સિદ્ધાર્થ શુક્લાની ફોન ડિટેલ્સ આવી સામે, છેલ્લી વાર આ એેક્ટર સાથે કરી હતી વાત

બૉલીવુડ એકટર સિદ્ધાર્થ શુકલાનું 40ની ઉંમરમાં હાર્ટ એટેકના કારણે નિધન થઈ ગયું છે મુંબઈની કુપર હોસ્પિટલમાં એમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. રાત્રે સૂતા પહેલા સિદ્ધાર્થ શુક્લાએ અમુક દવાઓ લીધી હતી એ પછી એ સવારે ઉઠી જ ન શક્યા. એકટર કરણ કુન્દ્રા સિરિયલ યે રિશ્તા ક્યાં કહેલાતા હેમા દેખાઈ રહ્યા છે સિદ્ધાર્થ શુકલાના નિધનથી કરણ કુન્દ્રા ખૂબ જ શોકડ છે. એમને જણાવ્યું કે એક રાત પહેલા જ એમની સિદ્ધાર્થ શુકલા સાથે ફોન પર વાત થઈ હતી.

કરણ કુન્દ્રાએ શેર કરી પોસ્ટ.

image soucre

કરણ કુન્દ્રાએ ફોટો શેર કરીને લખ્યું છે કે શોકિંગ કાલે રાત્રે જ અમે બન્ને ફોન પર વાત કરી રહ્યા હતા. અમે બન્ને ઇન્ડસ્ટ્રીમાં કેટલું સારું કરી રહ્યા છે એ વિશે વાત થઈ રહી હતી, વિશ્વાસ નથી થઈ રહ્યો. દોસ્ત તું બહુ જલ્દી ચાલ્યો ગયો. તું મને હંમેશા યાદ આવીશ. હંમેશા હસતો રહેજે. હું ખૂબ જ દુઃખી છું. તમને જણાવી દઈએ કે મળેલી જાણકારી અનુસાર સિદ્ધાર્થ શુકલાના પોસ્ટમોર્ટમની વિડીયોગ્રાફી થશે..

 

View this post on Instagram

 

A post shared by Karan Kundrra (@kkundrra)

પોલીસના સોર્સે જણાવ્યું છે કે રાત્રે 3થી 3: 30 વાગ્યાની આસપાસ સિદ્ધાર્થ શુકલાની તબિયત થોડી ખરાબ થઈ હતી. એમને બેચેની અને છાતીમાં દુખાવો થઈ રહ્યો હતો. એમને પોતાની માતાને એ વિશે જણાવ્યું હતું. સિદ્ધાર્થ શુકલાની માતાએ એમને પાણી પીવડાવ્યું અને એમમે સુવડાવ્યા. જો કે સવારે સિદ્ધાર્થ શુકલા ઉઠ્યા જ નહીં.બિગ બોસ 13ના હોસ્ટ અને એકટર સલમાન ખાને સિદ્ધાર્થના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. સલમાન ખાને ટ્વીટ કરીને લખ્યું છે કે તું બહુ જલ્દી ચાલ્યો ગયો સિદ્ધાર્થ. તને હંમેશા યાદ કરીશું. પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ.

image soucre

સિદ્ધાર્થ શુકલાની પીઆર ટીમે બયાન જાહેર કરીને કહ્યું છે સિદ્ધાર્થના જવાથી અમે પણ એટલા જ સદમાંમા છે જેટલા તમે બધા. તમને બધાને રિકવેસ્ટ છે કે તમે આ કપરા સમય દરમિયાન અમારી સાથે ઉભા રહો અને સમ્માન કરો. સિદ્ધાર્થની પીઆર ટીમ તરીકે અમે વિનમ્રતા પૂર્વક મીડિયાને વિનંતી કરીએ છીએ કે એ સિદ્ધાર્થના પરિવાર અને પ્રિયજનને સ્પેસ આપો. અમે બધા શોકમાં છે. જેમ તમે શોકમાં છો એમ અમને પણ દુઃખ છે. અમે બધા જાણીએ છીએ કે સિદ્ધાર્થ પ્રાઇવેટ પર્સન હતા. તો પ્લીઝ એમની પ્રાઈવસીની રિસ્પેક્ટ કરો.

image soucre

મુંબઇમાં 12 ડિસેમ્બર 1980એ જન્મેલા સિદ્ધાર્થ શુક્લાએ પોતાના કરિયરની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. વર્ષ 2004માં તેણે ટીવીથી એક્ટિંગ ડેબ્યૂ કર્યુ હતુ. 2008માં તે ‘બાબુલ કા આંગત છૂટે ના’ નામની ટીવી સિરિયલમાં જોવા મળ્યો હતો. પરંતુ તેની અસલી ઓળખ બાલિકા વધૂ સીરીયલથી થઇ હતી જેણે તેને ઘર-ઘરમાં ફેમસ બનાવ્યો હતો.

image soucre

તાજેતરમાં, સિદ્ધાર્થ ‘બ્રોકન બટ બ્યુટીફુલ 3’ નામની વેબ સીરીઝમાં જોવા મળ્યો હતો. લોકોને આ સીરીઝ ખૂબ પસંદ આવી હતી. સિદ્ધાર્થ શુક્લા છેલ્લે શહનાઝ ગિલની સાથે ‘ડાન્સ દિવાને’માં જોવા મળ્યો હતો. સિદ્ધાર્થના આકસ્મિક નિધનથી લોકોને મોટો આઘાત લાગ્યો છે.

image soucre

જણાવી દઇએ કે કરણ જોહરની પ્રોડક્શન ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયામાં સિદ્ધાર્થ સેકેન્ડ લીડમાં જોવા મળ્યો હતો. સિદ્ધાર્થ તાજેતરમાં જ બિગ બોસ ઓટીટીમાં પણ જોવા મળ્યો હતો.