શું તમે જાણો છો ખેતી અપાવી શકે છે તમને લાખોની આવક…? આજે જ જાણો આ તકનીક વિશે

ગુજરાતમાં પણ હવે પરંપરાગના બદલે ટેક્નોલોજી આધારીત ખેતી વધી છે. જેમાં શિક્ષિત યુવાનો પણ આધુનિક ખેતી કરી દર મહિને લાખોની કમાણી કરી રહ્યા છે. જેમાં આઈઓટી-એટી પદ્ધતી વધુ કારગત સાબિત થઈ રહી છે. ગુજરાતમાં આઈઓટી-એટી આધારિત ખેતી કરી મહિને બે લાખ ની કમીણી કરનાર યુવા ઉદ્યોગ સાહસિકો ની સંખ્યા ઝડપથી વધી રહી છે.

image source

કોરોનાકાળમાં પણ બેરોજગાર યુવાનો આઈઓટી-એટી પદ્ધતિ થી ખેતી કરવામાં જોડાઈ રહ્યા છે. જેમાં ઓછી જમીનમાં પણ ખેતી કરી વધુ આવક મેળવી રહ્યા છે. આઈઓટી-એટી થી ખેતી કરવા માટે એક વખત દસ થી પંદર લાખનું રોકણ કરવું પડે છે.

image source

ત્યારબાદ દર મહિને બે લાખ ની આવક મેળવી શકાય છે. ત્યારે આવો જોઈએ કે શું છે, આઈઓટી-એટી પદ્ધતિ અને કેવી રીતે આવક થાય બમણી. ખેડૂતો હવે ચીલાચાલુ ખેતી છોડી હાઈડ્રોપોનિક્સ ટેક્નોલોજી તરફ વળ્યા છે. ગુજરાતમાં અંદાજે ત્રણ લાખ સ્કવેર ફુટમાં હાઈડ્રોપોનિક્સ ટેક્નોલોજી આધારિત ખેતી થાય છે. જેનું માર્કેટ અંદાજ સો કરોડ થી વધુ છે પરંતુ, એક વખતના ખર્ચ બાદ મબલખ આવક હોવા થી હવે યુવા ખેડૂતો પણ હાઈડ્રોપોનિક્સ ટેક્નોલોજી તરફ વળ્યા છે.

ગુજરાતમાં હાઈડ્રોપોનિક્સ ટેક્નોલોજીનો વધ્યો ક્રેઝ:

image source

હાઈડ્રોપોનિક્સ ટેક્નોલોજીની શોધ ઈઝરાયલે કરી હતી. આ પદ્ધતિથી સત્તર મી સદીથી પાક લેવામાં આવી રહ્યો છે. પરંતુ હવે ગુજરાતમાં હાઈડ્રોપોનિક્સ ટેક્નોલોજી નો ક્રેઝ વધી રહ્યો છે. આ પદ્ધતિ થી તૈયાર થતા પાકમાંથી દસ થી પંદર ટકા દુબઈ, યુએઈ, યુકે, ઈન્ડોનેશિયા, મલેશિયામાં નિકાસ થાય છે. જેથી ઓછી જમીનમાં પણ ખેડૂતો વધુ આવક મેળવી રહ્યા છે.

શું છે હાઈડ્રોપોનિક્સ પદ્ધતિ ?

image source

હાઈડ્રોપોનિક્સ મૂળ ગ્રીક શબ્દ છે. જેમાં હાઈડ્રો એટલે પાણી અને પોનિક્સ એટલે મહેનત થાય છે. એટલે કે જમીનના બદલે પાક પાણીમા ઉગાડવા ને હાઈડ્રોપોનિક્સ કહેવામાં આવે છે. આ પદ્ધતિ થી ખેતી કરવા ખાસ પ્રકાર ની પાઈપ લાઈનની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. જેમાં જમીન કરતા દસ ટકા પાણી ની જરૂરિયાત રહે છે. ત્યાર બાદ માત્ર પોષક તત્વો અને પ્લાન્ટની જાણવણીનો નહિવત ખર્ચ થાય છે. આ પદ્ધતિથી માત્ર એક જ વ્યક્તિથી જમીનના બદલે બાલ્કની કે ધાબા પર ખેતી કરી શકાય છે.

ટેક્નોલોજીથી ઉત્પાદિત થયેલ પાકમાં વધુ પોષકતત્વો :

પરંપરાગ ખેતી કરતા હાઈડ્રોપોનિક્સ ટેક્નોલોજી થી તૈયાર થયેલ શાકભાજી વધુ ફળદ્રપ્ત હોય છે. આ પદ્ધતિમાં જંતુનાશક દવા અને બિનજરૂરી ખાતરના ઓછા ઉપયોગથી શાકભાજીમાં વધુ પોષક તત્વો હોય છે. આ પદ્ધતિ નો ઈઝરાયલ, જર્મની, અમેરિકા અને ચીનમાં ભરપુર ઉપયોગ થાય છે. પરંતુ હવે ગુજરાત ની સાથે ભારતમાં પણ હાઈડ્રોપોનિક્સ ટેક્નોલોજી નો ટ્રેન્ડ વધી રહ્યો છે. જેથી ગુજરાતમાં હાલ આ પદ્ધતિથી ત્રણ લાખ સ્કવેર ફુટમાં ખેતી થઈ રહી છે.

કેટલો ખર્ચ થાય છે હાઈડ્રોપોનિક્સ પદ્ધતિમાં?

image source

હાઈડ્રોપોનિક્સ પદ્ધતિમાં અંદાજે છ હજાર સ્કેરફૂટમાં ખેતી કરરવામાં આવે તો બાર થી પંદર લાખ નું રોકાણ કરવું પડે છે. એક વખતાના ખર્ચ બાદ દર મહિને સરેરાશ દોઢ થી બે લાખ સુધીની કમાણી કરી શકાય છે. હાઈડ્રોપોનિક્સ પદ્ધતિથી દર મહિને એક હજાર પાંચસો થી બે હજાર કિલો લીફી ગ્રીક્સ શાકભાજી નું ઉત્પાદન કરી શકાય છે.

ગુજરાતનો હઈડ્રોપોનિક્સ પદ્ધતિમાં કેટલામો ક્રમાંક:

image source

ગુજરાતમાં યુવા-શિક્ષિત ખેડૂતો આધુનિક ખેતીને અપનાવી રહ્યા છે. પરંતુ હાઈડ્રોપોનિક્સ ટેક્નોલોજી નો સૌથી વધુ ઉપયોગ દિલ્લી-એનસીઆર, બેંગ્લોર, હૈદરાબાદ અને મુંબઈમાં થાય છે. જેમાં ગુજરાત નું પાંચમું સ્થાન છે પરંતુ, ગુજરાતમાં હવે ઝડપભેર હાઈડ્રોપોનિક્સ ટેક્નોલોજી નો ઉપયોગ વધી રહ્યો છે.