સુમિતને ‘સુસ્મિતા માસી’ બનાવવામાં માતાનો મોટો ફાળો, કિન્નર બનવાની વિધિ ઉજવી ધામધૂમથી

કિન્નર સમાજ વર્ષોથી એક રહસ્યમયી જીવન જીવે છે. આ સમુદાયના લોકોનું જીવન કેવી રીતે શરુ થાય છે, કેવી રીતે પસાર થાય છે અને કેવી રીતે પુર્ણ થાય છે જે વિશે લોકો માત્ર વાતો જ સાંભળે છે પરંતુ અત્યાર સુધી તેમના સમાજ સંબંધિત કોઈએ પ્રથાને નજરે જોઈ નહીં હોય.

image source

આ સમાજના લોકો સંઘર્ષ ભરેલું જીવન જીવે છે. તેમને પોતાના ભરણપોષણ માટે લોકો સામે પૈસા માંગવા પડે છે, તેવામાં તાજેતરમાં જ આ સમુદાયનો એક પ્રસંગ લોકો વચ્ચે ઉજવાયો.

હિંમતનગરના ગિરધરનગરમાં એક ઘરમાં એક યુવાનને પીઠી ચોળાઈ, લગ્ન ગીતો ગવાયા અને વાજતે ગાજતે આ યુવાનને વિદાય આપવામાં આવી. જી હાં અહીં લખાણમાં કોઈ ભુલ નથી. લગ્ન પહેલા થતી હોય તે વિધિ કરી યુવાનને ઘરમાં વિદાય આપવામાં આવી. કારણ કે તેની સાથે આ વિધિઓ લગ્નના ભાગરુપે થઈ ન હતી. આ વિધિ હતી તેની પુરુષમાંથી કિન્નર બનવાની.

image source

હિંમતનગરનાં ગિરધરનગરનો સુમિત ધામધૂમથી સુસ્મિતા બન્યો છે. તેને પોતાના સમાજમાં આવકારવા માટે વાજતે ગાજતે હિંમતનગરનો કિન્નર સમાજ આવ્યો હતો.

ગિરધરનગરમાં રહેતા સુમિતમાં કેટલાક શારીરિક ફેરફાર થયા જે કિન્નર જેવા હતા. આ વાત જાણી સુમિતની માતાએ જ સ્થાનિક કીન્નર સમુદાયના અગ્રણી સોનલ દેનો સંપર્ક કર્યો અને રજૂઆત કરી કે તેના દીકરાને તેના સમાજમાં સમાવી લે.

image source

સુમિતની માતાની રજૂઆત બાદ સુમિત માટે કિન્નર બનવાની વિધિ યોજાઈ હતી. જેમાં સુમિતને પીઠી કરાઈ, ગીતો ગવાયા અને તેને દુલ્હનની જેમ શણગાર કરવામાં આવ્યો. ત્યારબાદ કિન્નર સમાજ તેની વિદાય કરાવવા વાજતે ગાજતે આવ્યા અને સુમિત સુસ્મિતા બની તેના ઘરે સોળે શણગાર સજી પોતાની અલગ દુનિયામાં રવાના થયો.

image source

જો કે આવી ઘટનાથી એક તરફ જ્યાં લોકો છેડો ફાડી નાંખવા ઈચ્છતા હોય છે ત્યાં ગિરધરનગરમાં સુમિતના પરિવારના સભ્યો જ નહીં પરંતુ આખું ગિરધરનગર સુમિતને વિદાય આપવા એકત્ર થયું હતું. પરિવારમાંથી દીકરીની વિદાય થતી હોય અને જેવા દ્રશ્યો સર્જાય તેવા દ્રશ્યો સુમિતમાંથી સુસ્મિતા બનેલા કિન્નરની વિદાયમાં જોવા મળ્યા.

સુમિતના વર્તનમાં છેલ્લા ઘણા સમયથી ફેરફાર થયો હતો. આ બદલાવ અને લક્ષણોો કિન્નર જેવા હતા તેથી તેની માતાએ જ કિન્નર સમાજનો સંપર્ક કરી પોતાના દીકરાને ઘરેથી વિદાય કર્યો. આ વિધિ બાદ સુમિત કિન્નર સમાજનો સભ્ય બન્યો અને હવે તે સુસ્મિતા માસી તરીકે ઓળખાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત