જાણો શરીરના અંગો ફડકે છે અને તે શુભ છે કે અશુભ, શાસ્ત્રોની વાતો

ઘણી વાર એવું થાય છે કે આપણે બેઠા હોઈએ અને અચાનક આપણી બંનેમાંથી એક આંખ ફડકવા લાગે છે. આ અંગે આપણે વિચારતા હોઈએ છીએ કે આવું શા માટે થતું હોય છે. આ માટે અનેક તર્ક વિતર્ક પણ કામ કરતા હોય છે. પરંતુ શાસ્ત્રોમાં તેના માટે ખાસ વાતો જણાવવામાં આવી છે. ક્યારેક આપણે આ શુભ અને અશુભને જાતે જ વિચારી લેતા હોઈએ છીએ. આજે જાણો શરીરના કયા અંગને શેની સાથે સંબંધ છે અને તેના ફડકવાથી શું થાય છે. લાભ કે નુકસાન.

image source

જો કોઈ વ્યક્તિના માથા પર એટલે કે લલાટ પર અચાનક હલચલ થાય છે તો તેને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે તેમ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. આ ઈશારો શુભફળ લઈને આવે છે.

કાનપટ્ટીની પાસે જો તમને કોઈ ફફડાટ અનુભવાય છે તો તમને મોટો ધનલાભ પણ થઈ શકે છે. આ એક શુભ ઈશારો હોઈ શકે છે.

જો તમારા માથા કે લલાટ પર ફફડાટ થાય છે તે તમને જમીન સંબંધી લાભ થઈ શકે છે. આ શુભ ફળ આપે છે.

લલાટનું ફડકવું સ્નાન લાભ આપનારો બને છે. તેનો ઈશારો શુભફળ તરફ રહે છે.

image source

જો તમારી જમણી આંખ ફડકે છે તો તમારી તમામ ઈચ્છાઓ પૂરી થાય છે. પરંચુ જો સાથે જ ડાબી આંખ પણ ફડકે છે તો વધારે ધનલાભ મળી શકે છે. આ સિવાય અન્ય કોઈ સારા કામના સંકેત પણ મળે છે. તો તે શુભ માનવામાં આવે છે.

image source

જો ફક્ત ડાબી આંખ લાંબા સમય સુધી ફડકે છે તો તમારા માટે લાંબી બીમારીના સંકેત લાવે છે. તેનાથી તમે મુશ્કેલીમાં મૂકાઓ છો અને આ સંકતે અશુભ ફળ આપનારો માનવામાં આવે છે.

જો તમારા ખભામાં ફફડાટ અનુભવાય છે તો તમારી શાનમાં વધારો થાય છે અને સાથે જ ભોગ વિલાસમાં પણ વૃદ્ધિ ના સંકેત ગણવામાં આવે છે.

જો તમારી બંને ભ્રમરોમાં ફફડાટ થાય છે તો તે પમ શુભ સંકેત આપે છે. તેનાથી તમારા સુખમાં વધારો થઈ શકે છે.

image source

જ્યારે તમારી આંખ નહીં પણ ફક્ત તેના ખૂણામાં ફફડાટ થાય છે તો તમે આર્થિક ઉન્ન્તિના સંકેત મએળવી રહ્યા છો. આ એક શુભ સંકેત શાસ્ત્રોમાં ગણાવાયો છે.

જો તમારા હોઠ ફફડી રહ્યા છે તો તમે નવા દોસ્તો સાથે મિત્રતા કરી શકો છો તેવા સંકેત મળી રહ્યા છે.

આ સિવાય તમારી જાંઘનું ફડકવું એ તમને વિજયનો સંકેત આપે છે. તેનાથી તમારી પ્રગતિ થાય છે અને સાથે જ શુભફળ પણ મળે છે.

જો તમારા હ્રદયમાં ફફડાટ થાય છે તો તમે ઈષ્ટિ સિદ્ધિ મેળવો છો અને પછી તમારી પ્રગતિને કોઈ રોકી શકતું નથી. આ શુભફળનો મોટો સંકેત માનવામાં આવે છે.

નાભિનું ફડકવું એ સ્ત્રીને હાનિ પહોંચાડે છે. શાસ્ત્રોમાં તેને અશુભ માનવામાં આવે છે. ઉદરનું ફડકવું એ કોષની વૃદ્ધિ માનવામાં આવે છે તો ગુદાનું ફડકવું એ વાહન સુખ આપે છે.

image source

જો તમારા કંઠમાં ફફડાટ થાય છે તો તમને ઐશ્વર્ય લાભ થાય છે. આ સિવાય મુખનું ફડકવું એ મિત્રનો લાભ આપે છે. ફક્ત હોટ ફડકે છે તો પ્રિય વસ્તુની પ્રાપ્તના સંકેત છે. આ તમામ અંગો તમને શુભ સંકેત આપે છે કે તમારી પ્રગતિ નક્કી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