Site icon News Gujarat

સુંદરતાની મિસાલ એવી આ અભિનેત્રી અંદરથી છે સાવ ડરપોક, જેને લાગે છે પાણીનો પણ ડર

રાની મુખર્જી આગામી ફિલ્મ મર્દાની ટૂમાં શિવાની શિવાજી રોય નામના બેખોફ મહિલા પોલીસના રોલમાં જોવા મળશે. પરંતુ શું તમે જાણમો છો કે દરેક કલાકારની કોઈ ખામી હોય છે તેમ રાની મુખર્જીની પમ એક ખામી છે. તે એ કે રાની મુખર્જીને પાણીથી ડર લાગે છે. ફિલ્મના એક સીનમાં રાનીને પાણીમાં કેટલાક એક્શન સીન કરવાના હતા. આ સમયે ખ્યાલ આવ્યો કે તેને પાણીથી ડર લાગે છે. આ સીન જરૂરી હોવાથી તેને શૂટ કરવામાં મોડું થઈ રહ્યું છે. તેને બદલી શકાય તેમ પણ નથી. પોતાના હાઈડ્રોફોબિયા એટલે કે પાણીના ડરને તોડવા માટે તેણે અનીશ એડેનવાલા પાસે સ્વિમિંગ શીખ્યું.

image source

રાની કહે છે કે આ ફિલ્મનું શૂટિંગ જૂનમાં જ પૂરું થઈ ગયું હતું. ફક્ત પાણીમાં એક્શન સીન શૂટ કરવાના બાકી હતા. તેના પાણીના ડર ના કારણે અને સ્વિમિંગ શીખવામાં લાગતા સમયના કારણે આ ફિલ્મનું શૂટિંગ અટક્યું હતું. શૂટિંગ સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી ખેંચાયું હતું. રાનીએ સ્વિમિંગ શીખ્યા બાદ આ સીનને મુંબઈથી 85 કિમી દૂર ખંડેરીના 30 ફીટ ઉંડા પૂલમાં શૂટ કરાયા હતા. તેને વાસ્તવિક દેખાડવા માટે પૂર્વને ચંબલ નદીની જેમ તૈયારી કરાઈ હતી. મહિલાઓ પર થતા અપરાધ પર આધારિત આ ફિલ્મ 13 ડિસેમ્બરે રીલિઝ થનારી છે.

image source

ફિલ્મમાં તમે જોઈ શકશો કે રાની મુખર્જી મહિલાઓ માટે એક પ્રેરક વ્યક્તિત્વ બનશે. આ સાથે અપરાધ સામે કઈ રીતે અવાજ ઉઠાવવો તેની પણ તમને શીખ મળશે.

image source

ફિલ્મના શૂટિંગ માટે રાનીએ પણ તેની ખામીને દૂર કરવા માટે ટ્રેનિંગ લેવી પડી હતી અને તેના પાણીના ડરને દૂર કર્યો હતો. તેના પરથી એક વાત એ છતી થાય છે કે દરેક માણસમાં કોઈ ને કોઈ નબળાઈ કે ખામી હોય જ છે.પણ તેને પ્રયત્ન કરવાથી દૂર કરી શકાય છે. તો તમે પણ 13 ડિસેમ્બરે આ ફિલ્મ અચૂક જોશો તેવી આશા.

image source

રાની મુખર્જીની વાત કરીએ તો તે ફિલ્મ જગત સાથે સંકળાયેલા એક બંગાળી પરિવારમાંથી આવે છે. તેના પિતા રામ મુખર્જી એક દિગ્દર્શક છે. કાજોલ, એક બીજી જાણીતી અભિનેત્રી જે તેની પિત્રાઇ બહેન છે. રાનીને તેના કામ માટે ફિલ્મફેર અવોર્ડ પણ મળી ચૂક્યો છે. અભિનયના સિવાય તેનો અવાજ અને તેની સુંદરતા પણ એક ચર્ચાનો વિષય રહી છે.

image source

અનેક મોટા અભિનેતાઓ સાથે સુપરહિટ ફિલ્મો આપીને રાનીએ પોતાની ખાસ કરિયર બનાવી છે. કારકિર્દીના શિખરે પહોચ્યા બાદ તેણે ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા અને 2015માં દીકરા અદિરાને જન્મ પણ આપ્યો. આ પછી 3 વર્ષ બાદ રાનીએ બોલિવૂડમાં કમબેક કરીને હિચકી બનાવી અને મર્દાની -2માં પણ જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version