Site icon News Gujarat

સુચિત્રા એલ્લાએ કોરોના વેક્સિનને લઈ તમામ પ્રશ્નોના જવાબ આપ્યા, મેળવી લો તમારી દરેક અટકળોનું સમાધાન

હાલમાં કોરોના મોળો પડી રહ્યો છે અને હવે તો કેસ પણ ઓછા આવી રહ્યા છે, ભારતમાં અને ગુજરાતમાં સંક્રમિતોની સંખ્યામાં ઉત્તરોતર ઘટાડો થઈ રહ્યો છે જે એક સારી વાત છે. જો કે હવે તો ભારતવાસીઓ વેક્સિનની સપના જોઈ રહ્યા છે અને લોકો વચ્ચે તેની ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. કારણ કે હાલમાં પરિસ્થિતિ કંઈક એવી છે કે ભારતની પહેલી સ્વદેશી વેક્સિન-કોવેક્સિન બનાવી રહેલી હૈદરાબાદની કંપની ભારત બાયોટેકને સરકારી રેગ્યુલેટર પાસેથી મંજૂરી મળે એની રાહ જોવાઈ રહી છે. લગભગ 60થી 70 મિલિયન ડોઝ તૈયાર છે. સેમ્પલ ટેસ્ટિંગ માટે કસૌલી મોકલવામાં આવ્યા છે.

image source

તો હવે શેની રાહ છે એના વિશે જો વાત કરીએ તો જેવી જ ડ્રગ રેગ્યુલેટરથી ઈમર્જન્સી યુઝની મંજૂરી મળશે, રાજ્યોને જરૂરિયાત મુજબ વેક્સિન સપ્લાઇ થવા લાગશે. ત્યારે આ બધાની વચ્ચે ભારત બાયોટેકનાં જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર સુચિત્રા એલ્લાએ એક સ્પેશિયલ ઈન્ટરવ્યુમાં થઈ રીતે કામ શરૂ છે અને શું શું કરવામાં આવી રહ્યું છે એના વિશે વાત કરી હતી અને ઘણા ભ્રમ પણ દુર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધીમાં બધાને વેક્સિન નહીં મળે ત્યાં સુધી આરામ નહીં કરીએ. ત્યારે સૌથી પહેલાં એ જાણી લઈએ કે હાલ વેક્સિનની ટ્રાયલ્સનું સ્ટેટસ શું છે?

તો આ પ્રશ્નનો જવાબ આપતા સુચિત્રા કહે છે કે આ વેક્સિનને બનાવવામાં અમારો જાપાની એન્સેફિલાઇટીસ સહિત વેક્સિન બનાવવાનો અનુભવ કામ આવ્યો. જુલાઈમાં અમે ડ્રગ રેગ્યુલેટર પાસેથી મંજૂરીને લઈને 400 વોલન્ટિયર્સ પર ફેઝ-1 ટ્રાયલ્સ કરી જેમાં વેક્સિનની સેફ્ટીની પણ તપાસ કરી. જે બાદ અમે 400 વોલેન્ટિયર્સ પર ફેઝ-2 ટ્રાયલ્સ કરી, જેમાં વેક્સિનની ઈમ્યુનોજેસિટીની તપાસ કરી. આ પરિણામોને આધારે જ અમે દેશભરની 22થી વધુ હોસ્પિટલમાં લગભગ 26 હજાર વોલન્ટિયર્સ પર ફેઝ-3ની ટ્રાયલ્સ કરી રહ્યાં છીએ.

image source

પછીનો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન એ છે કે આ વેક્સિનને ક્યાં સુધીમાં ઈમર્જન્સી એપ્રૂવલ મળી શકે છે? તો જબાવમાં સુચિત્રાનું કહેવું છે કે, હાલના સમયે અમારા માટે કંઈ પણ કહેવું શક્ય નથી. ડ્રગ રેગ્યુલેટર જ અંતિમ નિર્ણય લેશે. અમારું કામ તો ટ્રાયલ્સના ડેટા ડેઈલી બેઝિઝ પર સબમિટ કરવાનો છે અને અમે એ કરી રહ્યાં છીએ. શરૂઆતમાં હેલ્થકેરવર્કર્સ અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન લગાડવાની છે. અમારી સંપૂર્ણ તૈયારી છે. દરેક રાજ્યએ વેક્સિન સાથે જોડાયેલી પોતાની માગને કેન્દ્ર સરકારની સામે રાખી દીધી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આખરે લોકોને ક્યાં સુધીમાં આ વેક્સિન મળે છે.

