બાળકના જન્મ બાદ આ દેશોમાં ઉજવવામાં આવે છે આવી વિચિત્ર પરંપરા, વાંચીને તમે પણ દંગ રહી જશો…

મિત્રો, જ્યારે પણ ઘરમા કોઈ નાના એવા મહેમાનનુ આગમન થાય છે એટલે કે કોઈપણ ઘરમા નાના બાળકની કિલકારીઓ ગુંજે તો ત્યારે ઘરના સદસ્યો અને બધા જ સગા-સંબંધીઓ આ ક્ષણને ખૂબ જ આનંદ સાથે ઉજવે છે. આ ઉપરાંત અનેકવિધ પ્રકારની ધાર્મિક વિધિઓ પણ નિભાવવામા આવે છે અને આ બાળકને અનેકવિધ લોકો આશીર્વાદ અને શુભેચ્છાઓ પણ આપવા માટે આવે છે.

image source

નવજાત શિશુ અને તેની માતાને ઘરના વડીલો ઘણા બધા આશીર્વાદ આપે છે. જ્યારે પણ બાળકનો જન્મ થાય છે ત્યારે દરેક વ્યક્તિ પોતપોતાના ધર્મ અને રીતિરિવાજ પ્રમાણે આ ક્ષણને ઉજવે છે. આપણા દેશમા પણ બાળકના જીવનને લાંબુ બનાવવા માટે અનેકવિધ પ્રકારના પગલા લેવામાં આવે છે.

image source

આવા કિસ્સાઓમા વિદેશમા રહેતા લોકો ખૂબ પાછળ નથી. બાળકની આયુષ્ય વધારવા માટે અમુક વિધિઓ વિદેશમા પણ નિભાવવામા આવે છે. અલબત્ત તમને આ વિધિઓ વિચિત્ર લાગી શકે છે પરંતુ, લોકો માને છે કે આમ, કરવાથી બાળકનુ જીવન લાંબુ તકે છે અને તેના જીવનમા કોઈપણ સમસ્યા આવતી નથી. આજે અમે તમને આ વિધિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણીએ.

આ અંગે વાત કરીએ તો સૌથી પહેલી વાત આવે છે પાડોશી દેશ ચીનની. અહી જે કોઈપણ બાળક જન્મ લે છે, તે અંગે એક વિચિત્ર પરંપરા છે. આ દેશની પરંપરા મુજબ જ્યારે પણ કોઈ સ્ત્રી બાળકને જન્મ આપે છે, ત્યારે તેણે તેના ત્રીસ દિવસ પરિવારથી દૂર રહેવુ પડે છે એટલે કે, તે કોઈને પણ મળી શકતી નથી.

image source

ફક્ત એટલુ જ નહીં તેના સ્નાન પર પણ પ્રતિબંધ છે. ત્યારબાદ આ યાદીમા બીજુ નામ આવે છે જાપાનનુ. અહીં પણ એક વિશેષ પરંપરા છે. આ દેશના લોકો ગર્ભનાળને લાખના ડબ્બામા સાચવીને રાખે છે. માતા અને બાળક નાળ દ્વારા એકબીજા સાથે જોડાયેલ હોય છે, તેથી બાળકના જન્મ પછી તેને સાચવીને રાખવાનો એક રિવાજ પણ છે.

image source

ઇન્ડોનેશિયાના બાલીમાં એક વિચિત્ર પરંપરા છે, જે મુજબ જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે તેને ત્રણ મહિના સુધી જમીનને સ્પર્શવાની છૂટ નથી. આવી સ્થિતિમા માતા તેને ત્રણ મહિના સુધી ખોળામાં રાખે છે. આની પાછળ એક માન્યતા છે કે, આમ કરવાથી બાળકનો સંપર્ક અન્ય વિશ્વ સાથે રહે છે.

નાઇજિરીયા વિશે વાત કરીએ તો અહી બાળકની પ્લેસેન્ટાને અનાદર માનવામા આવે છે. આફ્રિકન દેશોમા તે બાળકનો જોડિયા ભાઈ માનવામા આવે છે તેથી, તેને દફનાવવામાં આવે છે. જ્યારે આ કાર્ય થાય છે ત્યારે દરેક જણ શોક કરે છે એટલે કે પ્લેસેન્ટા દફનાવવામાં આવે છે. તે ઝાડ નીચે દફનાવવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત