શું તમને ખ્યાલ છે આ ગાયનુ દૂધ તમારા સ્વાસ્થ્ય માટે કેટલુ લાભદાયી છે..? ચાલો જાણીએ…

મિત્રો, ગૌમાતા એ આપણી હિંદુ ધાર્મિક પરંપરા મુજબ ઘરે-ઘરે પૂજવામા આવે છે અને તેના કારણે જ તેનુ ધાર્મિક મહત્વ ખુબ જ વિશેષ છે. આપણા શાસ્ત્રોમા લખવામા આવેલુ છે કે, ગૌમાતામા તમામ દેવી-દેવતાઓનો સમાવેશ થયેલો છે. આ પરથી આપણે કહી શકીએ કે, આપણને ગૌમાતા તરફથી જે કંઈપણ મળે છે, તે એકદમ શુદ્ધ અને પવિત્ર હોય છે.

gaay ka doodh ke fayde
image source

ગૌમાતાના છાણથી લઈને તેમના દૂધ સુધીની તમામ વસ્તુઓનો આપણે આપણા રોજીંદા જીવનમા પણ ઉપયોગ કરીએ છીએ અને તેના સેવનથી આપણને ઘણો જ લાભ થાય છે ત્યારે આજે આ લેખમા આપણે માહિતી મેળવીશુ કે, ક્યા રંગની ગાયથી આપણને કેવા-કેવા લાભ મળી શકે છે? તો ચાલો જાણીએ.

image source

ગાયનુ દૂધ પીવુ એ શક્તિનો સંચાર કરે છે. તે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જ્યારે પણ આપણા હાથ અને પગમા બળતરાની સમસ્યા ઉદ્ભવે છે ત્યારે ગાયના ઘી ની માલીશ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે, તેની માલીશથી તમારી બળતરાની સમસ્યા તુરંત દૂર થઇ જાય છે. આ સિવાય રેડિયો સક્રિય કિરણોત્સર્ગથી થતી બીમારીઓને પણ તમે ગૌમાતાના દૂધના સેવનથી ખુબ જ સરળતાથી ટાળી શકો છો.

image source

આ સિવાય ગાયનુ દૂધ ચરબી વગરનુ હોય છે. તે તમારા માટે ખુબ જ શક્તિશાળી સાબિત થાય છે. જો તમે તેનુ નિયમિત સેવન કરો તો તમને સ્થૂળતાની સમસ્યામા રાહત મળી શકે છે અને સ્ત્રીઓ સાથે સંકળાયેલી સમસ્યાઓમા પણ તમને ફાયદો મળી શકે છે. આ ઉપરાંત ગાયનું દૂધ અને ઘી અમૃત સમાન છે. ગાયના દૂધનુ નિયમિત સેવન તમને અનેકવિધ બીમારીઓ સામે રાહત અપાવી શકે છે.

image source

ગાયના દૂધમા કેલ્શિયમ ૨૦૦ ટકા, ફોસ્ફરસ ૧૫૦ ટકા, લોહતત્વ ૨૦ ટકા, સલ્ફર ૫૦ ટકા, પોટેશિયમ ૫૦ ટકા અને સોડિયમ ૧૦ ટકા જેટલુ જોવા મળે છે. આ સિવાય ગાયના દૂધમા વિટામિન-સી, વિટામીન-એ અને વિટામીન-ડી૫ પણ ભરપૂર પ્રમાણમા જોવા મળી રહે છે. તો ચાલો જાણીએ કે, ગાયનુ દૂધ પીવાથી શું-શું ફાયદા થશે?

image source

જો જોવા જઈએ તો સફેદ ગાયનુ દૂધ એ પાચક હોય છે એટલે તે શરીરને મજબૂત બનાવે છે પરંતુ, જો તમે ચીતકાબરી ગાયનુ દૂધ નિયમિત પીવો છો તો તે તમારી પિત્તની સમસ્યામા વૃદ્ધિ કરે છે. આ સિવાય તે તમારા શરીરને રમતિયાળ બનાવે છે.

image source

આ ઉપરાંત કાળી ગાયનુ દૂધ એ સ્વાદમા ખુબ જ મીઠુ હોય છે, તે વાયુ સાથે સંકળાયેલ બીમારીઓને દૂર કરવા માટે પણ ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. આ સિવાય લાલ ગાયનુ દૂધ એ લોહી વધારવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તે તમારા શરીરને સ્ફૂર્તિમયી બનાવે છે. આ સિવાય પીળી ગાયનુ દૂધ એ પિત્તની સમસ્યાને સંતુલિત કરે છે અને તમારા શરીરને ઊર્જાવાન બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત