જાણો શું કામ કુતરાઓ રાતના સમયે જ રડવાનો આવજ કરે છે, આ છે રુવાડા ઉભા કરી તેવું રહસ્ય..

તમે હંમેશા જોયુ હશે કે, તમારી આજુબાજુના બધા જ કૂતરાઓ રડતા હશે અને જ્યારે આ કુતરાઓ રડતા હોય ત્યારે તમારા મનમા પણ અનેકવિધ પ્રશ્નોની હારમાળા ઘૂમી રહી હોય છે કે, શા માટે કૂતરાઓ રાત્રીના સમયે રડવા લાગે છે? રાત્રીના સમયે એવી તો કઈ ઘટના બને છે કે જેના કારણે કુતરાઓને રાતના સમયે રડવુ આવે છે? શા માટે કુતરાઓ ક્યારેય દિવસ દરમિયાન રડતા નથી? શુ છે આ પાછળનુ રહસ્ય તે આજે આપણે આ લેખમા જાણીશુ.

image source

જેવી રીતે વિજ્ઞાન એ ભૂત-પ્રેતની વાત પર વિશ્વાસ નથી કરતુ કારણકે, તેમની પાસે આ વાતને તથ્ય સાબિત કરવા માટે કોઈ વિશેષ તર્ક નથી તેવી જ રીતે આ કુતરાઓ શા માટે રાતના સમયે રડે છે તેનુ વાસ્તવિક કારણ નથી જણાવી શકતુ પરંતુ, હા આ ઘટના અંગેના જે જુદા-જુદા દ્રષ્ટિકોણ છે, તે અંગે તમને અવશ્ય સમજાવી શકે છે.

image source

જ્યોતિષશાસ્ત્ર મુજબ કુતરાઓ સૌથી વધુ ત્યારે રડે છે જ્યારે તેમની આસપાસ કોઈ આત્મા હોય.કુતરાઓ પાસે એ દ્રષ્ટિ હોય છે જેના કારણે તે આત્માઓને જોઈ શકે છે અને જ્યારે તે કોઈ આત્માને જુએ છે તો તે ભયભીત થઇને રડવાનુ શરુ કરી દે છે. આ ઉપરાંત તમે ઘણીવાર એવુ દ્રશ્ય પણ જોયુ હશે કે રાત્રીના સમયે બધા જ કુતરાઓ એકસાથે મળીને એક જ દિશા તરફ જુએ છે અને વિલાપ કરતા હોય છે.

image source

શાસ્ત્રો મુજબ કુતરાઓ રાત્રીના ૧૧ વાગ્યાથી લઈને ૩ વાગ્યાની આસપાસ વધુ પડતા રડતા જોવા મળે છે. આવું એટલા માટે કારણકે, જ્યોતિષશાસ્ત્ર મુજબ રાત્રીનો આ સમય કાળનો સમય હોય છે. આ સમય દરમિયાન ભત-પ્રેત દેખાવાની શક્યતાઓ વધી જાય છે અને ભૂત-પ્રેતને જોઇને કુતરાઓ પણ પોતાનુ રુદન શરુ કરી દે છે.

image source

આ ઉપરાંત અમુક પૌરાણિક માન્યતાઓ મુજબ જયારે પણ કોઈ વ્યક્તિનુ મૃત્યુ તેમની નજીક આવી રહ્યુ હોય ત્યારે તે વ્યક્તિને જોઇને કુતરો રડવા લાગે છે કારણકે, તેને તે વ્યક્તિની મૃત્યુનો પૂર્વાભાસ થઇ જાય છે. આ અંગે વિજ્ઞાનના પણ જુદા-જુદા મત છે, જે આપણે જાણીએ.

વૈજ્ઞાનિક મત મુજબ કુતરો ઘણીવાર રડીને પોતાની એકલતા પણ દર્શાવતો હોય છે. કુતરાઓને ક્યારેય પણ એકલા રહેવુ પસંદ નથી હોતુ. તેમને હમેંશા ઝૂંડમા રહેવુ ગમે છે. જ્યારે કોઈ કુતરુ પોતાના ઝુંડથી અલગ પડી જાય છે ત્યારે તે દુઃખી થઈને જોરજોરથી રડવા લાગે છે.

image source

આ સિવાય જ્યારે કુતરો કોઈ તકલીફમા હોય અથવા તો તે કોઈ તણાવજનક સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો હોય ત્યારે તે રડવા લાગે છે. આ સિવાય ઘણીવાર જ્યારે તે પોતાની જાતને અસુરક્ષિત મહેસુસ કરે છે ત્યારે પણ તે રડવા લાગે છે. આમ, વિજ્ઞાન અને શાસ્ત્રોની દ્રષ્ટીએ આવા અમુક કારણો કુતરાના રડવા પાછળ જવાબદાર હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!