અંતિમ સંસ્કાર પહેલા મૃતકમાં આવ્યો જીવ, હોસ્પિટલમાં 4 કલાક રહ્યા બાદ અવસાન

એક તરફ કોરોનાનો કહેર વધી રહ્યો છે અને બીજી તરફ બરબાદી, મૃત્યુનું તાંડવા જોવા મળી રહ્યું છે. દેશભરમાં સરકારએ લોકડાઉન જાહેર કર્યું છે તેવામાં ચોતરફ કોરોનાના કેસની જ ચર્ચાઓ છે પરંતુ તેવામાં ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક ચોંકાવનારી ઘટના બની છે જેનાથી લોકોના મનમાં જે ભય છે તેનો અંદાજ લગાવી શકાય છે.

image source

કોઈ વ્યક્તિ મૃત્યુ પામે, તેના પરીજનો આ વાતની પુષ્ટી કરે અને પછી તેની સ્મશાન યાત્રાની તૈયારી કરી અર્થી પર તેને સુવડાવે કે તે વ્યક્તિમાં જીવ આવી જાય તો ? આ ઘટનાને ચમત્કાર જ કહી શકાયને… આવી ઘટના તાજેતરમાં બની છે કાનપુરના નયાગંજમાંય અહીં પાની કે બતાશે નામની પ્રખ્યાત દુકાન ચલાવતા શંકરને મૃત સમજી તેના અંતિમ સંસ્કારીની તૈયારીઓ પરીવાર દ્વારા કરી લેવામાં આવી. પરંતુ જ્યારે તેને અર્થી પર સુવડાવવામાં આવ્યો ત્યારે તે જાગી ગયો અને બોલ્યો કે તેને ક્યાં લઈ જવામાં આવી રહ્યો છે.

આ રીતે અર્થી પર તે વ્યક્તિ જાગૃત થતા લોકોમાં થોડીવાર તો હોબાળો મચી ગયો હતો. પરીવારના સભ્યો સ્વસ્થ થયા કે તુરંત તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જો કે આશ્ચર્યની વાત એ છે કે અહીં 4 કલાક બાદ તેનું નિધન થયું. 80 વર્ષીય શંકરની તબીયત ખરાબ હતી.

પરંતુ તેના શ્વાસ અને ધબકારા બંધ થવાથી પરીવારજનોએ તેને મૃત સમજી તેની અંતિમ વિધિની તૈયારી કરી લીધી. પરંતુ અર્થી પર સુવડાવ્યા બાદ તેઓ જાગૃત થયા. જો કે આશ્ચર્ય એ વાતનું છે કે જીવીત થયા પછી તે હોસ્પિટલમાં ચાર કલાક રહ્યા પછી તેમનું નિધન થયું.