શું તમે જાણો છો ઓછી નીંદરના કારણે થતા શરીરને આ નુકશાન વિશે? નહિ તો આજે જાણો…

મિત્રો, આપણે સૌ એ વાત ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે, આપણા સ્વાસ્થ્ય માટે ઊંઘ એ કેટલી મહત્વપૂર્ણ છે? જો તમે નિરંતર ઓછુ સુવો છો, તો તે તમારા સ્વાસ્થ્ય પર ખુબ જ ખરાબ અસર કરે છે અને જ્યારે તમને ઊંઘ ખુબ જ ઓછી આવે છે, તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ જીવલેણ સાબિત થઇ શકે છે. તો ચાલો આજે આ અંગે આપણે થોડી વિસ્તૃત ચર્ચા કરીએ કે, કેવી રીતે ઓછી ઊંઘ એ આપણા સ્વાસ્થ્યને અસર કરે છે? ચાલો જાણીએ.

image source

જો તમે નિયમિતપણે ઓછી ઊંઘ લેવા લાગ્યા છો, તો તે તમારી યાદશક્તિને ખુબ જ ખરાબ રીતે અસર કરે છે. જો તમે નિરંતર ઓછી ઊંઘ લઇ રહ્યા છો તો તે તમારી યાદશક્તિને ખુબ જ અસર કરશે અને તમે એકાએક તમારી વસ્તુઓ ભૂલી જશો. જ્યારે ઊંઘ યોગ્ય રીતે પૂરી ના થાય ત્યારે તમારુ મગજ ખૂબ જ થાકી જાય છે અને તેના કારણે તમારુ મૂડ પણ ખરાબ હોય શકે છે. એકાએક તમારા મૂડમા પરિવર્તન આવે છે. તમને આવનાર સમયમા તણાવનો અનુભવ થઇ શકે છે.

image source

આ સિવાય કોઈપણ બીમારી સામે રક્ષણ મેળવવા માટે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી એ અત્યંત આવશ્યક છે પરંતુ, જો તમે યોગ્ય ઊંઘ ના લો તો તેની સીધી જ અસર તમારી રોગપ્રતિકારક શક્તિ પર પડે છે. પ્રવર્તમાન સમયમા બીમારીઓનુ પ્રમાણ ખુબ જ વધી ગયુ છે. શરદી, ઉધરસ અને તાવ વગેરે જેવી બીમારીઓનુ પ્રમાણ ખુબ જ વધારે હોય છે અને તેના કારણે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ સામે તમે લડી શકતા નથી.

image source

જે લોકો ઊંઘ ખુબ જ ઓછી આવે છે તેમના લોહીમા શર્કરાનું સ્તર ખુબ જ વધારે હોય છે. આ લોકોને ડાયાબિટીસની સમસ્યા થવાનુ જોખમ પણ ખુબ જ વધારે હોય શકે છે. ઊંઘના અભાવે તમને ચક્કર પણ આવી શકે છે તથા તમે થાક પણ અનુભવી શકો છો.

image source

તમે કોઈપણ કાર્ય કરીને ઝડપથી થાક અનુભવશો. તેથી, સક્રિય રહેવા માટે યોગ્ય ઊંઘ લેવી અત્યંત આવશ્યક છે. જો તમે સંપૂર્ણપણે ઊંઘ ના લેતા હોવ તો તેની સીધી જ અસર તમારી સુંદરતા પર પણ થાય છે. ઓછી ઊંઘના કારણે તમારી આંખોની નીચે કાળા કુંડાળાઓ પણ થાય છે અને તમારો ચહેરો સાવ થાકેલો અને નિસ્તેજ બની જાય છે. માટે આવી કોઈ સમસ્યા ના થાય તેના માટે દરરોજ કમ સે કમ ૭ કલાકની ઊંઘ લેવી જ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત