શું તમે જાણો છો ટ્રેનમાં હોય છે ૧૩ પ્રકારના હોર્ન, આ હોર્ન વાગે ત્યારે મળે છે ખતરાનો સંકેત…

મિત્રો, ભારતીય રેલ્વે એ મુસાફરી માટેનુ એક ખુબ જ સરળ અને સસ્તુ માધ્યમ છે અને તેના કારણે જ મોટાભાગના લોકો મુસાફરી માટે આ માધ્યમનુ પસંદ કરે છે. હાલ, તો જો કે કોરોનાની સમસ્યાના કારણે રેલ્વેનુ અર્થતંત્ર સાવ ઠપ થઇ ચુક્યુ છે. ત્યારે આજે અમે આ લેખમા તમને ટ્રેન સાથે સંકળાયેલ એક રસપ્રદ વાત વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણીએ.

image source

ભારતીય ટ્રેનોના દરેક હોર્નમા કોઇ ને કોઇ વિશેષ સંકેત છૂપાયેલો હોય છે. આ હોર્નની સહાયતા વડે જ ટ્રેનનો ડ્રાઇવર એ સ્ટેશન માસ્ટર અને ગાર્ડને અમુક વિશેષ સંકેત આપે છે. હાલ, પૂર્વોત્તર રેલ્વેના લખનઉ મંડળના લોકો પાયલટ આશુતોષ કુમારે જણાવ્યુ કે, ટ્રેન દ્વારા વગાડવામા આવતા આ હોર્નના સંકેતોનુ ખુબ જ વિશેષ મહત્વ છે.

આ અંગે અમને અમારી ટ્રેનિંગમા જ શીખવાડવામા આવે છે. ટ્રેનના વિવિધ પ્રકારના હોર્નથી જ અમે ગાર્ડને જુદી-જુદી સ્થિતિઓ અંગે સચેત કરી શકીએ છીએ અને ત્યારબાદ તે મુજબ સ્થિતિને સાનુકુળ બનાવી શકાય. તો ચાલો આજે આ લેખમાં કઈ સ્થિતિમા કેવી રીતે ટ્રેનનો હોર્ન વાગે છે?

ફક્ત એક જ વાર નાનો હોર્ન વગાડવો :

image source

જો ટ્રેનમા સવાર ડ્રાઇવર એક જ વાર નાનો હોર્ન વગાડે તો તેનો અર્થ એવો થાય છે કે, ટ્રેન જવા માટે તૈયાર છે.

બે વાર નાનો હોર્ન વગાડવો :

જો ટ્રેનનો ડ્રાઇવર બે વખત નાનો હોર્ન વગાડે છે તો તેનો અર્થ એવો થાય છે કે, ડ્રાઇવર એ ટ્રેન ચલાવવા માટે સિગ્નલ માંગી રહ્યો છે.

ત્રણ વાર નાનો હોર્ન વગાડવો :

image source

જો ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન ચલાવતી વખતે એકીસાથે ત્રણવાર નાનો હોર્ન વગાડે છે તો તેનો અર્થ એવો થાય છે કે, ગાડી હાલ પોતાનુ નિયંત્રણ ગુમાવી ચૂકી છે.

ચાર વાર નાનો હોર્ન વગાડવો :

image source

જો ટ્રેન ચાલતા-ચાલતા અટકી જાય છે તો એન્જીનમા ખરાબી પણ આવી જાય છે અથવા દુર્ઘટનાને કારણે ટ્રેન આગળ જઇ શકે તેમ ના હોય ત્યારે આ રીતે હોર્ન વગાડવામા આવે છે.

એક લાંબુ હોર્ન અને ત્યારબાદ ટુંકુ હોર્ન :

ટ્રેનનો ડ્રાઇવર જો આ પ્રકારે હોર્ન વગાડે છે તો તેનો અર્થ એવો થાય છે કે, ટ્રેન ચાલે તે પહેલા બ્રેક પાઇપ સિસ્ટમ ચેક કરી લો.

બે લાંબા હોર્ન અને ત્યારબાદ બે નાના હોર્ન :

image source

ટ્રેન ચાલક દ્વારા જો આ પ્રકારે હોર્ન વગાડવામા આવે છે તો તેનો અર્થ એવો થાય છે કે, ડ્રાઇવર ગાર્ડને એન્જીન પર બોલાવવાનો સંકેત આપે છે.

એકધારુ લાંબુ હોર્ન વગાડવુ :

જો ટ્રેન ચાલક નિરંતર લાંબો હોર્ન વગાડી રહ્યો છે તો તેનો અર્થ એવો થાય છે કે, તે રોકાયા વિના જ સ્ટેશનને પાર કરશે. આ પ્રકારે બીજા પણ કેટલાક હોર્ન હોય છે જેના દ્વારા ડ્રાઇવર કેટલાક પ્રકારના સંકેત આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!