સ્કિન ટોનને કારણે અનેક લોકોએ શાહરુખની દીકરી સુહાનાને કહી દીધી હતી કદરૂપી, અને..

મોટો ખુલાસો: કીંગ ખાનની સુપુત્રી સુહાના ખાને કહ્યું કે 12 વર્ષની ઉંમરે સ્કિન ટોનને કારણે મને કદરૂપી કહેવામાં આવી!

શાહરૂખ ખાની લાડલી પુત્રી પોતાના ગ્લેમરસ અવતારને લઇને મોટાભાગે ચર્ચામાં રહે છે. શાહરૂખ ખાનની પુત્રીએ હજુ બોલીવુડ ડેબ્યૂ કર્યું નથી, પરંતુ તેમનો ફોટો જે પ્રકારે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે તેનાથી દરેક આશ્વર્યમાં છે. સુહાના ખાન વેસર્ટન ઉંપરાત ટ્રેડિશનલ લૂકમાં પણ ઘણી વાર જોવા મળી છે.

image source

શાહરુખ ખાનની 20 વર્ષીય દીકરી સુહાનાએ પોતાની સાથે થયેલા રંગભેદ પર દુઃખ વ્યક્ત કર્યું છે. સુહાનાનાં મતે, જ્યારે તે 12 વર્ષની હતી ત્યારથી જ તેના સિક્ન ટોનને કારણે તેને કદરૂપી કહેવામાં આવતી હતી. સુહાનાએ કહ્યું હતું કે રંગભેદના મુદ્દાને ફિક્સ કરવામાં આવે તે જરૂરી છે. સુહાના ખાનની થોડા સમય પેહલા એક ફોટો વાયરલ થઈ હતી, જેમાં તે ઓનલાઈન બેલી ડાન્સ શીખતી જોવા મળે છે.

શું લખ્યું પોસ્ટમાં?

image source

સુહાનાએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું, ‘આ સમયે બહુ બધી વસ્તુઓ ચાલી રહી છે અને આ પણ એક મુદ્દો છે, જેને ઉકેલ લાવવો જરૂરી છે. આ માત્ર મારા વિશે નથી પરંતુ તે દરેક યુવક-યુવતી વિશે છે, જે કારણ વગર હીના ભાવના સાથે મોટા થાય છે. અહીંયા મારા દેખાવ પર કરવામાં આવેલી કેટલીક કમેન્ટ. જ્યારે હું 12 વર્ષની હતી ત્યારથી જ મારા સ્કિન ટોનને કારણે પુખ્ત થઈ ચૂકેલા પુરુષો-મહિલાઓ મને કદરૂપી કહેતા હતા.

image source

તેઓ એડલ્ટ હતા છતાં પણ મને આવું કહેતા હતા. દુઃખ એ વાતનું છે કે આપણે તમામ ભારતીયો છીએ. આપણે ઓટોમેટિકલી બ્રાઉન જ છીએ.અહીંયા આપણે અલગ-અલગ રંગોમાંથી આવી છીએ. જોકે, એ વાતનો ક્યારેય ફરક પડતો નથી કે તમે મેલાનિનથી પોતાને કેટલા દૂર રાખવાનો પ્રયાસ કરો છો. તમે ના કરી શકો. પોતાના જ લોકોને નફરત કરવાનો અર્થ છે કે તમે આ દુઃખથી અસલામતી અનુભવો છો.

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhan2) on

મને અફસોસ છે કે જો સોશિયલ મીડિયા, ભારતીય મેચમેકિંગ તથા ત્યાં સુધી કે તમારા પરિવારના સભ્યે તમે કહે કે જો તમારી હાઈટ 5’7 નથી, તમે ફેર નથી તો તમે સુંદર નથી. મને આશા છે કે તમને એ જાણવામાં મદદ મળશે કે મારી હાઈટ 5’3 છે અને મારો રંગ બ્રાઉન છે. હું આ વાત પર ઘણી જ ખુશ છું. તમારે પણ થવું જોઈએ.’

image source

સુહાનાએ શોર્ટ ફિલ્મમાં કામ કર્યું છે

સુહાના ગયા વર્ષે નવેમ્બરમાં ‘ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ’માં જોવા મળી હતી. અંગ્રેજીમાં બનેલી 10 મિનિટની આ શોર્ટ ફિલ્મમાં સુહાનાના પર્ફોર્મન્સના વખાણ કરવામાં આવ્યા હતા. ચાહકો સુહાનાના ડેબ્યૂ અંગે ઉત્સુક છે. સુહાના ખાને ગયા વર્ષે જ પોતાનું ગ્રેજ્યુશન પૂરું કર્યું છે અને અત્યારના સમયમાં તે એક્ટિંગ અને ડાન્સ શીખી રહી છે. સુહાના ખાન બધી રીતે દરેક બાબતમાં પરફેક્ટ થઈ જશે ત્યારે જ તે બોલિવૂડમાં ડેબ્યુ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત