દરેક પતિ-પત્ની એકબીજાની સામે બોલે છે આટલું બધુ ખોટું, જેમાં આ 10 વાક્યો તો જબરા થઇ ગયા છે ફેમસ

10 અસત્ય પતિ પત્ની એકબીજા સામે બોલે છે…હા, આ એકદમ સાચું છે. પતિ પત્ની વચ્ચે જેટલો પ્રેમ હોય છે, તકરાર પણ એટલી જ હોય છે. અને અસત્ય…એની તો કોઈ હદ જ નથી. પતિ- પત્ની એટલી સરળતાથી એકબીજા સામે જૂઠું બોલે છે કે પકડાઈ જવાની કોઈ શકયતા જ નથી રહેતી. એ ક્યાં અસત્ય છે જે પતિ પત્ની ઘણીવાર એકબીજા સામે કહે છે? ચાલો અમે તમને જણાવી દઈએ.

image source

પતિ ક્યારેય પત્નીને હેરાન કરવા માટે, તો ક્યારેક પોતાની જાતને પત્નીના ટોન્ટમાંથી બચાવવા માટે પત્ની સામે જૂઠું બોલે છે. એ કઈ કઈ વાતમાં જૂઠું બોલે છે ચાલો એ જાણી લઈએ.

1) બસ એમ જ નજર પડી ગઈ એ છોકરી પર.

સુંદર સ્ત્રીઓને જોતા જ પુરુષો એને ટગર ટગર જોવાથી પોતાને રોકી નથી શકતા. ભલે એમની નિયત ખરાબ ન હોય પણ સુંદર સ્ત્રીઓને જોઈ લેવી એ પુરુષોની કમજોરી છે. જ્યાં સુધી એ પકડાઈ નથી જતા, ત્યાં સુધી તો બધું બરાબર ચાલે છે. પણ જેવી એમની આ ચોરી એમની પત્ની પકડી લે છે તો એ તરત જ જૂઠું બોલી નાખે છે કે હું તો બસ એમ જ એ તરફ જોઈ રહ્યો હતો ને એ છોકરી પર નજર પડી ગઈ. હું એને ખરાબ નજરથી નહોતો જોઈ રહ્યો. આટલી સુંદર પતજી હોય તો કોઈ બીજા કોઈને કેમ જોવે.

2) હું તો ઓફિસમાં હતો, મિત્રો સાથે નહિ.

image source

પતિના મિત્રોથી પત્નીને સખત ચીડ હોય છે કારણ કે જ્યારે એ પોતાના મિત્રો સાથે હોય છે તો પત્નીને બિલકુલ ભૂલી જ જાય છે. દોસ્તો સાથે એમના પતિ દરેક વાત વધુ પડતી કરે છે પછી એ લેટ નાઈટ પાર્ટી કરવાની હોય, ડ્રિન્ક કરવાનું હોય, જંક ફૂડ ખાવાનું હોય કે ફરવા જવાનું હોય, મિત્રો સાથે એમનો કોઈપણ વાસ્તુમાં કોઈ જ કન્ટ્રોલ નથી હોતો. એવામાં જ્યારે પત્ની એમના મિત્રો સાથે જતા રોકે છે તો ઓફિસથી લેટ ઘરે જાય ત્યારે ઘણીવાર પત્નીને જૂઠું કહે છે કે હું ઓફિસમાં હતો મિત્રો સાથે નહિ.

3) તું ખૂબ જ સુંદર છે.

image source

પોતાના વખાણ સાંભળવા દરેક સ્ત્રીને ગમે છે અને પતિ આ વાત સારી રીતે જાણે છે. પત્નીને ખુશ રાખવા અને એમની પાસે પોતાની દરેક વાત મનાવવા માટે એ ઘણીવાર એને હથિયારની જેમ ઉપયોગ કરે છે. પુરુષોને જ્યારે પણ પત્ની પાસે કઈ કામ કરાવવાનું હોય તો એ એના વખાણ કરવા લાગે છે, પોતાના વખાણ સાંભળીને પત્ની પીગળી જાય છે અને પતિનું કામ સરળ થઈ જાય છે.

4) આ કામ કાલે ચોક્કસ કરી નાખીશ.

સ્ત્રીઓ જેવી રીતે ઘરની નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખે છે પુરુષો એવું નથી કરી શકતા. જો કે એ આવું જાણી જોઈને નથી કરતા તો પણ ઘર કામમાં એમનાથી લાપરવાહી થઈ જ જાય છે. એવામાં જ્યારે એ પત્ની દ્વારા આપવામાં આવેલું કોઈ કામ કરવાનું ભૂલી જાય છે તો પત્નીના ઠપકાથી બચવા માટે તરત જ બોલી દે છે કે હું આ કામ કાલે ચોક્કસ કરી લઈશ પણ આવું થતું નથી.

