શું તમે પણ કરો છો કેરી સાથે આ વસ્તુઓ ખાવાની ભૂલ…? તો થઇ જાવ સાવધાન કથળી શકે છે સ્વાસ્થ્ય…

કેરી ખાવાનું પસંદ ન હોય તેવું ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે. કેરી બજારમાં એક નહીં પણ ઘણી જુદી જુદી જાતો (વિવિધતા) અને સ્વાદમાં હાજર હોય છે. તેનો ખાલી ટેસ્ટ જ શ્રેષ્ઠ છે એટલું જ નહીં, તેને ખાવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા પણ મળે છે.

image source

કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ફાઇબર, પોટેશિયમ, ઝિંક અને કાર્બોહાઇડ્રેટ જેવા પોષક તત્વો આરોગ્ય જાળવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે પરંતુ, એવી પણ વસ્તુઓ છે, જેની સાથે કેરીનું સેવન કરવું, અથવા કેરી ખાધા પહેલા અને પછી તે વસ્તુઓનું સેવન કરવાથી પણ ફાયદાને બદલે શરીરને નુકસાન પણ થઈ શકે છે. તો ચાલો તેના વિશે જાણીએ.

કારેલું :

કારેલા ખાતી વખતે કે કારેલા ખાધા પછી અને પહેલા કેરી ટાળવી જોઈએ. આમ કરવાથી શરીરમાં એલર્જી કે પ્રતિ ક્રિયા થવાની શક્યતા છે. બંને બાબતો વચ્ચે ઓછામાં ઓછા ચાર થી પાંચ કલાકનું અંતર હોવું આવશ્યક છે.

ઠંડું પીણું :

image source

કેરી ખાધા પછી કે પહેલાં તરત જ કોલ્ડ ડ્રિંક્સ નું સેવન પણ ન કરવું જોઈએ. આ બંને વસ્તુઓનું સંયોજન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. બંને વચ્ચે ચાર થી પાંચ કલાકનું અંતર હોવું આવશ્યક છે.

દહીં :

કેટલાક લોકો વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરવા માટે કેરી અને દહીં મિક્સ કરે છે. આમ કરતી વખતે તેને ટાળવું જોઈએ. તેમજ કેરી ખાવાની પહેલાં કે પછી થોડા સમય માટે દહીં ન લેવું જોઈએ. તેનાથી શરીરને નુકસાન થઈ શકે છે.

પાણી :

image source

કેરીનું સેવન કરતી વખતે અને કેરીનું સેવન કરતા થોડા સમય પહેલા કે પછી પાણી પીવાથી બચવું જોઈએ. આમ કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ઘણા લોકો એવા હોય છે, જે કંઈ પણ ખાતી વખતે ક્યારેક ક્યારેક પાણી પીવે છે. જો કે આ આદત સારી નથી, પરંતુ ફળ ખાતી વખતે અથવા ખાધા ના થોડા સમય પહેલા અથવા પછી પાણી પીવાથી બચવું આવશ્યક છે.

લીલું મરચું :

કેટલાક લોકો ભોજન સાથે કેરીનું સેવન કરવાનું પસંદ કરે છે. આ કિસ્સામાં, તેઓ વચ્ચે વચ્ચે લીલા મરચાંનું સેવન પણ કરે છે. આમ કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

રાયતું :

image source

કેરીની સાથે રાયતાનું સેવન પણ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થાય છે. રાયતું પણ સ્વાદમાં ખુબ જ લઝીઝ હોય છે. પરંતુ જો કેરીના સેવન બાદ તરત જ રાયતાનું સેવન કરવામાં આવે તો તે ઘણી બીમારીઓને આમંત્રણ આપી શકે છે, અને તે બીમારીઓથી છુટકારો મેળવવો સરળ નથી હોતો. કેરી અને રાયતાના બંનેના ગુણો અલગ અલગ દિશામ કામ કરે છે.

જેના કારણે આપણા શરીરમાં બે અલગ અલગ દિશમાં કામ કરતા પદાર્થ ભેગા થાય તો તે આપણે શારીરિક રીતે નબળા બનાવે છે. જેના કારણે આપણી રોગપ્રતિકારક શકી ઘટવા લાગે છે. જેના કારણે આપણા શરીરમાં અનેક બીમારીઓ પ્રવેશી જાય છે એટલા માટે ક્યારેય પણ ભૂલથી પણ રાયતું અને કેરીનો રસ સાથે ખાવો ન જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *