શું તમે જાણો છો ચરણામૃત અને પંચામૃત વચ્ચે શું છે મોટો ફરક? અનેક લોકો નથી જાણતા આ વિશે…

મંદિરમાં કે પછી ઘરે જ્યારે પણ કોઈ પૂજા હોય છે તો ચરણામૃત કે પંચામૃત આપવામાં આવે છે. પણ ઘણા લોકો એનો મહિમા અને એના બનવાની પ્રક્રિયાને નથી જાણતા. તો ચાલો આજે અમે તમને આ બંને વિશે વિસ્તારપૂર્વક જણાવીએ.

ચરણામૃત શુ છે?

Charanamrit And Panchamrit
image source

ચરણામૃતનો અર્થ થાય છે ભગવનના ચરણોનું અમૃત અને પંચામૃતનો અર્થ થાય છે પાંચ અમૃત એટલે કે પાંચ પવિત્ર વસ્તુઓથી બનેલું. બંનેનું પોતાનું આગવું મહત્વ છે અને બંનેને પૂજામાં વિશેષ મહત્વ આપવામાં આવે છે. ચરણામૃતને તાંબાના વાસણમાં રાખવામાં આવે છે. તાંબાના વાસણમાં ચરણામૃત રૂપી જળ રાખવાથી તાંબાના ઔષધીય ગુણ આવી જાય છે. ચરણામૃતમાં તુલસીના પાન, તલ અને બીજા ઔષધીય તત્વો હોય છે. આયુર્વેદ અનુસાર તાંબામાં અનેક રોગોને નષ્ટ કરવાની ક્ષમતા હોય છે અને તુલસીના રસથી ઘણા રોગો દૂર થઈ જાય છે.

image source

પંચામૃત એટલે પાંચ અમૃત. પંચામૃત દૂધ, દહીં, ઘી, મધ અને મીશ્રીને ભેળવીને બનાવવામાં આવે છે. એનાથી જ ઈશ્વરનો અભિષેક કરવામાં આવે છે. પાંચેય પ્રકારના મિશ્રણથી બનતા પંચામૃત ઘણા રોગોમાં લાભ દાયક અને મનને શાંતિ આપે છે. પંચામૃતનું સેવન કરવાથી શરીર પુષ્ટ અને રોગમુક્ત રહે છે. પંચામૃતથી જે રીતે આપણે ભગવાનને સ્નાન કરાવીએ છીએ એવી જ રીતે ખુદ સ્નાન કરવાથી શરીરની કાંતિ વધે છે. પંચામૃતનું એ જ પ્રમાણમાં સેવન કરવું જોઈએ એથી વધુ નહિ.

આરતી પછી ચરણામૃત કેમ આપવામાં આવે છે?

image source

શુ તમે જાણો છો કે આરતી પછી ચરણામૃત કેમ આપવામાં આવે છે? પૂજામાં ચરણામૃતનું ખાસ મહત્વ હોય છે. આપણે બધા આરતી પછી ચરણામૃત ગ્રહણ કરીએ છીએ પણ એવું કેમ કરવામાં આવે છે એની જાણકારી બહુ ઓછા લોકો પાસે છે. આરતી પછી ચરણામૃત કેમ આપવામાં આવે છે એ આજે અમે તમને જણાવીશું.

ચરણામૃતની ધાર્મિક માન્યતા..

image source

પૂજા પછી તાંબાના વાસણમાં રાખેલું તુલસીપત્ર યુક્ત ચરણામૃત આપવામાં આવે છે. ચરણામૃત ભક્તોના બધા જ પ્રકારના દુઃખ અને રોગ નાશ કરે છે અને એનાથી બધા જ પાપોનું સમન થઈ જાય છે.

ચરણામૃતનું વૈજ્ઞાનિક મહત્વ.

image source

આયુર્વેદમાં એ માનવામાં આવ્યું છે કે તાંબામાં અનેક રોગોને નષ્ટ કરવાની શક્તિ હોય છે. એનું જળ મેઘા, બુદ્ધિ અને સ્મરણશક્તિને વધારે છે. એમાં તુલસીપત્ર નાખવા પાછળ એ માન્યતા છે કે તુલસીનું પણ મહાઔષધી છે એમાં ન ફક્ત રોગનાશક ગુણ હોય છે પણ જંતુનાશક શકિત પણ હોય છે. ચરણામૃતમાં તુલસી પત્ર, કેસર અને સ્વર્ણકન સંઘટિત શાલિગ્રામનું જળ ધાર્મિક દ્રષ્ટિએ તો ઉપયોગી છે જે એનું જળ બળવૃદ્ધિ ટોનિક પણ છે., જેનું રોજ સેવન કરવાથી કોઈપણ રોગના જીવાણુઓ શરીરમાં નથી ટકતા.