શું તમે જાણો છો આ અભિનેતાની પત્નીએ લગ્ન સમયે પણ નહોતું કર્યું ફેસિયલ, ખુબસુરત દેખાવા અપનાવી આ રીત..

મિત્રો, જ્યારે આપણે કોઈપણ સેલિબ્રિટીના લગ્ન વિશે વાત કરીએ તો આપણને બધાને ઘણા વિચારો છે. અમે ધારીએ છીએ કે, તેઓ મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે અને લગ્ન સમયે તે ઘણી એક્સક્લુઝિવ બ્યુટી ટ્રીટમેન્ટ અને બ્રાઇડલ પેકેજ લેતા હશે પરંતુ, જો મીરા રાજપૂતનુ નામ આવે તો આ બધી જ બાબતો તદ્દન ખોટી સાબિત થાય છે.

image source

કારણકે, મીરા રાજપૂત એ એક સેલિબ્રિટી પત્ની છે, જેણે સંબંધીઓ અને મિત્રોની સલાહ પછી પણ પાર્લરો દ્વારા આપવામાં આપેલી બ્રાઇડલ બ્યુટી પેકેજ નહોતી લીધી. તેના બદલે તેમણે પોતાની માતાના ઘરગથ્થુ નુસખા પર વિશ્વાસ રાખ્યો અને પોતાની ત્વચાને સુંદર બનાવવા માટે આ નુસખાને અજમાવ્યો.

image source

મીરા રાજપૂત કોઈ અભિનેત્રી નથી. લગ્ન પહેલા સુધી તેમનો આ ક્ષેત્ર સાથે કોઈ સંબંધ નહોતો. શાહિદ કપૂર સાથે લગ્ન થયા પછી લોકો મીરા રાજપૂત વિશે વધુને વધુ જાણવા માંગે છે. તેણીએ લોકોના આ પ્રેમ અને ખ્યાતિને પણ ખૂબ જ સારી રીતે સંભાળીને રાખ્યુ છે.

image source

આ એક મોટું કારણ છે કે સોશિયલ મીડિયા પર તેમના પ્રિયજનોની સંખ્યા સતત વધી રહી છે. તેમના ફોલોઅર્સ તેમની બ્યુટી ટિપ્સ, હેક્સ, પેરેન્ટિંગ, અનુભવ વગેરે વિશે પૂછતા રહે છે અને તેણી આ મુદ્દાઓ વિશે ખુલીને વાત કરે છે.

image source

છેલ્લા દિવસોમા સોશિયલ મીડિયા પર પોતાના સાથીઓ પાસેથી સુંદરતાના ઘરેલુ પ્રિસ્ક્રિપ્શન વિશે વાત કરતા મીરા રાજપૂતે પોતાના લગ્ન દરમિયાન બ્યુટી કેર અને બ્રાઇડલ બ્યૂટી પેક્સ જેવી બાબતો વિશે વાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor)

તેમણે કહ્યું હતું કે, લગ્ન દરમિયાન તેમણે બ્રાઇડલ પેક નથી લીધુ, જે આજકાલ પરંપરા જેવું બની ગયું છે. આ બજાર આધારિત સૌન્દર્ય સંસાધનોનો ભોગ બન્યા વિના તેણીએ ઘરેલુ નુસખા પર આધાર રાખ્યો હતો અને રસોઈઘરમા શુદ્ધ ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરીને પોતાની ત્વચાનો રંગ નીખાર્યો હતો. આ વિશે વાત કરતા તેણીએ બોડી સ્ક્રબ અને ફેસ સ્કિન કેર ટિપ્સ શેર કરી હતી.

image source

તેણીએ જણાવ્યુ કે, લગ્ન નક્કી થયા બાદ સામાન્ય રીતે જ્યાં મોટાભાગની છોકરીઓ બ્રાઇડલ પેક્સ અને કોસ્મેટિક બ્યુટી રેન્જનો ઉપયોગ કરતી હોય છે, ત્યાં તેમણે આવું બિલકુલ કર્યું નથી. દરેક રસાયણ આધારિત ઉત્પાદનથી અંતર જાળવી રાખવામા આવ્યુ હતુ. આ બધી વસ્તુઓને બદલે તેણે પોતાના આખા શરીર પર ચિરોંજી સ્ક્રબ બોડી માસ્કનો ઉપયોગ કર્યો.

image source

મીરાએ સમજાવ્યું કે, આ માસ્ક સંપૂર્ણપણે કુદરતી છે અને તેને રસોડાની વસ્તુઓમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. આ માસ્કની રેસિપી શેર કરતી વખતે તેમણે જણાવ્યુ હતુ કે, મે ચિરોંજી સ્ક્રબ બનાવવા માટે ચિરોંજી પાવડર સાથે મસૂરની દાળ અને દૂધનું મિશ્રણ તૈયાર કર્યુ હતુ, જે મારી ત્વચા માટે ખુબ જ લાભદાયી સાબિત થયુ હતુ.

image source

જો તમે પણ તમારી ત્વચાને એક અલગ નિખાર આપવા ઈચ્છતા હોવ તો તમ એપણ આ નુસ્ખાને અજમાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત