બાપના પૈસે સુહાના ખાન કરે છે લહેર, પહેરે છે આટલા મોંઘા શૂઝ, કિંમત જાણીને તમારી આંખો થઈ જશે ચાર.

શાહરુખ ખાનની લાડકી દીકરી સુહાના ખાન જલ્દી જ એક્ટિંગમાં પોતાનું ડેબ્યુ કરવાની છે. પણ બોલીવુડમાં પગ મુકતા પહેલા જ સુહાના ખાન સોશિયલ મીડિયાની સ્ટાર છે. સોશિયલ મીડિયા પર એમની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. એમના દરેક ફોટા અને પોસ્ટની એમના ફેન્સ આતુરતાથી રાહ જોવે છે. સુહાના ખાન પણ ફેન્સનું દિલ નથી તોડતી અને ઘણીવાર પોતાના ચાર્મિંગ ફોટાથી ઈન્ટરનેટને ખુશનુમા બનાવી દે છે. હાલમાં જ સુહાના ખાને પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં એક ફોટો શેર કર્યો છે જેમાં એમના ફક્ત શૂઝ દેખાઈ રહ્યા છે.

image socure

વાત જાણે એમ છે કે સુહાના ખાન હાલના દિવસોમાં પોર્ટુગલની મુલાકાતે નીકળી છે. ન્યુયોર્કમાં અભ્યાસ કરનારી સ્ટાર કિડ દક્ષિણ યુરોપીય દેશમાં રજાઓ પસાર કરી રહી છે. એ દરમિયાન સુહાનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો છે જેમાં એમના શૂઝ દેખાઈ રહ્યા છે. પણ શું તમને આ શૂઝની કિંમત ખબર છે? એટલી કિંમતમાં તમે તમારી યુરોપ ટ્રીપ પ્લાન કરી શકો છો. આ શૂઝની પેર 1 લાખથી વધુ કિંમતની છે

image soucre

સુહાના ખાને નાઈકના એયર જોર્ડન 1 હાઈ ઓઝી ટ્વીસ્ટ પહેરેલા છે. જેની કિંમત 1433 ડોલર એટલે કે લગભગ 1,06,431 રૂપિયા છે. એયર જોર્ડન સોનમ કપૂર, રણબીર કપૂર, અનન્યા પાંડે, આદિત્ય રોય કપૂર વગેરે સહિત ઘણા બૉલીવુડ સેલેબ્સના મનગમતા છે. આમ તો સુહાના ખાનને મોંઘા પ્રોડક્ટ્સનો જ શોખ છે. એમની પાસે એકથી લઈને એક ચડિયાતી બ્રાન્ડના કપડાં, જુતા અને બેગ છે.

image socure

તો મીડિયા રિપોરસનું માનીએ તો સુહાના ખાન જલ્દી જ એક એક્ટ્રેસ તરીકે લોન્ચ થવાની છે અને એ માટે એમને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ખબરોનું માનીએ તો ફિલ્મ નિર્માતા ઝોયા અખ્તરે સુહાના ખાનને શો બિઝમાં લોન્ચ કરવાની જવાબદારી લીધી છે. ઝોયા અખ્તર ડીઝીટલ નેટફ્લિક્સ માટે કોમિક બુક આર્ચીની હિન્દી ફિલ્મ પર કામ કરી રહી છે. આ સ્ટોરી એક ટીનએજના જીવન પર છે. સુહાના ખાન એમાં લીડ રોલમાં જોવા મળશે. વધુમાં એવી પણ અટકળો છે કે, શ્રીદેવી અને બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર પણ આ જ સીરિઝમાં જોવા મળશે. જો કે આ ખબર પર હજી સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત નથી થઈ.