જાણો જ્યારે 18 મહિના સુધી સૂર્ય ગાયબ થઇ ગયો ત્યારે…

નમસ્તે મિત્રો , આજે આ લેખમાં તમારું ફરી એકવાર સ્વાગત છે ધારો કે કોઈ એક સમય એવો આવે છે કે જ્યારે વિશ્વમા દરેક જગ્યાએ કોઈક દુર્ઘટનાઓ ઘટી રહી હોય , તો તમારા મન મા ક્યારેક તો એવા વિચાર આવતા જ હશે

image source

આજકાલ જે કઈ બની રહ્યું છે તે ખૂબ જ ખરાબ અને કપરી પરિસ્થિતિ છે અને આવી હાલત ક્યારેય પણ ભૂતકાળ થઇ ન હતી તમારા માંથી ઘણા મિત્રો એ આવું વિચાર્યું જ હશે મિત્રો હાલનું જ એક ઉદાહરણ લઈને આપણે આ વાત ને સમજવાનો પ્રયાસ કરીએ વિશ્વ આજે કોરોના વાઇરસ ની મહામારી ના ચંગુલ મા આવી ગયું છે કોરોના વાઇરસ એક અત્યંત ચેપી રોગ છે જે સરળતા થઈ એક વ્યક્તિ માંથી બીજા વ્યક્તિને ફેલાઈ શકે છે જેના લીધે આ વાઇરસ આખા વિશ્વમાં ફેલાઈ ને મોત નું તાંડવ કરી રહ્યો છે

જેમાં લાખો લોકો આ વાઇરસ ની ઝપેટમાં આવી રહ્યા છે પણ આમારી એક વાત પર વિશ્વાસ કરો કે ભૂતકાળમાં પરિસ્થિતિઓ આના કરતાં ઘણી ખરાબ થઈ ગઈ હતી 1918 માં આવેલા ” સ્પેનિશ ફલૂ ” ને કારણે 2 કરોડથી વધુ લોકો માર્યા ગયા હતા . 1941 થી 1945 દરમિયાન , નાઝીઓએ ગેસ ચેમ્બરને ની અંદર 60 લાખ યહૂદીઓ ને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને 1347 માં ” ધ બ્લેક ડેથ ” નામના આ રોગચાળાએ યુરોપની અડધી વસ્તીને નાબૂદ કરી દીધી હતી.

image source

અને ઇતિહાસની સૌથી મોટી માનવસર્જિત મહામારી કે જેને આપણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અનુભવી હતી અને આ ઘટના હતી ” 1945 ના પરમાણુ બોમ્બ અકસ્માત ” જેમાં અમેરિકન સૈન્યએ જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકી પર અણુ બોમ્બ વડે હુમલા કર્યા હતા આ હુમલાઓના લીધે લીધે હજારો લોકો તુરંત મૃત્યુ પામ્યા હતા પરંતુ તેનાથી પણ વધુ આ અકસ્માત પછી પરમાણુ રેડિયેશનપણ વધુ લોકો માર્યા ગયા , આ બધી ઘટનાઓ સિવાય ઇતિહાસમાં બીજું એક વર્ષ પણ એવું નોંધાયું હતું કે જેને સૌથી ભયાનક માનવામાં આવે છે.

ચાલો માની લો કે તમારી પાસે એક ટાઇમ મશીન છે જે તમને એક રેન્ડમ વર્ષમાં એકલા છોડી દેશે અને તમને પસંદ કરવા માટે ફક્ત એક જ વિકલ્પ આપવામાં આવશે પણ તમે વિકલ્પમાં લખેલ સમય મા જવા માંગતા નથી તો પછી તમે કયા વર્ષમા જવાનું પસંદ કરશો . હાર્વર્ડ યુનિવર્સિટીના ઇતિહાસના એક પ્રોફેસરે માઇકલ મેકકોર્મિક કહે છે કે બટન પર લખેલ વર્ષ હશે 536 Ad આ વર્ષમાં એવું તો શું બન્યું હતું કે તમે તે સમયમાં જીવન જીવવાની કલ્પના ના કરી શકો ? શું 536 માં કંઈક અજુગતું થયું હતું ?

image source

અચાનક આવેલા એક રહસ્યમય ધુમ્મસે સમગ્ર યુરોપ , મધ્ય પૂર્વ અને એશિયાના કેટલાક ભાગોને અંધકારમાં ધકેલી દીધા હતા વિશ્વનો અડધાથી વધુ ભાગ અંધકારમાં ડૂબી ગયા હતા કેમ કે આ ફોગે સૂરજ ને 18 મહિના સુધી ઢાકી દીધો હતો , જેના કારણે ઉનાળો ગરમી વગરનો બન્યો હતો સૂર્ય અને સૂર્યપ્રકાશ વગર તાપમાન 2 પોઇન્ટ 5 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચે આવી ગયું હતું બધા પાક સંપૂર્ણપણે નાશ પામ્યા હતા અસંખ્ય લોકો ભૂખમરોથી મરી રહ્યા હતા .

