સુહાગરાતના દિવસે આવ્યો તાવ, અને 72 કલાકમાં જ દુલ્હાનું કોરોનાથી થયુ મોત, અને પછી દુલ્હન તો…

કોરોના મહામારીને કારણે ચારે બાજુ માનવતા અને ભાવુકતા જાણે ચિત્કાર કરી રહી છે. દેશભરમાં કોરોના એવા એવા લોકોને અને એવા એવા પરિવારોને ભરખી ગયો છે કે જેમની હકીકત જાણી પાસાણ હદયનો માનવી પણ પીગળી જાય. વળી, આવા બનાવો હવે એટલી સંખ્યામાં બની રહ્યા છે કે કયા બનાવ વિશે જાણવું અને કયા બનાવ વિશે ન જાણવું તે પણ નક્કી નથી કરી શકાતું.

image source

ત્યારે ઉત્તર પ્રદેશના બીજનોરમાં કોરોનાએ 72 કલાકમાં જ એક દુલ્હનની ખુશી છીનવી લીધી હતી. કોરોનાને કારણે નવપરિણિત એ યુવકનું મૃત્યુ થયું હતુ જેના હજુ બે દિવસ પહેલા જ લગ્ન થયા હતા. અસલમાં તે યુવકને લગ્નના દિવસે જ તાવ આવ્યો હતો અને તેની સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અને સારવાર દરમિયાન ત્રીજા દિવસે હોસ્પિટલમાં જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. નવપરિણિત આ યુવકનું નામ અર્જુન હતું.

image source

બીજનોર શહેરના મોહલ્લા જાટાન નિવાસી અર્જુનના લગ્ન 25 એપ્રિલના રોજ ચાંદપુરના કસ્બા સ્યાઉ નિવાસી બબલી સાથે થયા હતા. 25 તારીખે અર્જુનની જાન ધામધૂમથી સ્યાઉ ગઈ હતી અને દિવસભર મહેમાનગતિ માણ્યા બાદ જયમાલાન ફેરા ફરવાનો રિવાજ પણ પૂરો કરાયો હતો અને બાદમાં સાંજે 7 વાગ્યાની આસપાસ અર્જુનની જાન દુલહન બબલી સાથે વિદાય થઈ હતી.

image source

લગ્નના દિવસે જ દુલ્હા અર્જુનની તબિયત નરમ ગરમ હતી અને તેની તબિયત વધુ ખરાબ થતા તેને તાત્કાલિક જીલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દુલ્હા અર્જુનને જીલ્લા હોસ્પિટલના જ કોવિડ 19 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો પરંતુ ત્યાં તેની તબિયતમાં સુધારો ન થયો અને તેની હાલત વધુને વધુ બગડતી ગઈ.

image source

પડોશીઓના કહેવા મુજબ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ને કારણે જ 29 એપ્રિલના રોજ સવારે દુલ્હા અર્જુનનું કોરોનાને કારણે મોત.નીપજ્યું હતું. દુલ્હાના મૃત્યુના સમાચાર મળતા જ વરવધુ પક્ષમાં હોબાળો મચી ગયો હતો અને નવપરિણિત યુવતી પર તો જાણે આભ તૂટી પડ્યું હતું.

જે દુલ્હા સાથે બબલીએ જીવનભર સાથે રહેવાના સપના જોયા હતા તે લગ્નના ફક્ત 72 કલાકમાં જ ચકનાચૂર થઈ ગયા હતા. અને તેનો આ લગ્ન સંબંધ ફક્ત 72 કલાક જ ચાલી શક્યો હતો. ત્યારબાદ બબલીની હાલત પણ બગડી ગઈ હતી.

image source

હાલ કોરોનાને કારણે થયેલ દુલ્હા અર્જુનના મૃત્યુના પગલે તેના મહોલ્લામાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. કોઈ કશું બોલવા તૈયાર નથી. દુલ્હાના પરિવારજનોની પણ સંબંધિત વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે તેઓ પૈકી પણ કોઈ કોરોના પોઝિટિવ છે કે કેમ અને તપાસ માટે તેમના જરૂરી સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *