શું તમે જાણો છો સિનિયર સિટીઝનને ભારતમાં કેટલી બધી સુવિધાઓ મળે છે? 90 ટકા લોકો નથી જાણતા આ વિશે

વરિષ્ઠ નાગરિકોની ઉંમર, સ્વાસ્થ્ય અને સગવડને ધ્યાનમાં રાખીને સરકારે એમના માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે અને ઘણી સુવિધાઓ આપી છે. આપણામાંથી મોટાભાગના લોકોને એની સાચી અને સંપૂર્ણ જાણકારી નથી હોતી. જો તમે વરિષ્ઠ નાગરિક છે કે પછી તમારા ઘરમાં પણ કોઈ વડીલ છે તો તમે એમના માટે આ યોજનાઓ તેમજ સુવિધાઓનો લાભ ઉઠાવી શકો છો.

ઇન્કમટેક્સમાં મળનારી છૂટ.

image source

1. 60 વર્ષ કે એનાથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને ઇન્કમટેક્સમાં ખાસ છૂટ આપવામાં આવે છે. એવા વરિષ્ઠ નાગરિકોની આવક જો ત્રણ લાખ રૂપિયા સુધી છે તો એ કરમુક્તિની શ્રેણીમાં આવે છે એટલે મેં એમને 3 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ આપવાની જરૂર નથી.

2.સુપર સિનિયર સીટીઝન એટલે કે જે વરિષ્ઠ નાગરિકોની ઉંમર 80 વર્ષથી વધુ છે એમને 5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ આપવાની જરૂર નથી.

3. ઇન્કમટેક્સ એક્ટ 1961ની કલમ 80D મુજવ વરિષ્ઠ નાગરિકોને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર 30 હજાર રૂપિયા સુધીની છૂટ મળે છે.

Senior-Citizens
image source

4. જો કોઈ વરિષ્ઠ નાગરિક કોઈ ગંભીર બીમારીથી પીડિત છે તો એ સેક્સન 80DDB અંતર્ગત 60 હજાર રૂપિયા સુધીના ડિડક્શનનો લાભ ઉઠાવી શકે છે. એ સિવાય સુપર સિનિયર સીટીઝન માટે આ લિમિટ વધારીને 80 હજાર સુધી કરવામાં આવી છે.

યાત્રામાં મળનારી છૂટ.

-હવાઈ યાત્રા

image source

1. 60 વર્ષ કે એથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને મોટાભાગની સરકારી અને પ્રાઇવેટ હવાઈ કંપનીઓ ટીકીટ પર 50%ની છૂટ આપે છે.

2 બધી હવાઈ કંપનીઓના છૂટના નિયમો અને શરતો અલગ અલગ હોય છે. અમુક હવાઈ કંપનીઓ 65 વર્ષ પસાર કરી ચૂકેલા વરિષ્ઠ નાગરિકોને 50%ની છૂટ આપે છે. એટલે ટીકીટ લેતી વખતે અલગ અલગ હવાઈ કંપનીઓના છૂટના નિયમ અને શરતો વિશે પૂરેપૂરો જાણકારી મેળવી લો..

– રેલ યાત્રા.

image source

1. ભારતીય રેલવેએ પણ વરિષ્ઠ નાગરિકોને રેલ યાત્રા દરમિયાન ખાસ સુવિધાઓ આપી છે. જે પુરુષ યાત્રીઓની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોય તો એમને બધા ક્લાસની ટીકીટ પર 40%ની છૂટ આપવામાં આવી છે. એવી જ રીતે સ્ત્રી યાત્રીઓ જેમની ઉંમર 58 વર્ષ કે તેથી વધુ છે એમને બધા ક્લાસની ટિકિટમાં 50%ની છૂટ આપવામાં આવી છે.

2. વરિષ્ઠ નાગરિકો માટે સરકારે ટીકીટ રિઝર્વેશન કાઉન્ટર પર એક અલગ ટીકીટ કાઉન્ટર બનાવ્યું છે જેથી એમને બાકી લોકોની જેમ લાંબી લાંબી લાઈનમાં ઉભું ન રહેવું પડે.

3. સરકારે મુખ્ય સ્ટેશનો પર વરિષ્ઠ નાગરિકો માટે વહીલ ચેરની સુવિધાઓ પણ આપી છે

બસ યાત્રા.

image source

1. વરિષ્ઠ નાગરિકોને સુવિધા આપવા માટે અમુક રાજ્યોની સરકારોએ અને ત્યાંના નગર નિગમ પાલિકાઓએ એમને બસ ભાડામાં છુટ આપી છે.

2. ત્યાં સુધી કે એમના માટે બસમાં અમુક સીટ પણ રિઝર્વડ હોય છે.

વ્યાજદરમાં મળનારી છૂટ.

image source

1. રિટાયરમેન્ટ પછી વરિષ્ઠ નાગરિક બેંકમાં ફિક્સ્ડ ડિપોઝીટ્સ કરવું વધુ પસંદ કરે છે જેથી ફિક્સ્ડ ડિપોઝીટ્સ પર મળનારૂ વ્યાજથી એમને વધુ આવક મળે છે.

