શું તમે કોઈ દિવસ પક્ષીઓને બાસ્કેટબોલની રમત રમતા જોયા છે, ના જોયા હોય તો આજે જોવો તેમની આ મજેદાર રમત..

મિત્રો, આપણો દેશ એ મિશ્ર અર્થતંત્ર અને સંસ્કૃતિ ધરાવતો દેશ છે. અહી અનેકવિધ પ્રકારની જુદી-જુદી પ્રજાતિના લોકો વસવાટ કરે છે અને પોતાના નીતિનિયમો મુજબ સમાજમા જીવન પસાર કરે છે ત્યારે આપણે રોજીંદા જીવનમા ઘણીવાર અમુક એવો પ્રસંગ કે ઘટના વિશે સાંભળતા હોઈએ છીએ કે, જે આપણને થોડા સમય માટે વિચારતા કરી દે છે.

image source

આ ઘટના એટલી વિચિત્ર હોય છે કે, જેને જોઈએ ત્યારે થોડા સમય માટે તેને માનવી આપણા માટે મુશ્કેલ બને છે કારણકે, સમાજના નીતિનિયમો મુજબ તે ઘટના કોઈપણ રીતે આપણા વાસ્તવિક જીવનમા બંધ બેસતી નથી અને તેના કારણે આપણે આ ઘટના બનવા અંગે અને તેના પરિણામ વિશે સમજી શકતા નથી. આજે આ લેખમા અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે જાણીને તમે થોડા સમય માટે ચકરાવે ચડી જશો.

image source

શું તમે ક્યારેય પક્ષીઓને બાસ્કેટબોલની રમત રમતા જોયા છે? લગભગ તો કોઈએ નહિ જ જોયા હોય તો પણ એમ થયુ કે પૂછી લઉં. કારણકે, હાલ સોશિયલ મીડિયા પર એક આવો જ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે, જેમા પક્ષીઓ બાસ્કેટબોલ રમતા દેખાય રહ્યા છે.

આ વિડીયોમા પક્ષીઓ પોતાની ચાંચમાં બોલને પકડીને ત્યારબાદ તે બોલને બાસ્કેટની અંદર નાખતા જોવા મળ્યા છે. આ વિડીયોમા પાંચ પક્ષીઓ ભેગા મળીને બાસ્કેટ બોલની મેચ રમી રહ્યા છે. અમેરિકાના એક પૂર્વ બાસ્કેટબોલ પ્લેયર રેક્સ ચૈપમૈને આ વીડિયો ટ્વીટર માધ્યમ દ્વારા શેર કર્યો છે.

image source

આ વીડિયોમા એ જોવામા આવી રહ્યુ છે કે, એક વ્યક્તિએ સામસામે બાસ્કેટ રાખ્યા છે અને સામે ઉભેલા પક્ષીઓની તરફ બોલ ફેંક્યા હતા. પક્ષીઓ ભાગી-ભાગીને આ બોલને પકડે છે અને ત્યારબાદ એક પછી એક બાસ્કેટમા બોલ નાખતા જાય છે. આ નજારો જોવો એકદમ અદ્ભુત છે.

રેક્સ ચૈપમેન દ્વારા ૨૮ જાન્યુઆરીના રોજ આ વીડિયો શેર કરવામા આવ્યો હતો. આ વિડીયોને અત્યાર સુધીમા ૬ લાખ કરતા પણ વધારે પડતા વ્યૂઝ મળી ચુક્યા છે. આ સાથે જ ૧૭ હજાર કરતા પણ વધારે લાઈક્સ અને ૪ હજાર કરતા પણ વધુ રિટ્વીટ પણ થઈ ચુક્યા છે. કોમેન્ટ સેક્શનમા લોકો આ વીડિયોના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે.

image source

આ વિડીયો જોયા બાદ લોકોના મિશ્ર પ્રતિસાદ આવ્યા હતા. અમુક લોકોએ ખુબ જ ઉત્સાહભેર આ વિડીયો માણ્યો હતો અને પોતાના પ્રતિભાવમા તેમણે આશ્ચર્ય દેખાડતા સ્માઈલ પણ મોકલ્યા છે. ત્યારે આ બાસ્કેટ બોલ રમતા પક્ષીઓનો વિડીયો ખરેખર અદ્ભુત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!