Site icon News Gujarat

શું તમને ખબર છે તારક મહેતા…ના માધવી ભાભીની આ તસવીરથી જબરો થયો હતો વિવાદ, જાણો શું છે સમગ્ર મામલો

બધા જાણતા જ હશો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે અને જે શૉ આજે ખૂબ જ પ્રખ્યાત પણ થઈ ગયો છે અને મોટા ભાગના લોકો આ શોને જોતા જોવા મળ્યા છે અને તેમજ બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરતા જોવા મળ્યા છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે.

image source

તારક મહેતા…શૉ 2008માં શરૂ થયો હતો, 12 વર્ષોથી સતત આ શૉ લોકોને હસાવતો રહ્યો છે. તેમાં રહેલા પાત્રો પણ જાણે આપણી આસપાસના હોય તેવું જ લાગે છે, તેમાં રહેલા લોકોની તકલીફો પણ સામાન્ય માણસ જેવી જ હોય છે માટે આપણે તેમની સાથે કનેક્ટ કરીએ છીએ.

image source

તેમાં આવતી માધવી ભાભીન વિશે તમને જણાવીશું કે તે આ શોમાં તો એકદમ સાદી અને સિમ્પલ દેખાય છે પણ જો તમે તેની વાસ્તવિક તસવીરો જોશો તો તમે પણ વિચારમાં પડી જશો કારણ કે વાસ્તવિક જીવન ખૂબ જ હોટ અને સુંદર નજર આવી રહી છે અને તેમનુ વાસ્તવમાં નામ છે સોનાલિકા અને તેનો જન્મ 5 જૂન 1976 થયો છે અને તેમનો જન્મ મરાઠી પરિવારમાં મહારાષ્ટ્રમાં થયો હતો.

image source

રીલ લાઇફમાં પાપડ તેમજ અથાણું બનાવવાની શોખીન સોનાલિકા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સુંદર અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. માધવીનું પાત્ર ભજવનાર સોનાલિકા જોષીની એક ધુમ્રપાન કરતી તસવીર વાયરલ થઇ છે.

સોનાલિકાએ તેની કોલેજનો અભ્યાસ યુનિવર્સિટી ઓફ મુંબઇમાંથી કર્યો તેણે તેના કરિયરની શરૂઆત મરાઠી થિયેટરથી કરી હતી. તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં માધવી ભીડેનું પાત્ર ભજવતા પહેલા તે વારસ સરેચ સરસ અને જુલુક જેવા મરાઠી સીરિયલોમાં નજરે પડી ચુકી છે.

તારક મહેતા..ની માધવી નવા નવા ફોટોશૂટ કરાવતી રહે છે જેને દર્શકો પસંદ પણ કરે છે. એવું જ એક ફોટોશૂટ છે જેમાં સોનાલિકા બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. ફોટોશૂટમાં તેમનો વેંપિશ લૂક દેખાયો હતો. આ ફોટોશૂટ તેણે 2019માં કરાવ્યું હતુ.

image source

માધવી ભાભીનું આ ફોટોશૂટ ખૂબ જ વાયરલ થયુ હતુ, જેમાં તે સ્મોકિંગ કરતા નજરે આવી હતી. સોનાલિકાનું આ ફોટોશૂટ ઘણા સમય સુધી ચર્ચામાં રહ્યું હતુ. હાલમાં તેણે એક ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે ખુબ જ ખુબસુરત લાગી રહી છે. તમને જણાવી દઇએ કે શૉમાં તે એક મરાઠી મહિલાનો રોલ નિભાવી રહી છે.  અસલ જીવનમાં પણ સોનાલિકા મરાઠી પરિવારમાંથી આવે છે.

તારક મહેતા..શૉ સાથે માધવી 11 વર્ષથી જોડાયેલી છે. શૉમાં તે ખુબ જ સિમ્પલ અવતારમાં જોવા મળે છે. સિરીયલમાં તે અથાણા-પાપડનો બિઝનેસ કરે છે. સોનાલિકા હાલમાં મુંબઇમાં રહે છે અને તેમના પતિનું નામ સમીર જોશી છે, તેમની દીકરીનું નામ આર્યા જોશી છે. શૉને કારણે માધવી આજે ઘર ઘરમાં ફેમસ છે. તે તારક મહેતા..માં એક શૉના 25 હજાર રૂપિયા લે છે. સોનાલિકાને ગાડીઓનો ખુબ શોખ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version