2. બેન્ક પણ એમની આ સુવિધાને ધ્યાનમાં રાખીને સમય સમય પર નવી યોજનાઓ લાગુ કરતી રહે છે જેનાથી વરિષ્ઠ નાગરિકોને એમના દ્વારા કરવામાં આવેલ રોકાણ પર વધુમાં વધુ વ્યાજ મળી શકે.

3. જો કોઈ વરિષ્ઠ નાગરિકને લોનની જરૂર છે તો બેન્ક એમને ફિક્સ્ડ ડિપોઝીટ પર લોન પણ આપે છે. બેન્ક વરિષ્ઠ નાગરિકોને સામાન્ય ગ્રાહકોની સરખામણીમાં ઓછા વ્યાજદરે લોન આપે છે.

4. બધી બેંકોના વ્યાજદર અલગ અલગ હોય છે, એટલે લોન લેવા માટે પહેલા વ્યાજ દરની જાણકારી મેળવી લો.

ખાસ યોજનાઓમાં મળનારી છૂટ.

સરકારે વડીલોના સ્વાસ્થ્ય અને સગવડને ધ્યાનમાં રાખીને અમુક સિનિયર સીટીઝન વેલફેર સ્કીમ્સ લાગુ કરી છે, જે આ પ્રકારે છે.

image source

1. નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીએ 60- 80 ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે વરિષ્ઠ મેડીકલેમ પોલિસિફ આપી છે. એના અંતર્ગત હોસ્પિટલમાં એડમિટ થવા માટે વધુમાં વધુ વિમાની રકમ 1 લાખ રૂપિયા અને ગંભીર બીમારી માટે 2 લાખ રૂપિયા છે.

2. એલઆઇસીએ પણ વરિષ્ઠ નાગરિકો માટે વરિષ્ઠ પેંશન વીમા યોજના 2017 લાગુ કરી છે. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિક આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. આ યોજના અંતર્ગત એલઆઇસી ગેરંટી સાથે 10 વર્ષ માટે 8% રીટર્ન આપશે.

વરિષ્ઠ નાગરિક આ પેંશન યોજનામાં સાડા સાત લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. એ માસિક, ત્રિમાસિક, છ માસિક અને વાર્ષિક આધાર પર ભૂગતાનનો વિકલ્પ પસંદ કરી શકો છો.

3.કેન્દ્ર સરકારે વડીલો માટે પ્રધાનમંત્રી વય વંદન યોજના શરૂ કરી છે. વરિષ્ઠ નાગરિકો માટે શરૂ કરવામાં આવેલી આ યોજનામાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો રોકાણ કરી શકે છે. વડીલ રોકાણકારો આ યોજનામાં 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે.

એ અંતર્ગત એમને 10 વર્ષ સુધી 8% વાર્ષિક રીટર્નની ગેરંટી સાથે પેંશન આપવામાં આવી છે.

ટેલિફોન બીલમાં મળનારી છૂટ.

image source

1. બીએસએનએલમાં 65 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને પ્રાથમિકતાના આધાર પર ટેલીફોનનું રજિસ્ટ્રેશન કરાવવાને હકદાર છે.

2. વરિષ્ઠ નાગરિક જો પોતાના નામ પર ટેલિફોન રજીસ્ટર કરાવે છે તો એના પર કોઈ રજિસ્ટ્રેશન ચાર્જ નહિ લાગે.

3. એમટીએનએલ લેન્ડલાઈન ટેલિફોન લગાવવા માટે 64 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે ઈન્સ્ટોલેશન ચાર્જીસ અને એની મન્થલી સર્વિસ પર 25%ની છૂટ મળે છે.

વરિષ્ઠ નાગરિકોને મળનારી અમુક અન્ય સુવિધાઓ.

image source

1.બેંકમાં રોકડ જમા કરાવવા અને ઉપાડવા માટે વડીલો માટે અલગ લાઇન હોય છે

2. મોટાભાગની બેંકોમાં વડીલો માટે ખાસ એકાઉન્ટ છે જેમાં એમના માટે વરિષ્ઠ નાગરિક કાર્ડ આપવા, વધુ વ્યાજદર, બ્રાન્ચમાં પ્રાથમિક સેવા વગેરે જેવી સેવાઓ ઉપલબ્ધ છે.

3. 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિક પોતાના કેસની પહેલી સુનવણી માટે અદાલત સામે અપીલ કરી શકે છે.

4. પાસપોર્ટ વિભાગ વરિષ્ઠ નાગરિકોને પોસ્ટ પાસપોર્ટ વેરીફિકેશનના આધાર પર પાસપોર્ટ આપી શકે છે. જો એ પોતાના આવેદન પત્રની સાથે એક વધુ દસ્તાવેજ તરીકે વિદેશમાં રહેનાર પોતાના બાળક( 18 વર્ષથી વધુ)નો પાસપોર્ટની એક કોપી જમા કરાવે તો.

5. સરકારી હોસ્પિટલમાં ડોકટરને બતાવવા માટે કરવામાં આવતા રજિસ્ટ્રેશન અને તપાસ કરાવવા માટે વડીલો માટે અલગ લાઇન હોય છે. એમને સામાન્ય દર્દીઓની સાથે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત