શું બજારમાંથી 2000ની નોટ બંધ થઈ જશે? આ અફવા કેટલી સાચી મંત્રીએ કરી સ્પષ્ટતાં

સમયે સમયે લોકો 2000 રૂપિયાની નોટ અંગે અનુમાન લગાવતા રહે છે. સરકાર બે હજારની નોટ બંધ કરવા જઈ રહી છે, તે પાછી ખેંચી લેશે તેવા અનુમાન લગાવતા રહે છે. ફરી એકવાર એવી અટકળો ચાલી રહી છે કે સરકાર ધીરે ધીરે બજારમાંથી 2000ની નોટ પાછી ખેંચી રહી છે. થોડા દિવસો પહેલા સરકાર તરફથી નિવેદન આવ્યું છે કે 2000ની નવી ચલણી નોટો છાપવામાં આવી રહી નથી.

બજારમાં આ નોટો ઓછી જોવા મળે છે

image source

નવી નોટોનું છાપકામ કરવામાં આવી રહ્યું નથી, તેથી બજારમાં આ નોટો ઓછી જોવા મળે તે સ્વાભાવિક છે. રિઝર્વ બેંક વતી પહેલેથી જ કહેવામાં આવ્યું છે કે આ નોટો બંધ કરવાની કોઈ યોજના નથી. 2000 ની નોટો ચલણમાં ઘટી રહી છે અને એટીએમ માંથી પણ ઓછી નિકળી રહી છે. એક આંકડા મુજબ, 30 માર્ચ 2018 સુધીમાં, 2000 રૂપિયાની કુલ 336.2 કરોડ નોટો બજારમાં હાજર હતી, ફેબ્રુઆરી 2021 માં આ સંખ્યા ઘટીને 249.9 કરોડ થઈ ગઈ છે.

2018ના રોજ બે હજારની 336.2 કરોડની નોટો ચલણમાં હતી

image source

સરકાર વતી લોકસભામાં કહેવામાં આવ્યું છે કે છેલ્લાં બે વર્ષમાં 2 હજાર રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી, જ્યારે તેની સંખ્યામાં ઘટાડો આવી ગયો છે. નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે તાજેતરમાં લોકસભામાં જણાવ્યું હતું કે 30 માર્ચ, 2018 ના રોજ 2000 રૂપિયાની 336.2 કરોડની નોટો ચલણમાં હતી, જ્યારે 26 ફેબ્રુઆરી 2021 ના રોજ તેની સંખ્યા ઘટીને 249.9 કરોડ થઈ ગઈ હતી.

2019 પછી એક પણ નોંટ છાપવામાં આવી નથી

image source

નાણાં રાજ્ય પ્રધાને કહ્યું કે, કોઈપણ મૂલ્યની બેંક નોટની છપાઈનો નિર્ણય જનતાની લેણદેણની માંગને પહોંચી વળવા આરબીઆઈની સલાહ પર લેવામાં આવે છે. 2019-20 અને 2020-21માં 2000 રૂપિયાની નોટ છાપવાનો ઓર્ડર આપ્યો નથી. 2018-19માં, 4.669 કરોડની નોટો છાપવામાં આવી હતી, અને એપ્રિલ 2019 પછી એક પણ નોંટ છાપવામાં આવી નથી.

આ નિર્ણય કાળા નાણાને રોકવા માટે કરવામાં આવ્યો

image source

માનવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય કાળા નાણાને રોકવા માટે કરવામાં આવ્યો છે. નવેમ્બર 2016 માં નોટબંધી પછી સરકારે 500 રૂપિયાની નવી નોટ અને 2 હજાર રૂપિયાની નોટ બહાર પાડી હતી. 2000 રૂપિયાની નોટ સિવાય સરકારે 10, 20, 50 અને 100 રૂપિયાની નવી નોટ બહાર પાડી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!