એ જ રીતે હાલમાં નવા સ્ટ્રેનનો પણ માહોલ છે તો દરેકને સહજ રીતે પ્રશ્ન થાય કે શું આ વેક્સિન નવા સ્ટ્રેન પર અસરકારક છે? એને અપડેટ કરવાની જરૂર તો નથી ને? તો એનો જવાબ પણ સુચિત્રાએ આપ્યો અને કહ્યું કે, અમે વેક્સિન ડેવલપમેન્ટમાં સમગ્ર વાઇરસનો ઉપયોગ કર્યો છે, જેનાથી અમારી વેક્સિન સમગ્ર વાઇરસ પર અસરકારક છે. વાઇરસમાં નાના-મોટા ફેરફારથી કોઈ જ ફર્ક નહીં પડે. નવા સ્ટ્રેન અંગે NIVમાં સ્ટડી થઈ રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે પ્રયાસ કરી રહ્યાં છીએ કે નવા સ્ટ્રેન પણ અમે તાત્કાલિક મળી જાય કે જેથી અમે તેના પર અમારી વેક્સિનનો પ્રયોગ કરી શકીએ. સાથે જ એક પ્રશ્ન એ પણ છે કે શું સીરમની જેમ તમે પણ ઈમર્જન્સી એપ્રૂવલ પહેલાં વેક્સિન બનાવવાની શરૂ કરી દીધી છે? તો એના જવાબમાં સુચિત્રા હા કહે છે અને આગળ વાત કરે છે કે અમે પોતાના રિસ્ક પર પ્રોડક્શન શરૂ કરી દીધું છે. જે સેમ્પલ અમારી વેક્સિન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં બની હતી, તપાસ માટે કસૌલીની નેશનલ ડ્રગ ટેસ્ટિંગ ફેસિલિટીમાં મોકલવામાં આવી છે. 6થી 7 મિલિયન ડોઝ તૈયાર છે.

image source

સરકારે કહ્યું હતું કે વેક્સિનની ઈફેક્ટ 42 દિવસ બાદ થશે. શું કોવેક્સિન પર પણ આ લાગુ છે? તેના જવાબમાં પણ હાં કહીને વાત કરી કે આ કોઈ પેરાસિટામોલ નથી, જે ત્રણ કલાકમાં અસર દેખાડવા લાગે. વેક્સિનથી શરીરમાં ઈમ્યુન રિસ્પોન્સ ડેવલપ કરવામાં સમય લાગે છે. બાળકોમાં પણ એકથી લઈને ત્રણ ડોઝ સુધી આપવા પડે છે. આગળ વાત કરતાં સુચિત્રા કહે છે કે, કોવેક્સિનના બે ડોઝ 28 દિવસના અંતરથી લાગશે. બીજા ડોઝના 14 દિવસ પછી, એટલે કે 42મા દિવસ સુધી સક્રિય રહેશે, જેનો અર્થ એવો નથી કે તમામ લોકોમાં એની અસર એવી જ હશે.

image source

વેક્સિનની ઈફેક્ટ જોવામાં 45થી 60 દિવસ પણ થઈ જાય છે. તો કેટલાક લોકોમાં વેક્સિન આ પહેલાં પણ અસર દેખાડવાનું શરૂ કરી દે છે. ટ્રાયલ્સમાં અમે 42મા દિવસે વોલન્ટિયરના બ્લડ સેમ્પલ લઈ રહ્યાં છીએ, જેમાં તપાસ કરીએ છીએ કે શરીરમાં એન્ટિબોડી બની કે નહીં. અમારા અત્યારસુધીની ટ્રાયલ્સમાં કોવેક્સિન સેફ અને ઈફેક્ટિવ સાબિત થઈ છે. ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સના આધારે સંપૂર્ણ ફોકસ માત્ર 18 વર્ષથી વધુની ઉંમરની આબાદી પર છે. ટ્રાયલ્સ તેમના પર જ થાય છે. 12 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને વેક્સિન લગાડવાની છે તો તેમના પર ટ્રાયલ્સ કરવી પડશે, જે બાદ કંઈક નક્કી થઈ શકશે.