આવડી મોટી મહામારી વિશ્વ એ ક્યારેય પણ જોઈ ન હતી અને તમારી અપેક્ષા પ્રમાણે આવનારા વર્ષો સારા ન હતા પણ 536 પછીના દાયકાને છેલ્લા 23 વર્ષ નો પછી સૌથી ઠંડો દાયકા તરીકે નોંધવામાં આવ્યો હતો આ સમયગાળા મા ચાઇના મા ઉનાળામાં બરફ પડ્યો હતો અને આઇરિશ ક્રોનિકલ મા બતાવ્યા મુજબ આયર્લેન્ડ માં વર્ષ 536 થી 539 માં , અનાજ નો તીવ્ર દુષ્કાળ પડ્યો હતો અને પરંતુ આટલું આ પૂરતું ન હતું, તો 1541 માં , પૂર્વીય રોમન સામ્રાજ્યમાં ” જસ્ટિનિયન પ્લેગ ” નામનો રોગચાળો ફેલાયો, હતો આ રોગે તે સમય મા 2 પોઇન્ટ 5 કરોડ લોકોનો ભોગ લીધો હતો, તે સમયે બધી દિશાઓમાં એવી અફવાઓ ફેલાઇ રહી હતી જેના પરથી બધા લોકોને લાગવા માંડ્યું કે હતું કે ” આ બધું ભગવાન દવારા કરવામાં આવેલું છે અને વિશ્વનો અંત ખૂબ જ નજીક છે “.

image source

સદીઓથી આ એક રહસ્ય રહ્યું હતું કે આ ધુમ્મસ આખરે ક્યાંથી આવ્યો હતો પરંતુ હવે વૈજ્ઞાનિકોએ એ શોધી કાઢયું હતું કે તે રહસ્યમય ધુમ્મસનું કારણ શું હતું , સન 536 ની શરૂઆતમાં એક ટાપુ પર આવેલ જ્વાળામુખી મા વિસ્ફોટ થયો હતો જેના લીધે વાતાવરણમા પુષ્કળ રાખ ભેળવાઈ ગયી હતી આ જ્વાળામુખી ફાટવાના કારણે પૃથ્વીનો મોટા ભાગનો વિસ્તાર આ ધુમ્મસથી ઘેરાયેલો હતો, આ જ્વાળામુખી વિસ્ફોટ એટલો વિશાળ હતો કે તેણે વૈશ્વિક વાતાવરણ ને પણ બદલી નાખ્યું જેના લીધે ત્યાંના વિસ્તારો માં દુકાળની પરિસ્થિતિ સર્જાઈ હતી હતું આ વિસ્ફોટ થયાના થોડા જ વર્ષો બાદ 540 અને 547 માં, વધુ બે ભયંકર જ્વાળામુખી ફાટી નીકળ્યા હતા યુરોપને આ ઘટનામાંથી બહાર નીકળવામાં એક સંપૂર્ણ સદી લાગી હતી આ 18 મહિનાઓ દરમિયાન સૂર્ય એક કાલ્પનિક ચંદ્ર બની ગયો હતો અને તે પણ થોડા દિવસો માટે નહીં પરંતુ 18 મહિના માટે.

image source

તમે અહીં પહોંચી ગયા છો, તેનો અર્થ એ છે કે તમે ઉપરની બધી માહિતી વાંચી જ હશે , અમે તમને વિશ્વમાં એક એવી દુર્ઘટના વિશે જણાવ્યું કે જેમાં સૂર્ય એક કે બે દિવસ માટે નહીં પણ 18 મહિના સુધી અદ્રશ્ય થઈ ગયો હતો. આપણે સૌ જન્મ થી જ સૂર્ય અને તેના પ્રકાશને જોતા આવીએ છીએ, જો એક દિવસ સૂર્ય ના નીકળે તો આપણને શું નુકસાન પહોંચે છે, તે કદાચ આપણ ને ખ્યાલ હોઈ નહીં , કારણ કે આપણે એક પણ દિવસ એવો જોયો નથી કે જેમાં સૂર્ય બહાર ન આવ્યો હોય . સૂર્ય એ આપણા માનવ જીવનનો સૌથી ઉપયોગી ઊર્જા સ્ત્રોત છે.

image source

સૂર્ય આપણને ફક્ત પ્રકાશ જ આપતો નથી , પરંતુ સુર્ય પ્રકાશ પાસે થી ઝાડ પોતાનું ખોરાક મેળવે છે , અને ફળ તરીકે આપણને કંઈક ખાવાનું આપે છે , વિશ્વના તમામ માનવ અને પ્રાણી પક્ષીઓ તેના પર જ નિર્ભર છે . જો સૂર્ય બહાર ન આવે તો કેવી રીતે વૃક્ષો અને છોડ તેમનો ખોરાક બનાવશે ? અને જો વૃક્ષો અને છોડ ખોરાક ન બનાવે તો , તો આપણે મનુષ્ય અને બધા પ્રાણીઓ શું ખાઈએ ? આ કારણોસર , જો આપણે આપણા નિયમિત જીવનમાંથી માત્ર સૂર્યને કાઢી નાખી એ તો પછી આપણે બધાને ભૂખથી મરવાનો વારો આવે. પરંતુ તમે ઉપરોક્ત લેખમાં વાંચ્યું જ હશે કે તે આ ઘટના માત્ર કાલ્પનિક જ નહીં પરંતુ એક વાસ્તવિકતા છે જે ઇતિહાસમાં બની ગયી હતી .

image source

અમારા લેખ વિશે તમારે શું કહેવું છે ? જો આવું ખરેખર થાય કે જેમાં સૂર્ય 18 મહિના માટે અદૃશ્ય થઈ જાય છે , તો તમારા મતે, વિશ્વ અને તેમાં રહેલા જીવો પર શું અસર થશે તે તમે અમને કમેન્ટ ના માધ્યમથી જણાવી શકો છો જો તમને પ્રાચીન વિશ્વની વિનાશક ઘટના વિશે તમને કંઇક નવું જાણવા મળ્યું હોય તો આ લેખ તમારા મિત્રો સાથે શેયર કરવાનું ભૂલશો નહીં .