શું તમે જાણો છો કે મહિલાઓના નામે ઘર ખરીદવાથી મળે છે આ 3 મોટા ફાયદા, જાણી લો તમે પણ

કોરોના મહામારીએ અનેક વાતો બદલી છે. તેમાં તમે ઘર ખરીદવાને પણ સામેલ કરી શકો છો. ઘર ખરીદવાને લઈને લોકોની અલગ અલગ માનસિકતા પણ સામેલ છે. મહામારીના કારણે ઘરને લઈને લોકોની પ્રાથમિકતા પણ સતત બદલાઈ રહી છે. એક વર્ષ પહેલા સુધી અનેક લોકોને માટે ઘર ખરદીવાનું લક્ષ્ય વધ્યું હતુ પણ હવે તે પ્રાથમિકતા બન્યું છે. આજકાલ દરેક વ્યક્તિ પોતાના ઘરને માટે વિચાર કરી રહ્યા છે. સામાન્ય રીતે ઘર એક એવું રોકાણ છે જેનો નિર્ણય સમજી વિચારીને અનેક રિસર્ચ બાદ લેવાય છે. પરંતુ હાલમાં કોરોના મહામારીના સમયમાં તેના કારણે ઘરમાં વીતાવાતા સમયમાં વધારો થયો છે. આ સાથે જ એક નવા વિચાર અને નવી સ્થિતિને જન્મ મળ્યો છે. મકાન ખાસ કરીને પરિવારના પુરુષના નામે હોય છે. બદલાતા સમયમાં સામાજિક પ્રથાને બદલી દીધી છે. આ સમયે મહિલાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

તમને જાણીને નવાઈ લાગશે કે દેશમાં 77 ટકા મહિલાઓ ઘર ખરીદે છે

image source

પ્રોપર્ટી કન્સલ્ટન્સી ફર્મ એનોરોકના રિપોર્ટ અનુસાર દેશમાં 77 ટકા મહિલાઓ ઘર ખરીદી ચૂકી છે. આ સિવાય રિયલ એસ્ટેટ ખરીદવાના કેસમાં લગભગ 74 ટકા મહિલાઓ નિર્ણય લે છે.

image source

આ દિશામાં પગલા વધારવાની સાથે નિયામક અને નીતિ નિર્માતાઓને નાણાંકીય મદદ સરળતાથી મળી રહે છે અને સાથે અનેક પ્રકારની છૂટ પણ મળે છે. આ સાથે જો કોઈ મકાન પરિવારની કોઈ મહિલા સભ્યના નામે લેવાય છે તો તેમાં કુલ 3 પ્રકારના ફાયદા તમને મળે છે.

ઓછો વ્યાજ દર

હાઉસિંગ ફાઈનાન્સ સંસ્થા મહિલાઓને માટે વ્યાજ દર અન્ય લોકોને માટે 0.5-5 ટકાનો દર નક્કી કરાયો છે. કેટલાક હાઉસિંગ ફાયનાન્સ કંપનીએ મહિલાઓના ઉદ્દેશ્ય અને આવકના અનુસાર વિશેષ લોન સ્કીમ પણ બનાવી છે. લોન વધારે હોય તો 0.5 – 5 ટકાની થૂટ પણ મહત્વની રહે છે.

ટેક્સમાં છૂટ

image source

મહિલાઓના નામ પર કે જોઈન્ટમાં ઓનરશીપમાં લોન લેવાથી પરિવારની આવક પર વધારે ટેક્સ લાભ મળી શકે છે. જો પત્નીની આવકનો સોર્સ અલગ છે તો હપ્તા ભરવામાં ટેક્સ છૂટ પતિ – પત્ની બંને લઈ શકે છે. એટલે કે વધારે રોકાણ વિના બમણો ટેક્સ લાભ મળી શકે છે.

સ્ટેમ્પ ડ્યૂટીની છૂટ

અનેક રાજ્યો મહિલાઓના નામે પ્રોપર્ટીની રજિસ્ટ્રી કરાવવા માટે સ્ટેમ્પ ડ્યૂટીમાં છૂટ આપે છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં મહિલાઓ અને મહિલા પુરુષોને માટે રજિસ્ટ્રી દર પુરુષોને માટે નક્કી રજિસ્ટ્રી દરની સરખામણીના આધારે 2-3 ટકા ઓછા છે.

image source

આ વાતોથી અલગ પ્રતિકાત્મક રીતે એ પણ મહત્વનું છે. પોતાના નામ પર મકાન હોવું અને પરિવારની મહિલા સભ્યોને માટે સશક્તિકરણ પણ એક માધ્યમ છે. આ તેમને એક આત્મવિશ્વાસ આપે છે અને સાથે જ ભવિષ્યમાં આવકનો એક સોર્સ પણ સાબિત થઈ શકે છે.