શું તમે જાણો છો સ્કીન માટેના આ પાંચ શ્રેષ્ઠ ડ્રીંક, ૪૦ની આયુમાં લાગશો ૩૦ જેટલા યુવાન અને સુંદર..

મિત્રો, વાત પછી મહિલાઓની હોય કે પુરૂષોની સુંદર અને યુવાન દેખાવુ કોણ ના ઇચ્છતુ હોય? પરંતુ, પ્રવર્તમાન સમયની ખાણીપીણી અને જીવનશૈલીને કારણે ૨૫ ની ઉંમરમા લોકો ૩૫ વર્ષના દેખાય છે.

image source

અત્યારે નાની ઉંમરમા જ ત્વચા સાથે સંકળાયેલી સમસ્યાઓ થવા લાગે છે અને ચહેરા પર ઘડપણની અસર દેખાવા લાગે છે. આજે આ લેખમા અમે તમને અમુક એવા પીણા વિશે જણાવીશું કે, જેણે જો તમે તમારા રોજીંદા ડાયટમા ઉમેરો તો તમારું સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

image source

સફરજન :

image source

દાક્તરો આપણને નિયમિત એક સફરજન ખાવાની સલાહ આપે છે કારણકે, તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે પરંતુ, તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, તે ત્વચા માટે પણ ખૂબ જ લાભદાયી છે. આ ફળના જ્યૂસમા પુષ્કળ માત્રામા એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીએજિંગ ગુણતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારી ત્વચાને યંગ રાખે છે.

પપૈયુ :

image source

જોવા જઈએ તો સિઝનના બધા જ ફળો ખાવા જોઈએ. તેનાથી ત્વચાને પુષ્કળ માત્રામા પોષણ મળે છે અને સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે છે અને આ ફળ પણ કઈક એવું જ ફળ છે, જેને ખાવાથી અને તેને સ્કીન પર લગાવવાથી તમને ગજબના ફાયદા મળે છે. આ ફળમા પણ ભરપૂર માત્રામા એન્ટીઓક્સીડેન્ટ્સ સમાવિષ્ટ હોય છે અને સાથે જ સ્કિનને અંદરથી હેલ્ધી બનાવે છે. તેમા રહેલા એન્ઝાઈમ્સ એ ત્વચાની તમામ સમસ્યાઓને દૂર કરે છે અને તમારી ત્વચાનો નિખાર પણ વધારે છે.

ગાજર :

image source

આ ફળમા પુષ્કળ માત્રામાં બીટા કેરોટીન અને વિટામિન-એ સમાવિષ્ટ હોય છે. જે ત્વચાના ડાઘ , પિંપલ્સ અને અન્ય સમસ્યાઓથી બચાવે છે. તે ત્વચામાં પિગમેન્ટેશનને ઓછું કરવામાં મદદ કરે છે અને તેમાં રહેલું ફાઈબર સ્કિનને સુંદર અને શાઈની બનાવે છે. શિયાળામા નિયમિત ગાજરનો રસ પીવાથી સ્કિન યુવાન રહે છે.

લીંબુ :

image source

આ ફળમા પુષ્કળ માત્રામા વિટામિન-સી સમાવિષ્ટ હોય છે. જે તમારી ત્વચાને યુવાન અને સુંદર બનાવવામા ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. આ સાથે જ તેનો રસ તમારી સ્કિન માટે બેસ્ટ ક્લીંઝરનું પણ કામ કરે છે. તે સ્કિનમા પી.એચ. લેવલને સંતુલિત કરે છે.

કાકડી :

image source

આ સબ્જીમા પુષ્કળ માત્રામા સિલિકા સમાવિષ્ટ હોય છે. જે તમારા ચહેરાની રંગત નિખારવામાં મદદ કરે છે. તેમાં વોટર કન્ટેન્ટ ૯૦ ટકા સમાવિષ્ટ હોય છે, જે તમારી સ્કિનને હાઈડ્રેટ રાખવામા પણ સહાયરૂપ સાબિત થાય છે. જેનાથી સ્કિનમા એક અલગ જ ચમક આવે છે. આ ફળનો જ્યૂસ એક્ઝિમા જેવી સ્કિન પ્રોબ્લેમ સામે પણ રક્ષણ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત