શું તમને ખબર છે આ તસવીર કોની છે? શાહરુખ ખાનના આ ડુપ્લીકેટની તસવીરો જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા
આપણે જોઈએ છીએ કે ક્યારેક આપણા જેવા જ ચેહરા ધરાવતા લોકોને જોઈને આપણે અચંબામાં પડી જઈએ છીએ. પરંતુ ઘણા લોકોને હમશકલ પણ હોય છે. આ જ રીતે બોલિવુડ અભિનેતાઓના પણ ડુપ્લીકેટ વ્યક્તિઓ હોય છે જેમના શરીર અને ચેહરા જોઈને ઘડીક તો ધ્યાનથી જોવું પડે કે આ અસલી અભિનેતા તો નથી ને. આના કારણે ઘણા ખરા ડુપ્લીકેટ અભિનેતાઓને નાના મોટા ફંક્શન અને કાર્યક્રમોમાં લોકો બોલાવે છે અને એ સિવાય અમુક ફિલ્મોમાં પણ તેમને કામ માલી જાય છે. બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાનના પણ ઘણા ડુપ્લીકેટ માણસો ભારતમાં રહે છે. હવે શાહરુખ ખાનના ડુપ્લીકેટ વ્યક્તિઓમાં વધુ એકનો ઉમેરો થયો છે અને તેની તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ પણ થઈ રહી છે. શાહરૂખ ખાનના આ હમશકલ એટલે કે ડુપ્લીકેટનું નામ ઇબ્રાહિમ કાદરી છે. જ્યારથી ઇબ્રાહિમે પોતાની અમુક ખાસ તસવીરોને સોશ્યલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર મુકવાનું શરૂ કર્યું છે ત્યારથી તેના ફોલોઅર્સમાં પણ વધારો થવા લાગ્યો છે.

ઇબ્રાહિમ કાદરી પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં શાહરુખ ખાનની સ્ટાઇલમાં જ અદ્દલ તેની જેમ જ ફોટા પડાવી અપલોડ કરતો રહે છે. એટલું જ નહીં તેણે શાહરુખ ખાનની ફિલ્મ રઈસ, દિલવાલે દુલ્હનિયા લે જાએંગેના અમુક સીન્સ પણ ક્રિએટ કર્યા છે.
View this post on Instagram
ઇબ્રાહિમના ફોલોવર તેના ફોટો પર કોમેન્ટ કરીને શુભેચ્છાઓ પણ આપતા હોય છે. આવા જ એક ફેને કોમેન્ટ કરી હતી કે ” ક્યારેક તે કન્ફ્યુઝ થઈ જાય છે અને આઈડી જોવું પડે છે ” અન્ય એક ફેને કોમેન્ટ કરી હતી કે, મને મારી આંખો પર વિશ્વાસ નથી બેસતો. એક યુઝરે એવું લખ્યું કે, આઈલા, ફૂલ કોપી ભાઈ, આવું કઈ રીતે થઈ શકે છે, કુદરત શું ચીજ છે.
અહીં એ નોંધનીય છે કે અમુક વર્ષો પહેલા પણ ફેન્સને આ
View this post on Instagram
શાહરુખ ખાનનો એક ડુપ્લીકેટ જોર્ડનમાં મળી આવ્યો હતો. તે એક ફોટોગ્રાફર હતો અને તેનું નામ અકરમ અલ ઇસ્સવી હતું. તેની તસવીરો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. એ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં પણ હૈદર મકબુલ નામનો વ્યક્તિ શાહરૂખ ખાનનો હમશકલ છે અને તેની તસવીરો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ હતી.
View this post on Instagram
વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરુખ ખાન છેલ્લે વર્ષ 2018 માં આવેલી ફિલ્મ જીરો માં અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ સાથે નજરે પડ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસમાં ખાસ નોંધનીય પ્રભાવ નહોતી પાડી શકી. ત્યારબાદ તેણે મોટા પડદા પર કમબેક કર્યું નથી. એવું મનાય છે કે શાહરુખ ખાન ટૂંક સમયમાં જ તેની ફિલ્મ પઠાણ માં દીપિકા પાદુકોણ સાથે નજરે પડશે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ વિલનનો રોલ ભજવી રહ્યો છે. શાહરુખ ખાન હાલના દિવસોમાં ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે અને આ ફિલ્મ 2022 માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની શકયતા છે.