5) સોરી, આગળથી આવું ક્યારેય નહીં થાય.

પત્નીનો જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ, બાળકોની સ્કૂલની પેરેન્ટ્સ ટીચર મિટિંગ, એવા કોઈપણ જરુરી અવસર પુરુષોને ઘણીવાર યાદ નથી રહેતા. એ આવું જાણી જોઈને નથી કરતા અને ન તો એમના પ્રેમમાં કોઈ ઉણપ હોય છે, એ અજાણતા જ ભૂલી જાય છે. એવામાં જ્યારે પત્નીને ગુસ્સો આવે છે તો એને મનાવવા માટે પુરુષ પત્નીને જૂઠું કહી દે છે કે આગળથી આવું ક્યારેય નહીં થાય પણ એવું થતું નથી, પુરુષોની ભૂલવાની આદત હતી તેમની તેમ જ રહે છે.

6) હું બિલકુલ નથી બદલાયો.

image source

લગ્નના શરૂઆતના દિવસોમાં પત્નીને ખુશ રાખવા માટે પતિ આકાશમાંથી ચાંદ તારા તોડી લાવવાની વાતો કરે છે. પત્નીને ખુશ રાખવા માટે દરેક બનતા પ્રયત્ન કરે છે જેમ કે દરરોજ ઓફિસથી જલ્દી ઘરે આવી જવું, વાત વાતમાં સરપ્રાઈઝ આપવી, બહાર ફરવા લઈ જવું, કારનો દરવાજો ખોલવો વગેરે. પછી લગ્નના થોડા વર્ષો વીત્યા પછી આ બધું જ અચાનક ખતમ થઈ જાય છે. એવામાં જ્યારે પત્ની ફરિયાદ કરે છે કે હવે તમે બદલાઈ ગયા છો તો પતિ એ વાતનો ઇનકાર કરી દે છે અને જૂઠું બોલ છે કે હું બિલકુલ નથી બદલાયો.

7)એ છોકરી સાથે હવે મારે કોઈ સંબંધ નથી.

image source

છોકરીઓની બાબતમાં અમુક પુરુષ પોતાના વીતેલા કાલ અને આજ બન્નેને સાથે લઈને ચાલે છે એટલે કે લગ્ન પછી પણ પોતાની એક્સ ગર્લફ્રેન્ડને મળવાનું ચાલુ રાખે છે. એવામાં જ્યારે એ પકડાઈ જાય છે તો પોતાને બચાવવા માટે પત્નીને જૂઠું કહી દે છે કે એ છોકરી સાથે હવે મારે કોઈ સંબંધ નથી.

8) હું બિલકુલ ઠીક છું.

image source

પુરુષોને બાળપણથી જ શીખવવામાં આવે છે કે એ સ્ટ્રોંગ છે, એમને ક્યારેય પણ કોઈની પણ સામે કમજોર ન પડવું જોઈએ. એવામાં લગ્ન પછી જ્યારે પણ એવું કંઈ થાય છે જ્યાં પુરુષ પોતાની જાતને કમજોર સમજે છે તો એ પત્નીને પોતાની કમજોરી નથી જણાવવા માંગતા એટલે જ્યારે પત્ની પૂછે છે તો પતિ જૂઠું કહી દે છે કે હું એકદમ ઠીક છું.

9)મને ખબર છે, તારે કહેવાની જરૂર નથી.

image source

પુરુષોને આ પણ બાળપણથી શીખવવામાં આવે છે કે એ ઘરના મુખ્ય છે અને ઘરના બધા જ નિર્ણય એ લઈ શકે છે. એવામાં લગ્ન પછી જ્યારે કોઈ જરૂરી નિણર્ય પર પત્ની પોતાનો મત આપે છે તો ઘણીવાર પત્નીના મત સાથે સહમત હોવા છતાં પણ પતિ એને અહેસાસ નથી થવા દેતા કે એ સાચું બોલી રહી છે. એવામાં પત્નીનું મોઢું બંધ કરાવવા માટે પતિ એને જૂઠું કહી દે છે કે તને પૂછવાની જરૂરત નથી, હું જાણું છું કે મારે શું કરવાનું છે.

10) હું બધું જ સંભાળી શકું છું.

ભારતીય સમાજમાં પુરુષોને સ્ત્રીઓ કરતા ઊંચો દરજ્જો મળે છે. ઘરમાં પુરૂષોનું મહત્વપૂર્ણ સ્થાન હોય છે. પતિ એ બરાબર જાણે છે કે ઘરનું કોઈપણ કામ પત્ની વિના નથી થઈ શકતું તેમ છતાં એ એની સામે જૂઠું બોલતા જરાય ખચકાતા નથી કે એ બધું જ સંભાળી લેશે કારણ કે ઘરના બોસ એ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત