શું તમે જાણો છો પૂરી દુનિયામાં છે માત્ર ૨ મોબાઈલની ઓપરેટીંગ સીસ્ટમ, જાણો એન્ડ્રોઈડ-૧૧ વિષે..

મિત્રો, સમગ્ર વિશ્વમા મોટેભાગે બે પ્રકારની મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ સૌથી વધુ પડતી જોવા મળે છે. જેમા એન્ડ્રોઇડ અને આઈ.ઓ.એસ. નો સમાવેશ થાય છે પરંતુ, એ બાબત પણ સ્પષ્ટ છે કે, વિશ્વમા સૌથી વધારે વપરાશકર્તા એન્ડ્રોઇડ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે અને આ ઓપરેટિંગ સિસ્ટમમાં તેના નિર્માતા દ્વારા સતત ફેરફારો કરી તેને યૂઝર ફ્રેન્ડલી બનાવવાનો પ્રયાસ કરવામા આવે છે. ત્યારે હાલ એન્ડ્રોઇડ દ્વારા તેની ઓપરેટિંગ સિસ્ટમમા ૧૧ નુ અપડેટ આપવામા આવ્યુ છે, તો ચાલો જાણીએ શું નવું છે આ ઓપરેટીંગ સિસ્ટમમા.

image source

એન્ડ્રોઇડ-૧૧ એ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમની ૧૮મું વર્જન છે, જે એન્ડ્રોઇડ-૧૧ ના નામ થી લોન્ચ કરવામા આવી છે. તે ૨૦૨૦ના સપ્ટેમ્બર મહિનાની ૮મી તારીખના રોજ પ્રકાશિત કરવામા આવી હતી. એન્ડ્રોઇડ-૧૧ એ એન્ડ્રોઇડ-૧૦ની સાપેક્ષે ખૂબ મોટા ફેરફરો અને સારી સુવિધાઓ જોવા મળશે. અત્યારે તે માત્ર ગુગલના પિક્સેલ ફોનમા જ જોવા મળી રહી છે પરંતુ, સમય જતા તે બાકીના બધા જ અલગ-અલગ એન્ડ્રોઇડ ઉત્પાદનોમા જોવા મળશે.

સેફટી એન્ડ સીક્યુરીટી :

image source

કોઈપણ ફોનમા સુરક્ષા અને ગોપનીયતા એ સૌથી મોટો ચિંતાનો વિષય છે. જેને ધ્યાનમાં રાખીને આ ઓ.એસ.-૧૧ મા સુરક્ષા અને ગોપનીયતા માટે અગત્યના ફેરફરો કરવામાં આવ્યા છે. જયારે કોઈપણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવે છે ત્યારે તે કેમેરો, લોકેશન, ઓડિયો વગેરેનો ઉપયોગ કરવાની પરવાનગી માંગે છે, જેનો અત્યાર સુધી હેકરો ગેરફયદો ઉઠાવતા હતા પરંતુ, ઓ.એસ.-૧૧ મુજબ આ એપ્લિકેશન ઓપન હશે ત્યારે જ આપેલ પરવાનગીનો એક્સેસ રહેશે, જો તમે તે એપ્લિકેશનને બંધ કરો છો. તે તે એક્સેસ આપ મેળે રદ થશે.

બિલ્ટ ઈન સ્ક્રીન રેકોર્ડિંગ :

image source

ફોનમા રહેલી આ સુવિધા એકદમ અનોખી અને શ્રેષ્ઠ છે. આ વપરાશકર્તાઓ સુવિધાનો ઉપયોગ કરીને મોબાઇલ ફેનની સ્ક્રીન પરની ગતિવિધિઓને સરળતાથી રેકોર્ડ કરી શકે છે અને સાથે જ આ સુવિધાનો ઉપયોગ કરીને ફેનના એપ્લીકશન બેઝ અવાજોને રેકોર્ડ કરી શકાય છે.

ઇમ્પ્રૂવ એક્સેસિબિલિટી :

image source

આ સિવાય આ ઓ.એસ.-૧૧મા ગૂગલે વોઇસ એક્સેસ મોડમા પણ સુધારો કર્યો છે. જેના કારણે તેને હેન્ડ્સ ફ્રી મોડનો ઉપયોગ વધુ ઝડપી અને સરળ બન્યો છે. સૌથી મોટો ફેરફર એ છે કે, વોઇસ એક્સેસ મોડ હવે ઓફ્લાઇન પણ કાર્ય કરશે. તેથી, આ મોડનો ઉપયોગ કરવા માટે તમારે હંમેશા ઇન્ટરનેટ ચાલુ રાખવુ જરૂર નથી.

ન્યુ કન્વર્ઝન ટેબ :

image source

આ ઓ.એસ.-૧૧ મા નોટિફ્કિેશન વિભાગ બે ભાગમા વિભાજિત થશે. તેમા પહેલા નંબરના નોટિફ્કિેશન વિભાગ પર સામાન્ય નોટિફિકેશન અને બીજા નંબરના વિભાગમા વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામના નોટિફ્કિેશન અલગથી જોવા મળશે. જેથી, વપરાશકર્તા તેનો ઉપયોગ કરીને કોઇપણ વ્યક્તિને ડાયરેક્ટ ઓટો રિપ્લાય પણ આપી શકશે અને તમને યોગ્ય રીતે ફ્લ્ટિર કરવાની સુવિધા સરળતાથી પ્રાપ્ત થશે. ઓ.એસ.-૧૦ ની સાપેક્ષે ઓ.એસ.-૧૧ મા ઘણી બધી લાક્ષણિકતાઓ આપવામાં આવી છે, જે તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત