તારક મહેતા..ના સુંદરે કર્યુ આવુ કામ, જેઠાલાલ-દયાભાભી જોશે તો ખુશી સમાશે નહીં

સુંદરે કર્યું છે એવું કામ, જે જોઈને જેઠાલાલ અને દયાભાભીની ખુશીનો પાર નહિ રહે

image source

બાળકો અને મોટા બધાય માટે જો સૌથી લોકપ્રિય સિરિયલનું નામ પૂછવામાં આવે તો દરેકના મુખે એક જ નામ આવશે અને એ છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’. જો કે લોકડાઉન દરમિયાન પણ આ શો સતત પોતાના જુના ભાગોના પ્રસારણ સાથે ચાલી રહ્યો છે. એવામાં આ શોના અનેક કિરદારો અવારનવાર ચર્ચાઓમાં આવતા રહે છે. લોકોને પણ આ શોના કીરદારોના અંગત જીવનમાં ડોકિયા કરવાની એક અલગ જ મજા પડે છે. તો આજે એવા જ એક સમાચાર છે જે જેઠાલાલના અણગમા એટલે કે એમના સાળા સુંદરને લઈને છે.

મયુર વાંકાણી : રીલ લાઈફ અને રીયલ લાઈફ ભાઈ

image source

આ શો કોઇને કોઈ કારણોથી હમેશા ચર્ચામાં રહે તો હોય છે, એવા સમયે હાલમાં આ શોના ચર્ચાનું કારણ અન્ય કોઈ નહિ પણ જેઠા લાલના સાળો સુંદર એટલે કે મયુર વાંકાણી છે. એક તરફ જ્યારે દેશભરમાં કોરોના અને લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકો પોતાના જ ઘર રહીને અવનવી યુક્તિઓ આજમાવી રહ્યા છે. અનેક લોકોના છુપા ટેલેન્ટ આ લોકડાઉનમાં ખુલીને બહાર આવી રહ્યા છે. જો કે આ સમયે આ શોના કિરદાર મયુર વાંકાણી એટલે કે સુંદરનું છૂપું ટેલેન્ટ બહાર આવ્યું છે. આપને જણાવી દઈએ કે સુંદર એટલે કે મયુર વાંકાણી રીયલ લાઈફ તેમજ રીલ લાઈફ એમ બંને રીતે દયા બેનના ભાઈ છે.

અનોખી ગીફ્ટ : મયુરે બહેન અને જીજાજીના સ્કેચ તૈયાર કર્યા

 

View this post on Instagram

 

A post shared by Mayur Vakani (@mayur_vakani) on

શોમાં સુંદરનું પાત્ર ભજવતા મયુરે પોતાના ટેલેન્ટને સોશિયલ મીડિયા પર રજુ કર્યું હતું. એમણે પાછલા દિવસોમાં બ્રધર્સ ડેના દિવસે બહેન દિશાનું એક સુંદર સ્કેચ બનાવ્યું હતું અને પોતાના ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું હતું. જો કે આ અગાઉ પણ એમણે દિલીપ જોશી એટલે કે જેઠાલાલના જન્મદિવસ પર એમનું સ્કેચ પોસ્ટ કરીને એમને શુભેચ્છા પાઠવી હતી.

મારી બહેન! વોટર કલરમાં પોટ્રેટ!

 

View this post on Instagram

 

A post shared by Mayur Vakani (@mayur_vakani) on

મયૂરે હાલમાં જ ઈન્સ્ટા પર એક વીડીયો અપલોડ કર્યો હતો, જેમાં તે દયાબેનનું સ્કેચ બનાવતો જોવા મળી રહ્યો છે. આ કરીને એમણે ફેન્સને પોતાની પેઈન્ટિંગ સ્કીલ દ્વારા પણ ઈમ્પ્રેસ કર્યા છે. ત્યાં બીજી તરફ લોકો પણ આ કળાને વખાણી રહ્યા છે. મયુરે બહેન દિશાનું સુંદર સ્કેચ બનાવ્યું છે. તેમજ વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું હતું “મારી બહેન! વોટર કલરમાં પોટ્રેટ! બ્રધર્સ ડે પર બનાવ્યું!”

મયુરે ઘણાં લોકોના પોટ્રેટ બનાવ્યા છે

 

View this post on Instagram

 

A post shared by Mayur Vakani (@mayur_vakani) on

જો કે આ પહેલા મયૂરે દિલીપ જોશી એટલે કે ‘જેઠાલાલ’ના જન્મદિવસ પર એમનુ પોટ્રેટ પણ બનાવ્યું હતું. મયૂર વાકાણીએ દિલીપ જોશીનું પોટ્રેટ શેર કરતાં લખ્યું હતું -હેપ્પી બર્થ ડે દિલીપ સર. જો કે મયૂરે દિશા વાંકાણી અને દિલીપ જોશી ઉપરાંત પણ ઘણાં બધા લોકોના પોટ્રેટ બનાવ્યા છે, અને તેણે અવારનવાર તે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર પણ કર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત