Site icon News Gujarat

શું તમે જાણો છો સ્ત્રીઓનુ વધારે પડતુ બડબડ કરવા પાછળનુ કારણ?

મિત્રો, જાપાનના પૂર્વ વડાપ્રધાન યોશિરો મોરી પ્રવર્તમાન સમયની ફેમિનિસ્ટ એક્ટિવિસ્ટ્સના નિશાન પર છે. એપ્રિલ-૨૦૦૦ થી એપ્રિલ ૨૦૦૧ સુધી જાપાનના વડાપ્રધાન રહી ચૂકેલા મોરી હાલ ૮૩ વર્ષના છે અને જાપાનમા યોજાનારી ઓલિમ્પિક ગેમ્સનુ સંચાલન કરનાર ટોકિયો ઓલિમ્પિક કમિટીના પ્રમુખ છે.

image source

થોડા દિવસ પહેલા ઓલિમ્પિક કમિટીની બેઠકમા યોશિરો મોરીએ જણાવ્યુ કે, જો આપણે કમિટીમા સ્ત્રી સભ્યોની સંખ્યા વધારવાનુ ઈચ્છતા હોય તો આપણે એ નિશ્ચિત કરવુ પડશે કે, તેમનો બોલવાનો સમય એકદમ મર્યાદિત હોય કારણકે, સ્ત્રીઓને પોતાની વાત પૂરી કરવામા ખુબ જ વધારે પડતી મુશ્કેલીઓ પડતી હોય છે અને તેનાથી ખુબ જ વધારે પડતો કંટાળો પણ આવે છે.

image source

તેમની આ ટિપ્પણી પર જાપાન સહિત સમગ્ર વિશ્વની મહિલાઓ તૂટી પડી અને તેમના પર ટીકાઓની વર્ષા કરવા લાગી. ઉતાવળમા તેણીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ખુલાસો કરવો પડયો કે, મહિલાઓ માટે જે મેં ટિપ્પણી કરી હતી તે ખોટી હતી. જોકે, ત્યારબાદ પણ મોરીનો પીછો મહિલાઓએ છોડયો નહીં અને તેમને ઓલિમ્પિક કમિટીના અધ્યક્ષપદેથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી રહી છે.

image source

પ્રશ્ન ફક્ત એક સામાન્ય એવો છે કે, શું મહિલાઓ પુરુષો કરતાં વધારે બોલે છે? પરંતુ, તેનુ પરિણામ મોરીએ ખુબ જ કપરું ભોગવવુ પડ્યુ. હવે આપણે જ્યારે આ વાત કરી રહ્યા છીએ ત્યારે તમને જણાવી દઈએ કે, એક સંશોધન મુજબ સ્ત્રીઓ દિવસમા સરેરાશ ૨૦ હજાર જેટલા શબ્દો બોલે છે, જ્યારે પુરુષો આખા દિવસમા ૧૩ હજાર જેટલા શબ્દો બોલે છે. આ વાત વૈજ્ઞાનિક રીતે પણ પુરવાર થયેલી છે કે સ્ત્રીઓ એ પુરુષો કરતા પણ વધારે પડતુ બોલે છે.

image source

સંશોધનકર્તાઓનુ કહેવુ એવુ છે કે, સ્ત્રીઓના મગજમા ર્હ્લટૅ૨ નામનુ કેમિકલ પુરુષોની સાપેક્ષે વધારે પડતુ હોય છે. આ એક એવા પ્રકારનુ લેન્ગ્વેજ પ્રોટીન છે, જેના કારણે છોકરીઓમા છોકરાઓ કરતા વધારે બોલવાની ઉત્સુકતા હોય છે. જર્નલ ઓફ યુરો સાયન્સમા પ્રકાશિત થયેલ એક અહેવાલ મુજબ આ પ્રોટીનને કારણે જ છોકરીઓની ડિક્શનરીમા છોકરાઓ કરતા વધારે શબ્દો હોય છે.

આ અંગે એક રિપોર્ટ પણ તૈયાર કરવામા આવ્યો હતો. આ સાયન્ટિફિક રિપોર્ટ્સમા સોશિયો મીટર્સની સહાયતાથી અભ્યાસ કરવામા આવ્યો હતો. આ એક એવુ ડિવાઈસ છે કે, જે હાથ પર પહેરવાથી વ્યક્તિ કેટલો સમય બોલી રહ્ય છે, તે ખબર પડે છે. આ સંશોધનમા સાત જેટલી યુનિર્વિસટીઓની ફેક્લ્ટીની મિટિંગનુ રેકોર્ડિંગ કરવામા આવ્યુ હતુ.

આ રેકોર્ડિંગ પરથી એ જાણવા મળ્યુ હતુ કે, ઓફિસ મિટિંગમા સ્ત્રીઓ ઓછુ અને પુરુષો વધારે પડતુ બોલે છે પરંતુ, જ્યારે મિટિંગમાંથી બહાર નીકળે ત્યારબાદ સૌથી વધારે પડતી કોમેન્ટ્સ સ્ત્રીઓ દ્વારા કરવામા આવે છે. આ એક સાયન્ટિફિક રિસર્ચ પરથી એ સાબિત થઈ ગયુ છે કે, પુરુષોની સરખામણીમા મહિલાઓ વધારે બોલે છે.

image source

ત્યારે એવું થાય છે કે, જાપાનના પૂર્વ વડાપ્રધાન યોરિશ મોરીનો ભોગ એટલા માટે નથી લેવાયો કે, તેમણે એમ કહ્યુ હતુ કે, મહિલાઓ વધારે બોલે છે પરંતુ, તેમનો ભોગ એટલા માટે લેવાયો હતો કે, તેમણે એવુ કહ્યુ કે, સ્ત્રીઓ ખુબ જ લાંબુ બોલે છે અને તે કંટાળાજનક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version