શું તમે જાણો છો આ યંત્રના પૂજન માત્રથી થશે બધા અધૂરા કાર્યો પુરા, મળશે અઢળક ધનલાભ..

મિત્રો, વિશ્વનો દરેક વ્યક્તિ એવી ઈચ્છા ધરાવતો હોય છે કે, તેનુ જીવન એકદમ આરામથી પસાર થાય અને આ માટે તે દિવસ-રાત પરિશ્રમ કરે છે. આ માટે તે પોતાના તરફથી તમામ પ્રયાસ કરતો હોય છે. કોઈપણ કાર્યમા સફળતા મેળવવી એ દરેક વ્યક્તિના ભાગ્યમા નથી હોતુ. તમે જોયુ જ હશે કે, અમુક લોકો એટલો અથાગ પરિશ્રમ કરે તેમછતા પણ સફળતા તેમનાથી ખુબ જ દૂર રહે છે.

image source

જો તમને નિરંતર સફળતા મળે નિરાશા તો વ્યક્તિ ખુબ જ નિરાશ થાય છે. આ નિરાશામા તો ક્યારેક તે જીવન જીવવાનુ પણ ભૂલી જાય છે અને અમુક લોકો તો ખોટી અંધશ્રદ્ધા અને વહેમમા પણ ફસાઇ ચુક્યા છે. આના કારણે લોકો ઢોંગીઓના ચક્કરમા ફંસાઈ જાય છે અને આવા લોકોને તમે ખુબ જ સરળતાથી લુંટી પણ શકો છો. આવા ચક્કરમા ફંસાઈ જતા લોકો ક્યારેય પણ તે ચક્રવ્યુહમાથી બહાર નીકળી શકતા નથી.

image source

આપણા જ્યોતિષશાસ્ત્રમા દરેક સમસ્યાનું સમાધાન દર્શાવવામા આવ્યુ છે. પ્રાચીન ગ્રંથોમાં મંત્રને દેવતાઓનુ મન અને યંત્રને શરીર જણાવવામા આવી રહ્યુ છે. આ યંત્ર સિદ્ધ થવાથી તમારા પર ઇશ્વરની અસીમ કૃપા બની રહે છે. આનાથી મનુષ્યના તમામ કામોને સિદ્ધ કરવાની શક્તિ મળી રહે છે. આ યંત્રથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરી શકાય છે.

image source

આ “શ્રી યંત્ર” એ યંત્રોમાં શ્રેષ્ઠયંત્ર પણ કહેવામા આવે છે. આ યંત્રના પ્રમુખ અધિષ્ઠાત્રી માતા ત્રિપુરા સુંદરીને માનવામા આવે છે. રવિપુષ્ય, ગુરુપુષ્ય નક્ષત્ર અથવા અન્ય શુભ સમયમાં રજત, તાંબુ આ સાધનને સોના અથવા ભોજપત્ર પર બનાવો. ત્યારબાદ આ યંત્રની પ્રાણ પ્રતિષ્ઠા કરીને માતા ત્રિપુરા સુંદરીનુ ધ્યાન ધરો.

image source

ત્યારબાદ કમળ અથવા રુદ્રાક્ષની માળા રાખીને તેનુ મંત્રોચ્ચારણ કરો. આ યંત્રની ઉપાસનાથી તમારા દુ:ખ-દર્દ અને ગરીબી દૂર થાય છે અને માતા લક્ષ્મીજીનો ઘરે વાસ થાય છે. આ યંત્ર વિશે એવુ કહેવામા આવે છે કે, તેની સાથે માતા સરસ્વતીની પૂજા પણ કરવામા આવે છે.

જો તમારી અભ્યાસમા તમારી એકાગ્રતા વધારે પડતી ના રહેતી હોય અથવા તો શિક્ષણમા ગ્રહોની ખામીને કારણે કોઈપણ પ્રકારની ખલેલ પહોંચે એમ હોય તો આ યંત્રને રવિ પુષ્ય, ગુરુપુષ્ય નક્ષત્ર, વસંત પંચમી અથવા અન્ય શુભ મુહૂર્તમા ભોજપત્ર અથવા તાંબાની થાળી પર દાડમની કલમથી બનાવો. આ યંત્ર નિર્માણ પછી નીચે દરરોજ સરસ્વતી માની પૂજા કરો.

image source

યંત્ર રાખતા પહેલા આ બાબતો અંગે વિશેષ સાવચેતી રાખવી. ઘરમા ફક્ત એક જ શ્રી યંત્ર રાખવુ, એકથી વધારે ના રાખવા જોઈએ. આ ઉપરાંત યંત્રને એક એવી જગ્યાએ રાખો કે જ્યાંથી તે અંદરની તરફ આવતુ દેખાય. આ સિવાય ઘરના મુખ્ય દરવાજાની પાસે ક્યારેય પણ આ યંત્ર રાખવુ જોઈએ નહિ. આ સિવાય જો ઘરના મંદિરમા જ આ યંત્રની સ્થાપના કરવામા આવે તો તે લાભદાયી સાબિત થાય છે. આ યંત્રની નિયમિત પૂજા થવી જોઈએ. માત્ર આ યંત્ર રાખવાથી લાભ નહી થાય.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