સુહાનાએ પહેર્યો તેની મોમ ગૌરી ખાનનો આ જૂનો ડ્રેસ! જોઇ તમે આ લેટેસ્ટ તસવીરો?

બોલીવુડના સૌથી ચર્ચિત સ્ટાર કિડ્સની વાત કરવામાં આવે છે, તો શાહરૂખ ખાનની શહેઝાદી એટલે કે સુહાના ખાનનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે.

image source

સુહાના ખાન મોટાભાગે કોઈને કોઈ કારણસર ચર્ચાનો વિષય બની રહે છે. હાલના દિવસોમાં સુહાના ખાન પોતાની એક ડ્રેસને લઈને ચર્ચામાં આવી ગઈ છે. ફક્ત સુહાના ખાન જ નહી ઉપરાંત ગૌરી ખાન પણ આ કારણે ચર્ચાનો વિષય બની ગઈ છે.

બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનએ હજી સુધી બોલીવુડમાં ડેબ્યુ કર્યું નથી. તેમ છતાં પણ સુહાના ખાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સેંસેશનલ બની રહે છે. સુહાના ખાનની પ્રસિદ્ધિ તેના પિતા શાહરૂખ ખાનથી ઓછી નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સુહાના ખાનની મોટાભાગે ફોટોસ વાયરલ થતી જ રહે છે. હમણાં હાલમાં જ સુહાના ખાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવું લાગી રહ્યું છે કે સુહાના ખાનએ પોતાની મમ્મી ગૌરી ખાનની ડ્રેસ પહેરી લીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Suhana (@suhanakha2) on

સુહાના ખાનની આ ફોટો સુહાના ખાનના એક ફેન પેજ પર શેર કરવામાં આવી છે. આ ફોટોમાં સુહાના ખાનએ બ્લેક કલરની પોલ્કા ડોટ્સ વાળી ડ્રેસ પહેરેલ જોવા મળે છે. સુહાના ખાનની આ ડ્રેસ જોઇને ફેંસને ગૌરી ખાનની યાદ આવી ગઈ છે. આ ડ્રેસને જોઇને ફેંસ પ્રશ્ન પૂછી રહ્યા છે કે, શું સુહાનાએ ગૌરીની વર્ષો જૂની ડ્રેસ પહેરેલી છે?

image source

ખરેખરમાં, કેટલાક વર્ષો પહેલા ગૌરી ખાનએ પણ આવી ડ્રેસ પહેરીને જોવામાં આવી હતી. બંનેમાં ફર્ક એટલો જ છે કે, ગૌરી ખાનએ ડ્રેસની સાથે બેલ્ટ પહેર્યો છે અને સુહાના ખાનએ ડ્રેસ સાથે બેલ્ટ પહેર્યો નથી. જેના કારણે સુહાના ખાનના ફેંસ પ્રશ્ન કરી રહ્યા છે. ગૌરી ખાનએ આવી જ ડ્રેસ શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ માં પોતાની હાજરી આપવા દરમિયાન પહેરેલ જોવા મળી હતી.

image source

ખાસ વાત એ છે કે, સુહાના ખાનના ફોટોઝ મોટાભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતી રહેતી હોય છે. તાજેતરમાં જ સુહાના ખાનની ‘નો મેકઅપ’માં ફોટોઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ વાયરલ થઈ હતી. સુહાના ખાનની આ ફોટોઝને તેની મમ્મી ગૌરી ખાનની મદદથી ક્લિક કરવામાં આવી હતી. સુહાના ખાનની આ ફોટોઝને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ પસંદ કરવામાં આવી હતી. આપને જણાવીએ કે, સુહાના ખાનના ફેંસ સુહાનાના બોલીવુડમાં ડેબ્યુ કરવાની ખુબ જ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. જો કે, અત્યાર સુધી શાહરૂખ ખાન કે પછી સુહાના ખાન માંથી કોઈએ પણ આ વિષયમાં કોઈ વાત કરી નથી.

Source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત