શું દુનિયાના આ દેશમાં ફરી પરમાણું વિસ્ફોટ થશે? સારા સારા વૈજ્ઞાનિકો થઈ ગયા છે સતર્ક

રુસમાં ફરી એકવાર પરમાણુ દુર્ઘટના સર્જાય તેવી ભીતિ છે. કારણ કે ચેર્નોબિલ પરમાણુ સંયંત્રના બેઝમેંટમાં રાખેલું પરમાણુ ઈંધણ સતત સળગી રહ્યું છે. જેના કારણે કોઈપણ સમયે અહીં વિસ્ફોટ થઈ શકે છે. આ ભયાનક પરમાણુ સંયંત્રમાં પરમાણુ ઈંધણ ફરીથી રિએક્ટ કરી રહ્યા છે. તેને રોકવા માટે શું કરવું તે નિષ્ણાંતો પણ સમજી શકતા નથી. રુસના યૂક્રેનમાં સ્થિત ચેર્નોબિલ ન્યૂક્લિયર પ્લાંટના બેઝમેંટમાં આ પરમાણુ બોમ્બ સતત જોખમ સર્જી રહ્યા છે. સમસ્યા એ છે કે તેના બેસમેંટ સુધી જવું પણ મુશ્કેલ છે.

image source

રુસ અને યૂક્રેનના મીડિયા દ્વારા મળતી ખબરો અનુસાર ચેર્નોબિલ પરમાણુ સંયંત્રના બેસમેંટમાં આવેલા રુમ નંબર 305/2માં પહોંચવું ખુબ મુશ્કેલ છે. અહીં ટનોની માત્રામાં પરમાણુ ઈંધણ રાખેલું છે. કેટલાક શોધકર્તાઓ હિંમત કરી તેની બહાર સુધી પહોંચ્યા છે.

image source

ત્યાં તેમને ન્યૂટ્રોન્સની માત્રામાં વધારો થતો જોવા મળ્યો છે. એટલે કે 1986માં ઈતિહાસની સૌથી ભયાનક પરમાણુ દુર્ઘટના સર્જનાર સંયંત્રમાં ફરથી પરમાણુ ઈંધણમાં રિએકશન થઈ રહ્યું છે.

image source

305/2 નંબરના રુમમાં ભારી માત્રામાં પથ્થર પડેલા છે. જેની અંદર રેડિયોએક્ટિવ યૂરેનિયમ, જિર્કોનિયમ, ગ્રેફાઈટ અને રેતી ભરેલી છે. અહીં રિએકશનએ જો રૌદ્ર રુપ લીધું તો જ્વાળામુખીનો લાવો ફાટે તેવી રીતે આ જગ્યા ફુટશે. નિષ્ણાંતોના જણાવ્યાનુસાર આ રુમમાં રાખેલા પરમાણુ પદાર્થ લાવા તરીકે ફાટશે અને પછી ફ્યૂલ કંટેનિંગ મટીરિયલમાં બદલાઈ જશે.

જ્યારે કોઈ જગ્યાએ ન્યૂટ્રોન્સની માત્રા વધે છે તો માનવામાં આવે છે કે એફસીએમમાં ફિશન રિએકશન થઈ રહ્યું છે. એટલે કે ન્યૂટ્રોન્સની માત્રા વધે છે એટલે કે યૂરેનિયમનું કેદ્રક તુટી રહ્યું છે. તેનાથી ભારે માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. તે સ્થાન ધીરે ધીરે ભઠ્ઠીની જેમ ગરમ થાય છે.

image source

નિષ્ણાંતોનું કહેવું છે કે આ વાતને જો ગંભીરતાથી લેવામાં ન આવી તો કોઈપણ સમયે 1986માં થયો હતો તેવો વિસ્ફોટ થઈ શકે છે.

ત્યારબાદ અહીંથી ભયાનક સ્તરનું રેડિએશન નીકળશે જેનાથી લોકોના જીવન જોખમમાં મુકાઈ શકે છે. કારણ કે 1986માં થયેલા વિસ્ફોટમાં હજારો લોકોના મોત થયા હતા અને પુરા યુરોપમાં રેડિયો એક્ટિવ વાદળ છવાયા હતા.

image source

યૂક્રેનની રાજધાની કીવમાં સ્થિત ઈંસ્ટીચ્યૂટ ઓફ સેફ્ટી પ્રોબ્લેમ્સ ઓફ ન્યૂક્લિયર પાવર પ્લાંટના સીનિયર રિસર્ચર મૈક્સિમ સેલલીવનું કહેવું છે કે જો પરમાણુ ઈંધણ ફરીથી સગળશે તો આ સંયંત્રની અંદર બનેલા યૂનિટ 4 રિએક્ટર સંપૂર્ણ રીતે નાશ પામશે. કારણ કે તેમાંથી એટલી ઊર્જા નીકળશે કે તેને મજબૂતીથી બંધ કરનાર સ્ટીલ અને કોન્ક્રીટની દિવાલ પણ ઓગળી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!