કરે છે. આ લેન્સની મદદથી પ્રકાશને યોગ્ય જગ્યાએ કેન્દ્રિત કરે છે અને પ્રતિબિંબ બનાવે છે. આ ચિત્ર વિદ્યુત સંકેતોમાં રૂપાંતરિત કરે છે. આ સંકેતો ચેતાકોષો મારફતે મગજને મોકલે છે. આંખો એ પ્રકૃતિની એક અનોખી અને વિશેષ ભેટ છે, તે શરીરનો એક ખુબ જ મહત્વનો ભાગ છે.

image source

આ શરીરની બે બારીઓ છે અથવા કહી શકો છે કે, શરીર એ ફિટેડ કેમેરા જેવુ છે, જે ઘટી રહેલી ઘટનાઓને રજૂ કરે છે પરંતુ, તમે ક્યારેય આ વિચાર્યું છે કે, જો આંખ નબળી હોય અને તેની યોગ્ય કાળજી લેવામાં આવતી ના હોય તો આંખની ખામી વધે છે. અહી સુધી કે તમારા જોવાના દ્રષ્ટિકોણમા પણ અંતર આવી જાય છે.

સારો એવો સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિ પણ નજરદોષના કારણે ભેંગેપનની સમસ્યાથી પીડાઈ શકે છે. હવે પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે, આપણી આંખો કેવી રીતે સ્વસ્થ રાખવી? જો તમારે પણ તમારી આંખો સ્વસ્થ અને તંદુરસ્ત રાખવી છે તો તમારે આ ત્રણ ભૂલો ક્યારેય પણ ના કરવી.

આંખોનું ચેકઅપ :

image source

જો તમારી આંખો સ્વસ્થ અને તંદુરસ્ત હોય તો પણ તમારુ આંખોનુ રૂટિન ચેકઅપ કરાવવાનુ ભૂલશો નહીં. જે લોકો આંખો પર ચશ્મા પહેરે છે તેમણે આંખોની સાથે પોતાના ચશ્માના નંબર ચેક કરવા પણ ખુબ જ અગત્યના છે.

કોઈપણ જાતની સલાહ વિના ના લેવા આઈ ડ્રોપ્સ :

image source

ઘણા લોકો એવા પણ હોય છે કે, જે ડૉક્ટરની સલાહ વિના આંખોમા આઈ ડ્રોપ્સ મૂકે છે, જે ખૂબ જ ખોટુ છે. તેના કારણે તમારી આંખોમા એલર્જી પણ થઇ શકે છે, જે આંખોને ખરાબ કરી શકે છે. માટે હમેંશા દાક્તરની સલાહ લીધા બાદ જ આઈ ડ્રોપ્સ લેવા.

ના પહેરવા કોઈ અન્ય વ્યક્તિના ચશ્મા :

image source

ક્યારેય ભૂલથી પણ બીજા લોકોના ચશ્મા પહેરવા નહિ. જો તમે ભૂલથી પણ બીજા કોઈના ચશ્મા પહેરી લો છો તો તમને આંખ સાથે સંકળાયેલ સમસ્યાઓ ઉદ્ભવી શકે છે કારણકે, દરેક વ્યક્તિના ચશ્માનો નંબર અલગ-અલગ હોય છે, તેથી બીજી કોઈપણ વ્યક્તિના ચશ્માનો ઉપયોગ ક્યારેય પણ ના કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત