છેલ્લા વીડિયોમાં માતા સાથે દેખાયા હતા સિદ્ધાર્થ શુકલા, જોઈ લો વાયરલ વિડીયો

સિદ્ધાર્થ શુકલાનું 2 સપ્ટેમ્બરના રોજ એમના મુંબઈ સ્થિત ઘરે નિધન થઈ ગયું છે. 40 વર્ષના સિદ્ધાર્થ શુકલા જે કોઈને પણ ફિટનેસ ગોલ આપી શકે તેવા હતા એમનું આમ અચાનક હાર્ટ એટેકના કારણે જતા રહેવાથી દરેક વ્યક્તિ શોકમાં ડૂબી ગઈ છે. સિદ્ધાર્થ શુકલા એમની માતાની ખૂબ જ નજીક હતા. એ એમની માતાનું ખૂબ જ ધ્યાન પણ રાખતા હતા. સિદ્ધાર્થ શુકલાની મોત પછી સોશિયલ મીડિયા પર એક્ટરનો છેલ્લો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

સિદ્ધાર્થ શુકલાનો છેલ્લો વિડીયો વાયરલ.

image soucre

સિદ્ધાર્થ શુકલા આ વીડિયોમાં એમની માતા સાથે દેખાઈ રહ્યા છે. એ એરપોર્ટ પર એમની માતાને રિસીવ કરવા ગયા હતા. સિદ્ધાર્થ શુકલા એમની માતા અને બીજા લોકો સાથે વીડિયોમાં વાતો કરતા દેખાઈ રહ્યા છે. સિદ્ધાર્થ શુકલાના ફેન્સમાં આ વીડિયો ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં સિદ્ધાર્થ એકદમ ફિટ અને ફાઇન લાગી રહ્યા છે.એમને જોઈને કોઈ એ નહિ કહી શકે કે એ અનફિટ છે કે પછી બીમાર છે. સિદ્ધાર્થ શુકલાનું ચાલ્યા જવું એમની માતા અને બહેનોને સૌથી મોટો ઝટકો આપી ગયું. એકટર પોતાની માતા અને બંને બહેનોના લાડલા હતા.

પોલીસ સૂત્ર અનુસાર 1લી સપ્ટેમ્બરની રાત્રે 3થી 3: 30 વાગ્યાની આસપાસ સિદ્ધાર્થ શુકલાની તબિયત બગડી હતી. એમને એમની માતાજે બેચેની થવા અને છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી. એક્ટરની માતાએ એમને પાણી પીવડાવીને સુવડાવી દીધા હતા..પણ સવારે જે થયું એની કોઈએ પણ કલ્પના નહોતી કરી. સિદ્ધાર્થ બીજા દિવસે સવારે ઉઠ્યા જ નહીં. પછી એક્ટરની બહેન અને ફેમીલી ડોકટર આવ્યા. ડોકટરે સિદ્ધાર્થને હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી. જ્યાં એમને મૃત જાહેર કરવામાં આવ્યા.

image soucre

સિદ્ધાર્થ શુકલાના પરિવાર માટે એક રાતમાં બધું જ બદલાઈ ગયું છે..સોશિયલ મીડિયા પર ફિલ્મી અને ટીવી કલાકારો સિદ્ધાર્થ શુકલાને ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સિદ્ધાર્થ શુકલાના મોતની ખબર જાણીને એમની મિત્ર શહનાઝ ગિલની ખૂબ જ ખરાબ હાલત છે. સિદ્ધાર્થના નજીકના મિત્રો અને સગાસંબંધીઓ એમને છેલ્લી વિદાય આપવા મુંબઈમાં આવેલા એમના ઘરે પહોચી રહ્યા છે. આસીમ રિયાઝ, હિન્દુસ્તાની ભાઉ, રાહુલ મહાજન, આરતી સિંહ, શેફાલી જરીવાલા, જય ભાનુશાલી, રાજકુમાર રાવ એક્ટરના ઘરે પહોંચ્યા..

image soucre

મુંબઈમાં 12 ડિસેમ્બર 1980માં જન્મેલા સિદ્ધાર્થ શુક્લાએ પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. વર્ષ 2004માં એમને ટીવીથી પોતાનું એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. વર્ષ 2008માં એમને બાબુલ કા આંગન છૂટે ના નામની સિરિયલ કરી હતી પણ એમને અસલી ઓળખ તો બાલિકા વધુ સિરિયલથી મળી હતી જેના દ્વારા એ ઘર ઘરમાં જાણીતા બની ગયા હતા.

image soucre

ટીવી ઇન્ડસ્ટ્રીમાં સફળતા પછી સિદ્ધાર્થ શુક્લાએ બોલીવુડ તરફ પણ પ્રયાણ કર્યું.વર્ષ 2014માં આવેલી ફિલ્મ હંપટી શર્મા કી દુલહનિયામાં એ દેખાયા હતા. આ વર્ષે એમની બ્રોકન બટ બ્યુટીફૂલ નામની એક વેબ સિરીઝ પણ આવી હતી જે ખૂબ જ ચર્ચામાં રહી હતી.