શું તમે જાણો છો કે વર્ષ 2020માં કઈ મેકઅપ ટિપ્સ થઈ સૌથી વધુ ફોલો, અપનાવો તમે પણ

વર્ષ 2020ને કોરોનાના નામે કરી દેવાયું છે. આ મહામારીએ દેશ અને દુનિયામાં અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવી દીધું છે.

image source

કોરોનાથી બચવા તમે માસ્ક અને સેનિટાઇઝરને સમય સમયે વાપરો છો જેથી તમે વાયરસનાં ખતરાથી બચી શકો. લોકડાઉનનો લોકોએ બઉ સારો ઉપયોગ કર્યો છે. લોકડાઉનમાં લોકો આખો દિવસ ઘરમાં જ હતા. ઘરે બેસીને કંટાળી ગયેલા લોકોએ એક નવો ટાઇમપાસ શોધ્યો. કંટાળેલા લોકો ક્યારેક અતરંગી વિડિઓઝ બનાવતા તો ક્યારેક તેને શેર કરતાં. આ સિવાય લોકોએ અનેક પકવાન બનાવવાનું શીખીને પણ ટાઈમ પાસ કર્યો છે. એટલે કે એમ કહી શકાય કે લોકોએ તેમની ક્રિએટિવીટીને સમય આપ્યો છે.

image source

ખાસ કરીને બ્યૂટીને આની સાથે ખાસ સંબંધ આ વર્ષે રહ્યો હોય તેવું જોવા મળ્યું છે. કોરોનાની સુરક્ષામાં પહેરાતા માસ્કના કારણે મેકઅપમાંથી થોડી રાહત મળી છે. ન લિપસ્ટિક લગાવવાની ટેન્શન અને લિપ લાઈનરની. આ સમયે મહિલાઓએ ઘરમાં રહેવાની સાથે જ રસોઈ અને પોતાના બ્યૂટીને ખાસો સમય આપ્યો છે. વર્ષ 2020માં કોરોનાની સાથે સાથે એક ખાસ મેકઅપ ટિપ્સ પણ ચર્ચામાં રહી છે. આ છે નો મેકઅપ લૂક. આ લૂક લગભગ દરેક મહિલાઓએ ટ્રાય કર્યો છે. કારણ કે તેઓ મોટાભાગનો સમય ઘરમાં જ રહી છે. આ સિવાય માસ્કના ઉપયોગના કારણે લગભગ તમારો ચહેરો ઢંકાઈ જાય છે અને જો તમે દુપટ્ટો બાંધી દો છો તો તમારો ચહેરો દેખઆતો જ જનથી જેથી મેકઅપની જરૂર રહેતી નથી.

image source

જો ભાગ્યે જ મહિલાઓએ કોઈ મેકઅપ ટિપ્સનો ઉપયોગ કર્યો હોય તો તેમાં આ બાબતો ખાસ રહી છે. આ પણ એ મહિલાઓ છે જે ઓફિસ જતી હતી. તેમાં પિંક બ્લશ વર્ષ 2020માં ચર્ચામાં રહ્યું છે. તેને ખાસ સર્ચ કરાયું છે.

આ સિવાય સ્મોકી આઈ મેકઅપ

image source

કોરોનામાં ખાસ કરીને સ્મોકી આઈને સર્ચ કરાયું છે. રેડ સ્મોકી આઈને કેવી રીતે ટ્રાય કરવું કે પછી તેને લગાવવાની રીત કઈ છે તેને લઈને પણ સર્ચ કરાયું છે.

લિપસ્ટિક

image source

કોરોનાના સમયમાં માસ્કનો ઉપયોગ જરૂરી બન્યો છે ત્યારે જે મહિલાઓને મેકઅપ પસંદ છે તેમને માટે સૌથી મોટી સમસ્યા રહી હતી લિપસ્ટિક લગાવવાની, માસ્ક લગાવવાથી લિપસ્ટિક ખરાબ થઈ જતી હતી. આ સમયે ગૂગલ પર 2020માં મેટ લિપસ્ટિકને વધારે સર્ચ કરવામાં આવી છે.

નો મેકઅપ લૂક

image source

તમે વિચારી રહ્યા છો કે આ કયો લૂક હોય છે. તો અમે તમને જણાવી દઈએ કે નો મેકઅપ લૂકમાં તમે લાઈટ મેકઅપનો ઉપયોગ કરો છો. તેનાથી તમને ઈવન ટોન પણ મળે છે. કોરોનામાં ખાસ કરીને મહિલાઓ ઘરમાં રહેતી હતી અને જે ઓફિસ પણ જતી હતી તેઓએ મીટિંગ માટે પ્રેઝન્ટેબલ રહેવું જરૂરી હોવાના કારણે નો મેકઅપ લૂકનો ખાસ પ્રયોગ કર્યો, જેમાં તેઓ ખાસ કરીને ફાઉન્ડેશન, ફેરનેસ ક્રીમ, આઈ લાઈનર અને કાજલનો ઉપયોગ કરતી હતી. એટલે કે એકદમ લાઈટ અને નોર્મલ મેકઅપ. જેના કારણે આ શબ્દ પણ ચર્ચામાં રહ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત