શું તમે બાઇક લેવાનું વિચારી રહ્યા છો? તો જલદી જાણી લો આ જગ્યા વિશે, જ્યાં મળે છે મફતના ભાવમાં બાઇક

Used Bikes Under Twenty Thousand: ભારતીય બજારમાં સેકન્ડ હેન્ડ બાઇકની ભારે માંગ રહે છે. જે લોકો ઊંચા બજેટની મોંઘી બાઈક ખરીદવા સક્ષમ નથી તેઓ જુની બાઈક ખરીદીને પોતાની જરૂરીયાત પુરી કરે છે. વળી, જો તમે બાઈક ચલાવવાનું શીખવા માંગતા હોય તો તમારે જુની બાઈક લેવી જરૂરી છે જેથી બાઈકને નુકશાન થાય તો પણ આર્થિક રીતે ભારે ન પડે. જૂની બાઈક ખરીદતા પહેલા ગ્રાહકોને ઘણા પ્રકારના સવાલો ઉદભવે છે. આવો જ એક સવાલ જે સામાન્ય છે તે એ કે આખરે જૂની બાઈક ખરીદવી ક્યાંથી ?

image source

અસલમાં આના અનેક વિકલ્પો છે જેના દ્વારા ગ્રાહક સરળતાથી પોતાની પસંદગીની જુની બાઈક ખરીદી શકે છે. છતાં જો અસમંજસની સ્થિતિ હોય તો ગ્રાહક droom.in દ્વારા પણ જુની બાઈક ખરીદી શકે છે.

ગ્રાહક આ પ્લેટફોર્મની વેબસાઈટ દ્વારા પોતાની પસંદગીની જુની બાઈક સર્ચ કરી શકે છે અને સાથે જ પોતાના બજેટ અનુસાર બાઈક પસંદ પણ કરી શકે છે. અહીં ગ્રાહકોને 10,000 થી માંડીને 20,000 સુધીની રેન્જમાં સારી એવી જુની બાઈક મળી શકશે.

Honda CBF Stunner 125cc

image source

આ બાઈકનું 2010 નું મોડલ વેંચાણ માટે ઉપલબ્ધ છે. બાઈકના પ્રથમ ઓનર દ્વારા આ બાઈક વેંચાવા મુકાઈ છે. આ બાઈક 33,300 કિલોમીટર ચાલી ચુકી છે અને 65 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ પણ આપે છે. બાઈકના એન્જીનની વાત કરીએ તો તેમાં 125 સીસીનું એન્જીન છે જે 11 બીએચપીનો પાવર જનરેટ કરે છે. બાઈકના વહીલ્સની સાઈઝ 17 ઇંચની છે અને બાઇકની વેંચાણ કિંમત 19,800 રૂપિયા રાખવામાં આવી છે.

Bajaj Pulsar 150cc

image source

આ બાઈકનું 2006 નું મોડલ વેંચાણ માટે મુકવામાં આવ્યું છે. બાઈકના પ્રથમ ઓનર દ્વારા વેંચાણ માટે મુકાયેલી આ બાઈક 24,645 કિલોમીટર ચાલેલી છે અને તે 65 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે. બાઈકના એન્જીનની વાત કરીએ તો તેમાં 149 સીસીનું એન્જીન છે જે 14.85 બીએચપીનો પાવર જનરેટ કરે છે. આ બાઈકના વહિલ્સની સાઈઝ 17 ઇંચની છે અને બાઇકની વેંચાણ કિંમત 11,200 રાખવામાં આવી છે.

Bajaj Pulsar 135LS

image source

આ બાઈકનું 2010 નું મોડલ વેંચાણ માટે ઉપલબ્ધ છે. બાઈકના પ્રથમ ઓનર દ્વારા વેંચાણ માટે મુકવામાં આવેલી આ બાઇક 26,000 કિલોમીટર ચાલી ચુકી છે અને 64 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપવા સક્ષમ છે. બાઈકના એન્જીનની વેટ કરીએ તો તેમાં 135 સીસીનું એન્જીન છે જે 13 બીએચપીનો પાવર જનરેટ કરે છે. બાઈકના વહીલ્સની સાઈઝ 17 ઇંચ છે અને બાઈકની વેંચાણ કિંમત 15,000 રૂપિયા રાખવામાં આવી છે.

image source

નોંધ : ઉપર દર્શાવેલી બાઈકની માહિતી droom વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ છે. ઉપરોક્ત બાઈક દિલ્હી સર્કલમાં વેંચાણ માટે ઉપલબ્ધ છે. જૂની બાઈક ખરીદતા સમયે બાઈકના દસ્તાવેજ અને તેની કન્ડિશન ગ્રાહકે પોતે જ તપાસ કરવી જોઈએ. વાહનના ઓનર સાથે મુલાકાત કર્યા વિના અને વાહનની તપાસ કર્યા વિના ઓનલાઇન લેવડ દેવડ ન કરવી હિતાવહ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!