શું તમે જાણો છો આ ફંગસ વિશે? જે છે દુનિયાની સૌથી મોંધી, જાણો એવું તો શું છે ખાસ

કોરોના બાદ હવે દેશમાં એક નવા રોગની ચર્ચા વધી ગઈ છે અને તે છે બ્લેક ફંગસ (મ્યુકોરમાઇકોસિસ) ફંગસનું એ રૂપ જે જાનલેવા બની ગયું છે. આ બીમારીને લઈને લોકોમાં ડરનો માહોલ બનતો જાય છે. એટલું જ નહીં બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસ પણ ચર્ચામાં આવી ગયું છે. આ ફંગસને કારણે લોકોનું સ્વાસ્થ્ય પ્રભાવિત થઇ રહ્યું છે.  જોકે, કેટલાંક એવા ફંગસ પણ છે જેનો ઉપયોગ જડી બૂટી બનાવવા માટે પણ ઉપયોગ થયા છે. તે જીવન માટે ઘણી જ મહત્વની છે. એવામાં આજે તમને એવા ફંગસ અંગે જણાવવા જઈ રહ્યા છી જે લાખો રૂપિયામાં વેચાય છે. આ દુનિયાની સૌથી મોંઘી ફંગસ છે. શંકુ આકારની આ જડીબુટ્ટી સામાન્ય રીતે 11,500 ફૂટની ઊંચાઈ પર મળી રહે છે. એટલે કે ત્રણથી પાંચ કિલોમીટરની ઊંચાઈવાળા વિસ્તારોમાં મળી રહી છે.

Caterpillar Fungusની કિંમત

image source

પહાડી વિસ્તારોમાં મળી આવતી આ ફંગસનું નામ છે Caterpillar Fungus. માહિતી મુજબ 1 કિલો કેટરપિલર ફંગસની કિંમત લગભગ 20-30 લાખ રૂપિયા છે. ભારતમાં તેને કીડા જડી, યારશાગુંબા અથવા હિમાલયન વિયાગ્રાના નામે ઓળખાય છે.

ફંગસનું નામ

image source

આ ફંગસ એક ખાસ કીડાના કેટરપિલર ને મારીને તેની ઉપર પેદા થાય છે. આ જડીનું વૈજ્ઞાનિક નામ કોર્ડિઍપ્સ સાઈનેસિસ છે. વિદેશમાં આ ફંગસની ઘણી માંગ રહે છે. ભારત ઉપરાંત નેપાળ અને ચીનમાં તે મળી આવે છે.

ભારતમાં પ્રતિબંધિત છે કીડા જડી

કીડા જડી નેપાળ અને ચીનના અનેક વિસ્તારોમાં સ્થાનિક લોકો રોજી રોટીનો મુખ્ય સ્ત્રોત છે. એક મીડિયા રિપોર્ટ મુજબ ભારતમાં તેને ખાનગી રીતે વેચવામાં આવે છે. કારણ કે ભારતમાં આ ઔષધિ પ્રતિબંધિત છે.

ક્યાં થાય છે ઉપયોગ

image source

ચીનમાં કીડા જડીને શારીરિક ઉત્તેજના વળી દવા તરીકે ઉપયોગ થાય છે. આ ઉપરાંત એથ્લીટ સ્ટીરોઈડ તરીકે તેનો ઉપયોગ કરે છે. યાર્સાગુમ્બાને શોધવા માટે નેપાળ અને ચીનના લોકો વર્ષોથી સંઘર્ષ કરતા આવ્યા છે, જેમાં અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. જોકે, આ જડીબુટ્ટીના કોઈ વૈજ્ઞાનિક ફાયદા હજુ સુધી સાબિત નથી થયા. લોકો આ જડીબુટ્ટીને વિવિધ સ્વરૂપે લે છે અને એવું માને છે કે તે કેન્સર જેવી બીમારીને પણ મટાડી શકે છે. ચીન, નેપાળના હજારો લોકો માટે આ જડીબુટ્ટી આવકનું સાધન છે. વિશ્વના બજારમાં તે ખૂબ જ ઊંચા ભાવમાં વેચાય છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે યાર્સાકુમ્બા બેઇજિંગના માર્કેટમાં સોના કરતા ત્રણ ગણી વધારે કિંમતમાં વેચાઈ રહી છે.

IUCNએ રેડ લિસ્ટમાં મૂકી

image source

કેટરપિલર ફંગસ(Caterpillar Fungus) ની ઉપલબ્ધતા ઝડપથી ઘટી રહી છે. તેની ઉપલબ્ધતામાં 30 ટાકા સુધીનો ઘટાડો આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘ(IUCN)એ તેને રેડ લિસ્ટમાં મૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *