શું તમને ખબર છે કોલકત્તા પોલીસ ખાખી નહીં પણ સફેદ રંગની પહેરે છે વર્દી? જાણો તેના પાછળનું કારણ

આપણા દેશમાં પોલીસની વર્દી એટલે કે યુનિફોર્મનો રંગ ખાખી હોય છે અને આ દ્રશ્યો આપણે અવાર નવાર આપણી આજુબાજુ, ટીવી પર અને અખબારોમાં જોઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય કોલકત્તા ગયા છો ? જો ત્યાં જશો તો જાણશો કે ત્યાંની સ્થાનિક પોલીસ ખાખી નહી પણ સફેદ રંગની વર્દી પહેરે છે. પણ સાથે જ અહીં એ સવાલ ઉભો થાય કે આખા દેશમાં બધા રાજ્યની પોલીસના યુનિફોર્મનો રંગ ખાખી છે તો પછી કોલકત્તા પોલીસની વર્દીનો રંગ સફેદ કેમ ?

image source

અસલમાં ખાખી વર્દી અને સફેદ વર્દીનું ચલણ અંગ્રેજોના સમયથી ચાલી રહ્યું છે. બ્રિટિશ રાજમાં જ્યારે પોલીસનું ગઠન કરવામાં આવ્યું ત્યારે એ સમયની પોલીસ સફેદ રંગની વર્દી પહેરતી હતી પરંતુ લાંબા સમય સુધી ફરજ પર રહેવાનું હોવાથી પોલીસ કર્મીઓની વર્દી ગંદી થઈ જતી હતી. આ કારણે પોલીસ કર્મચારીઓની સફેદ વર્દી ડાઘ ધબ્બા વાળી અને મેલી ન થાય તે માટે તેના પર અલગ અલગ રંગ લગાવવામાં આવ્યા.

image source

સફેદ વર્દી પર આ રીતે અલગ અલગ રંગ કરવાના કારણે પોલીસ જવાનોની વર્દી અલગ અલગ રંગોની દેખાતી હતી. અને તેના કારણે તેને ઓળખવા મુશ્કેલ બની જતા કે તેઓ પોલીસ જવાન જ છે કે અન્ય કોઈ. આ સમસ્યાથી છુટકારો મેળવવા અંગ્રેજ ઓફિસરોએ ખાખી રંગની વર્દી બનાવડાવી જેથી તે જલ્દી ખરાબ અને મેલી ન થઈ જાય.

image source

વર્ષ 1847 માં અંગ્રેજ ઓફિસર સર હેરી લમ્સડેનએ પ્રથમ વખત સત્તાવાર રીતે ખાખી રંગની વર્દીને સ્વીકૃતિ આપી હતી. ત્યારથી જ ખાખી રંગની વર્દી ભારતીય પોલીસની એક ઓળખ બની ગઈ અને આજ દિન સુધી ચાલી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે પશ્ચિમ બંગાળની પોલીસ ખાખી રંગની વર્દી જ પહેરે છે પરંતુ કોલકત્તા પોલીસ સફેદ રંગની વર્દી પહેરે છે.

image source

તેના કારણની વાત કરીએ તો જે તે સમયે કોલકત્તા પોલીસને પણ ખાખી રંગની વર્દી પહેરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. પરંતુ તે પ્રસ્તાવને નકારી દેવાયો હતો. અને તેના પાછળનું કારણ એ અપાયું હતું કે કોલકત્તા એક તટીય વિસ્તાર હોવાને કારણે ત્યાં ઘણી ગરમી અનુભવાય છે અને સફેદ રંગથી સુરજનો પ્રકાશ પરાવર્તિત થઈ જતો હોય અને ગરમી પણ ઓછી લાગતી હોવાથી સફેદ રંગને ત્યાંની પોલીસની વર્દીના રંગ તરીકે નિશ્ચિત કરવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!