હવે જો સુચિત્રાની પર્સનલ વાત કરવામાં આવે તો સુચિત્રાએ પોતાની દિનચર્યા વિશે વાત કરી હતી કે, કંપનીમાં અમારી કેપેબલ ટીમ છે. નક્કી કરેલી સિસ્ટમમાં બધું જ થાય છે. હું પહેલાં 6-8 કલાક કામ કરતી હતી, પરંતુ મહામારીએ ઘણુંબધું બદલી નાખ્યું છે. હવે અમારી ટીમ દરરોજ 12-15 કલાક કામ કરે છે. હું પણ 12 કલાકથી વધુ સમય સુધી દરરોજ એક્ટિવ રહું છું. આગળ વાત કરતાં સુચિત્રા કહે છે કે અમને નથી ખ્યાલ કે હજુ પણ અમે રિલીવ થયા છીએ કે નહીં. અમે એપ્રિલમાં કામ શરૂ કર્યું હતું. સાયન્ટિસ્ટ્સ, રિસર્ચ ટીમ અને ટેક્નોલોજી ટીમે માર્ચ-એપ્રિલમાં જ કામ શરૂ કરી દીધું હતું. હજુ પણ 24X7 કામ કરી રહ્યા છીએ. ત્રણ શિફ્ટ્સમાં કામ થઈ રહ્યું છે. અમે એ દિવસે રિલેક્સ થઈશું કે જ્યારે ભારતની દરેક વ્યક્તિને વેક્સિન લાગી જશે.

ત્યારબાદ સુચિત્રાને સૌથી મહત્વનો અને દરેક લોકોનો મનમાં છે એવા સવાલ કરવામાં આવ્યો કે વેક્સિન આવ્યા પછી આપણે ક્યાં સુધી વગરમાસ્કે ફરી શકીશું? તો સુચિત્રાએ કહ્યું કે-ના, હજુ આ વાતમાં સમય લાગશે. આ મહામારી ક્યારે સમાપ્ત થશે એનો જવાબ થોડો મુશ્કેલ છે. હું ન તો FDA ચીફ છું કે ન તો CDC કે ICMR. તેમ છતાં એટલું કહી શકું છું કે લોકોએ 2021માં પણ આખું વર્ષ સાવધાની રાખવી જરૂરી છે. કોવેક્સિન પર કેટલો ખર્ચ થયો છે અને થવાનો છે? આમાં શું કોઈ પ્રકારનું ફંડિંગ મળ્યું છે કે કેમ એના જવાબમાં સુચિત્રા કહે છે કે કોવેક્સિન માટે અમને ICMR તરફથી ક્લિનિકલ ટ્રાયલ્સ માટે ફંડિંગ મળ્યું છે. આ વેક્સિન તૈયાર કરવામાં 70થી 80 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ઉપરાંત વેક્સિનના ડેવલપમેન્ટ અને અન્ય વસ્તુઓ પર કંપનીનો ખર્ચ થયો છે. અમારું આંકલન છે કે કોવેક્સિનને બનાવવા અને એને છેલ્લામાં છેલ્લી વ્યક્તિ સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં 70થી 80 મિલિયન ડોલરનો (500-600 કરોડ રૂપિયા) ખર્ચ થશે.

વેક્સિન કઈ રીતે ઈમ્યુન રિસ્પોન્સ ડેવલપ કરશે એના વિશે પણ સુચિત્રાએ વાત કરતાં જણાવ્યું કે અમારી વેક્સિન ઈનએક્ટિવેટેડ પ્લેટફોર્મ પર કામ કરે છે. અમે તેમાં કોરોના વાઇરસને નબળો પાડ્યો કે જેથી શરીરમાં સંખ્યા ન વધી શકે. વેક્સિન ઈન્જેક્ટ કરવા પર શરીરમાં ઈમ્યુન રિસ્પોન્સ ડેવલપ કરે છે. અમારા શરૂઆતનાં 4થી 6 સપ્તાહ પ્રી-ક્લિનિકલ ટ્રાયલ્સમાં જ પસાર થઈ ગયાં હતાં. કઈ રીતે અને ક્યારે વેક્સિનની શરૂઆત કરી એના વિશે વાત કરતાં સુચિત્રાએ કહ્યું કે જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉન હતું ત્યારે પણ અમે કામ કરી રહ્યાં હતા. વેક્સિન બનાવવા માટે અમને વાઇરસનો લાઈવ સ્ટ્રેનની જરૂરિયાત હતી. અમે ICMR અને NIVને પત્ર લખ્યો. તેમની પાસેથી વાઇરસનો ભારતીય સ્ટ્રેન મેળવ્યો. એ સમયે ન તો એરકાર્ગો ચાલી રહ્યા હતા કે ન તો એરપોર્ટ્સ કામ કરી રહ્યાં હતાં. અમે સડક માર્ગે ગાડીઓ મોકલી અને પુણેથી વાઇરસના સ્ટ્રેન હૈદરાબાદ લાવ્યા. જે બાદ આકરી મહેનત કરીને એને ઈનએક્ટિવ કર્યો. ઉલ્લેખનીય છે કે હવે દરેક લોકો આ વેક્સિનની રાહ જોઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

ગુજ્જુ ગોસિપ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુ ગોસિપ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ગુજ્જુ ગોસિપ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ગુજ્જુ ગોસિપ

Exit mobile version