Site icon News Gujarat

એરપોર્ટ પર આ રીતે અભિનેત્રીને કરવામાં આવતી વારંવાર હેરાન, હવે સરકારે ખુદ અભિનેત્રીની માફી માગવી પડી

જાણીતી અભિનેત્રી અને ડાન્સર સુધા ચંદ્રન તાજેતરમાં ચર્ચામાં છે. તેમની ચર્ચાનું કારણ તેમને એરપોર્ટ પર થયેલી સમસ્યા છે. આ મામલે તેમણે વડાપ્રધાન મોદીને પણ ફરિયાદ કરી હતી. તેમણે એક વીડિયો શેર કરી તેમને થયેલી આ સમસ્યા વિશે જણાવ્યું હતું. અને હવે પરિણામ એ આવ્યું છે કે ખુદ CISF અને ઉડ્ડન મંત્રીએ તેમની માફી માંગી છે.

image soucre

અભિનેત્રીને ખોટો પગ લગાવેલો છે ત્યારે તેને એરપોર્ટ પર આ વાતને લઈને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. આ વિવાદ ત્યારે વકર્યો જ્યારે અભિનેત્રીએ એક વીડિયો શેર કરી આ વાત જણાવી હતી. આ ઘટના બાદ હવે CISF એ અભિનેત્રી સુધા ચંદ્રનની માફી માંગી છે. સુધાએ સોશ્યિલ મીડિયા પર એક વીડિયો શેર કરીને એરપોર્ટ પર ચેકિંગની વ્યવસ્થા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ વીડિયોમાં સુધાએ પીએમ મોદીને પણ અપીલ કરી હતી ત્યારબાદ CISFએ તેમની માફી માંગી છે.

ઘટના એવી બની હતી કે સુધા ચંદ્રને તુરંત જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણીએ ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયોમાં ખુલાસો કર્યો હતો કે જ્યારે પણ તે એરપોર્ટ જાય છે ત્યારે તેને તેના નકલી પગ કાઢીને તપાસ કરાવવાનું કહેવામાં આવે છે.

સુધાએ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સિસ્ટમ બદલવાની વિનંતી કરી હતી. તેણે કહ્યું હતું કે તેમને તેમના કામના કારણે ઘણું ટ્રાવેલ કરવું પડે છે. અને દરેક વખતે સુરક્ષાકર્મીઓ સાથે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ક્યારેક તો નકલી પગને લઈને સુરક્ષાકર્મીઓ ગેરવર્તન પણ કરે છે અને પગને લઈને પ્રશ્નો કરે છે. એવા પ્રશ્નો કરે છે કે પગ ક્યાં સુધી છે ? નકલી પગ કાઢવો પડશે… તેણીએ વધુમાં કહ્યું હતું કે ચેકીંગ ખોટું છે તેમ વાત નથી પરંતુ દરેક વ્યક્તિનું સમ્માન થવું જોઈએ.

જણાવી દઈએ કે ડાન્સર અને એક્ટ્રેસ સુધા ચંદ્રને એક અકસ્માતમાં પોતાનો પગ ગુમાવ્યો હતો, ત્યારપછી તેણે નકલી પગનો ઉપયોગ કરવો પડે છે. જો કે એક પગ ન હોવા છતાં તેણીએ ડાન્સ અને અભિનય ક્ષેત્રે આ સ્થાન હાંસલ કર્યું છે.

image socure

આ સમગ્ર ઘટના પ્રકારમાં આવ્યા બાદ CISF એ ટ્વિટર પર લખ્યું હતું કે, ‘અમારા કારણે સુધા ચંદ્રનને થયેલી અસુવિધા માટે અમે માફી માંગીએ છીએ. પ્રોટોકોલ મુજબ સુરક્ષા તપાસ દરમિયાન પ્રોસ્થેટિક્સ દૂર કરવા પડે છે, તે પણ માત્ર ખાસ સંજોગોમાં.’

image source

આ સાથે જ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ કહ્યું હતું કે ‘સુધા જી, મને જાણીને દુઃખ થયું તમારી સાથે જે થયું તે માટે અને હું તમારી માફી માગું છું. આ દુઃખદ બાબત છે. કોઈએ આમાંથી પસાર થવું ન પડે તે માટે હું વ્યક્તિગત રીતે આ બાબતે તપાસ કરીશ અને તેને સુધારવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.’

Exit mobile version