શું તમે હજુ સુધી નથી જોયું આ સ્થળ? જો ‘ના’ તો કરો પ્લાનિંગ અને ઉપડો પરિવાર સાથે, જ્યાં આવશે જોરદાર મજા

જે રીતે જીવનમાં કામ કરવું આવશ્યક છે તે જ રીતે કામ કરતા કરતા થાકી ન જવાય તે માટે આરામ કરવો અને હરવું ફરવું પણ જરૂરી છે. ઘણા લોકો અમુક મહિનાઓ બાદ તો અમુક લોકો વર્ષમાં એક વખત નિયમિત રીતે બહાર ફરવા માટે જાય છે. પરંતુ કેટલીય વાર આપણે અસમંજસમાં મુકાઈ જઈએ છીએ કે હરવા ફરવા માટે ક્યાં જવું સારું રહેશે ? આમ તો આખા દેશમાં વિવિધ સ્થળોએ અનેક જગ્યાઓ એવી છે જ્યાં પ્રાકૃતિક સુંદરતાના અદભુત નજારાઓ માણવા મળે છે છતાં લોકો ક્યાં જવું તેની દ્વિધામાં રહે છે. જો તમે પણ ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય અને હજુ સુધી તમે કઈ જગ્યાએ ફરવા જવું તેનો નિર્ણય ન કર્યો હોય તો અમે આપને શિમલા ફરવા જવાનો આઈડિયા આપી શકીએ છીએ અને એ વિષયે અમે અહીં ઉપયોગી બને તેવી માહિતી પૂરી પાડી રહ્યા છીએ.

રીજ, મોલ રોડ

image source

અસલમાં શિમલા બસ દ્વારા પહોંચી શકાય છે. અહીં પહોંચીને તમે સૌથી પહેલા ” ધ રીજ ” ફરવા જઈ શકો છો જે શિમલાની મધ્યમાં આવેલ છે. આ રોડ મોલ રોડના કિનારે સ્થિત છે. અહીં તમને બરફથી ઢંકાયેલા પહાડીઓ, પ્રકૃતિના અદભુત નજારાઓ જોવા મળશે. શિમલાના મોલ રોડ પર અનેક આકર્ષક દુકાનો આવેલી છે જ્યાંથી તમે તમારા માટે અને તમારા પરિવાર માટે ખાસ ચીજવસ્તુઓ ખરીદી શકો છો. એ સિવાય અહીં કેટલાય સારા રેસ્ટોરન્ટ, કાફે વગેરેની સુવિધા પણ ઉપલબ્ધ છે જ્યાં તમે મનપસંદ સ્વાદનો આનંદ પણ માણી શકશો.

કુફરી

image source

શિમલાથી કુફરીનું અંતર 17 કિલોમીટરનું છે. જો તમે શિમલા જાવ તો અહીં તો તમારે ફરવા જવું જ જોઈએ. અહીં અનેક એડવેન્ચર તમારી રાહ જોઈ રહ્યા હોય તેવું અનુભવાશે. અહીં પહોંચીને તમારે સૌ પહેલા એડવેન્ચરની પહોંચ લેવાની રહે છે જેની એક વ્યક્તિની ફી અંદાજે 1500 રૂપિયા થાય છે. તેમાં તમે ઘોડા લાવવા, લઈ જવા, જીપની સવારી, જીપ લાઈન, સેમ્બોના બાગ વગેરે મળે છે. એ સિવાય તમે ઉપર કુફરી પોઇન્ટ જઈ યાક પર બેસીને ફોટો ક્લિક કરાવી શકો છો અને સાથે જ તીરંદાજીનો આનંદ પણ લઈ શકો છો. ઉપરાંત તમને બરફવર્ષાનો અનુભવ પણ મળી શકે છે. એટલું જ નહીં કુફરી જતા સમયે તમને રસ્તામાં ગ્રીન વેલી પર પ્રકૃતિની અનોખી છટા જોઈ શકો છો.

કાલકા, શિમલા ટોય ટ્રેન અને નારંકડા

image source

તમે કાલકા શિમલા રેલનો આનંદ પણ લઈ શકો છો. આ ટોય ટ્રેન કાલકા, શિમલા સુધી ચાલે છે જે સમર હિલ, સોલન જેવા કેટલાય પર્યટન સ્થળોએ થઈને પસાર થાય છે. એ સિવાય આ ટ્રેન તમને અનેક પુલ અને સુરંગમાંથી પસાર થઈને તમને યાદગાર અનુભવ પૂરો પાડશે. એ ઉપરાંત તમે નારંકડા પણ જઈ શકો છો જે શિમલાથી અંદાજે 60 કિલોમીટરના અંતરે છે. અહીં પ્રકૃતિના નજારાઓ અને બરફવર્ષાનો આનંદ લઇ શકો છો. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!