આવું હતું સિદ્ધાર્થ શુકલાનું રૂટિન, ટ્રેનરે કહ્યું કે રોજ 3 કલાક કરતા હતા વર્કઆઉટ

ઇન્ડસ્ટ્રીના જાણીતા એકટર સિદ્ધાર્થ શુકલાનું 40 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકના કારણે નિધન થઈ ગયું છે. આખી ઇન્ડસ્ટ્રી આઘાતમાં છે. હાલમાં જ એક્ટરના ટ્રેનરે જણાવ્યું છે કે થોડા દિવસ પહેલા સિદ્ધાર્થને સારું નહોતું લાગી રહ્યું જેના કારણે એ સારી રીતે એક્સરસાઇઝ પણ નહોતા કરી શકતા.

image soucre

સિદ્ધાર્થ શુકલાના ટ્રેનરે કહ્યું કે વર્કઆઉટ તો એ બે કલાક માટે જ કરતા હતા પણ વચ્ચે બ્રેક અને રેસ્ટ કરતા કરતા ત્રણથી ચાર કલાક થઈ જ જતા હતા. સિદ્ધાર્થ મારા ફક્ત કલાઈન્ટ જ નહોતા પણ અમારા વચ્ચે ગાઢ મિત્રતા પણ હતી.એ ઘણીવાર એમના એક્સપિરિયન્સ શેર કરતા હતા. મિત્રથી પણ વધુ ભાઈનો દરજ્જો આપ્યો હતો મેં, અમે બન્ને એક અલગ પ્રકારનું બોન્ડિંગ શેર કરતા હતા.

image soucre

મારી છેલ્લી મુલાકાત મારા બર્થડેના દિવસે થઈ હતી. 24 ઓગસ્ટે મારો જન્મદિવસ હતો. મારા જન્મદિવસે એ જિમ આવ્યા મને વિશ કર્યું સાથે જ ટ્રેનિંગ તરફ ચાલ્યા ગયા. હું ટ્રેનીંગની સાથે સાથે એક્ટિંગ પણ કરતો હતો. તો હું 25ના રોજ ભોપાલ શૂટિંગ માટે નીકળી રહ્યો હતી. એમને મારી ખૂબ ઉડાવી. કહેતા હતા કે તું તો એકટર બની જઈશ અને મને ટક્કર આપીશ. ના જઈશ શૂટિંગ માટે, છોડી દે એક્ટિંગ. અમારું વર્કઆઉટ 24 ઓગસ્ટે જ લાસ્ટ વર્કઆઉટ હતું. મેં એમને કહ્યું કેંહુ 30મીએ પાછો આવી જઈશ, તો સિદ્ધાર્થએ કહ્યું કે હું તમારા આસિસ્ટન્ટની હેલ્પથી વર્કઆઉટ કરી લઈશ

image soucre

24મીએ સવારે એ જિમ પણ આવ્યા. હું તો હતો જ નહીં, મારો આસિસ્ટન્ટ હતો. પણ એ દિવસે એમને ફક્ત 20 મિનિટ માટે જ વર્કઆઉટ કર્યું. એ કે મને કંઈ સારું નથી લાગી રહ્યું અને મારું મન નથી એમ કહી નીકળી ગયા. એ પણ કહ્યું કે સોનું આવશે, તો એની સાથે જ કરીશ. બસ 25ના રોજ જ એ છેલ્લીવાર મારા જિમ આવ્યા હતા.

image soucre

હું ત્રણ દિવસ પહેલા જ પરત ફર્યો છું, કાલે રાત્રે જ વિચારી રહ્યો હતો કે સિદ્ધાર્થને કોલ કરી લઉં. હું આવી ગયો છું પાછો પણ મારે કોલ કરવાનો રહી ગયો. કાલે રાત્રે ખરેખર બે ત્રણ વાર ખ્યાલ આવ્યો કે કોલ કરીને કહી દઉં કે પરમ દિવસથી એક્સરસાઇઝ કરીએ. બહુ મન હતું વાત કરવાનું પણ એમના ડરથી જ કોલ ન કર્યો કારણ કે આજે નહિ મળી શકું તો એ ગુસ્સો કરવા લાગશે.

સિદ્ધાર્થ ખૂબ જ સ્ટ્રેટ ફોરવર્ડ રહ્યા છે. તો એમને ગુસ્સો છે તો એ પણ મને વ્યક્ત કરતા હતા.

image soucre

લોકડાઉન દરમિયાન એમનું પેટ નીકળ્યું હતું. એને ઓછું કરવા માટે એમને રનિંગની પણ સલાહ આપી. અમે એમની જ સોસાયટીના ગાર્ડનમાં જ દોડતા હતા. મને હજી પણ વિશ્વાસ નથી થઈ રહ્યો.

image soucre

હું હોસ્પિટલ ગયો હતો. મારી હિંમત ન થઈ એમને જોવાની. ત્યાં એમના જીજાજી અને નાની બહેન છે. ઇન્વેસ્ટિગેશન હજી ચાલુ છે, એ કોઈને મળવા નથી દઈ રહ્યા. દીદીએ મને હોસ્પિટલમાંથી ઘરે જવાનું કહ્યું. દીદીએ કહ્યું કે હું જઈને માનું ધ્યાન રાખું. હું મમ્મી પાસે બે કલાક બેઠો.